Gold Rate Today: ધનતેરસ અગાઉ સોનાની કિંમતમાં અધધ વધારો, જાણો લેટેસ્ટ કિંમત?
બંને કિંમતી ધાતુઓની કિંમતો સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં સતત વધી રહી છે.

Gold Rate Today: સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,31,000 રૂપિયા પહોંચ્યો હતો. રાજધાની દિલ્હીમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,31,000 થયો હતો. સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો, બંને કિંમતી ધાતુઓની કિંમતો સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં સતત વધી રહી છે.
14 ઓક્ટોબર, 2025ના રોજ ભારતમાં સોનાના ભાવની જાણકારી
કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રતિ 10 ગ્રામ (24 કેરેટ) સોનાનો ભાવ 1,31,000 પર પહોંચ્યો હતો. દિલ્હી અને જયપુરમાં પ્રતિ 10 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ 1,25,560 અને પ્રતિ 10 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ 1,15,111 નોંધાયો હતો. મુંબઈમાં 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ ગોલ્ડની કિંમત 1,25,410 રૂપિયા નોંધાઈ હતી જ્યારે 22 કેરેટ ગોલ્ડનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,14,960 પહોંચ્યો હતો.
વિવિધ સમાચાર એજન્સીઓ, નાણાકીય પોર્ટલ અને જ્વેલરી સાઇટ્સ તેમની માહિતી અલગ અલગ રીતે સ્ત્રોત કરે છે, જેના કારણે વિવિધતા આવે છે. સોનાના ભાવ ગતિશીલ હોય છે અને દિવસભર બદલાતા રહે છે. સ્થાનિક કર અને શુલ્કને કારણે શહેર અથવા રાજ્ય પ્રમાણે ભાવ પણ બદલાઈ શકે છે.
બે સૌથી મોટા અર્થતંત્રો વચ્ચે ટ્રેડ ટેન્શન વધ્યું
વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ અમેરિકા અને ચીન વચ્ચે વેપારને લઈને તણાવ ફરી વધ્યો છે. આનાથી વૈશ્વિક વેપાર અને આર્થિક વિકાસ પર અસર થવાની આશંકા છે. ડોનાલ્ડ ટ્રમ્પે ચીની ઉત્પાદનો પર 100 ટકા વધારાના ટેરિફ અને યુએસમાં ઉત્પાદિત મહત્વપૂર્ણ સોફ્ટવેરના નિકાસ પર નિયંત્રણોની જાહેરાત કરી છે. અગાઉ, ચીને રેયર અર્થ એક્સપોર્ટ કંન્ટ્રોલ્સને વધાર્યા હતા.
ચાંદીના ભાવમાં વધારો
સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. સ્થાનિક વાયદા બજારમાં ચાંદીનો વેપાર નોંધપાત્ર ઉછાળા સાથે થયો. શરૂઆતના વેપારમાં MCX પર ચાંદીનો વાયદો 4.43 ટકા અથવા 6,848 રૂપિયા વધીને 1,61,493 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. શરૂઆતના વેપારમાં તે 1,62,057 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો. ચાંદી માટે આ એક નવી ઓલ ટાઈમ હાઈ છે.





















