શોધખોળ કરો

Adani IPO Upcoming: અદાણીની કંપનીઓમાં રોકાણની તક, અદાણી ગ્રુપ લઇને આવી શકે છે આ પાંચ કંપનીઓનો IPO

અદાણી વિલ્મરનો IPO ફેબ્રુઆરી 2022માં આવ્યો હતો જેણે રોકાણકારોને મલ્ટિબેગર રિટર્ન આપ્યું હતું

Adani Group IPO: અદાણી વિલ્મરનો IPO ફેબ્રુઆરી 2022માં આવ્યો હતો જેણે રોકાણકારોને મલ્ટિબેગર રિટર્ન આપ્યું હતું. પરંતુ આગામી સમયમાં અદાણી ગ્રુપની વધુ કંપનીઓના આઈપીઓ આવી શકે છે. અદાણી એન્ટરપ્રાઇઝ એ ​​જૂથની મુખ્ય એટલે કે હોલ્ડિંગ કંપની છે, જેમાં અન્ય ઘણી કંપનીઓનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવે છે કે આગામી દિવસોમાં અદાણી જૂથ આ કંપનીઓને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરાવી શકે છે. આનાથી રિટેલ રોકાણકારોને અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણ કરવાની મોટી તક મળશે.

અદાણી એન્ટરપ્રાઈઝ સાથે સંકળાયેલી કંપનીઓ જેનો IPO આવી શકે છે તે નીચે મુજબ છે.

  1. અદાણી ન્યૂ એનર્જીઃ અદાણી ગ્રુપની આ કંપની સોલ સેલ, વિન્ડ ટર્બાઈન, જનરેટર, ઈલેક્ટ્રોલાઈઝર અને ગ્રીન હાઈડ્રોજન ઈંધણનું ઉત્પાદન કરે છે. એવું માનવામાં આવે છે કે કંપની ભવિષ્યમાં અદાણી ન્યૂ એનર્જીના આઈપીઓ લઈને આવી શકે છે.
  2. અદાણી કોનેક્સઃ અદાણી કોનેક્સ એ અદાણી ગ્રુપ અને એજકોનેક્સ વચ્ચેનું સંયુક્ત સાહસ છે, જે 10 વર્ષમાં 1 ગીગાવોટની ડેટા ક્ષમતા સ્થાપિત કરવાનું લક્ષ્ય ધરાવે છે. EdgeConnex વિશ્વનું સૌથી મોટું ખાનગી ડેટા સેન્ટર ઓપરેટર છે. એવું માનવામાં આવે છે કે અદાણી ગ્રુપ ભવિષ્યમાં અદાણી કોનેક્સનો આઈપીઓ પણ લોન્ચ કરી શકે છે.
  3. અદાણી એરપોર્ટ: અદાણી એરપોર્ટ દેશનું સૌથી મોટું ખાનગી એરપોર્ટ ઓપરેટર બની ગયું છે. કંપની પાસે પેસેન્જર ટ્રાફિકમાં 25 ટકા અને કાર્ગોમાં 40 ટકા હિસ્સો છે. કંપની પાસે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું મેનેજમેન્ટ નિયંત્રણ છે. તો આ સિવાય અમદાવાદ, લખનઉ, મેંગલુરુ, જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમના એરપોર્ટને આધુનિક બનાવવામાં આવનાર છે. માનવામાં આવે છે કે અદાણી ગ્રૂપ એરપોર્ટ બિઝનેસને સ્ટોક એક્સચેન્જ પર પણ લિસ્ટ કરી શકે છે.
  4. અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસઃ અદાણી જૂથે સંરક્ષણ ક્ષેત્રમાં પણ પ્રવેશ કર્યો છે. કંપની UAV, ડ્રોનથી લઈને એરક્રાફ્ટ સર્વિસના ક્ષેત્રમાં હાજર છે. આ સાથે કંપની ઘણા સંરક્ષણ ઉપકરણોનું પણ ઉત્પાદન કરી રહી છે. કંપની આત્મનિર્ભર ભારત અભિયાનના સંરક્ષણ ઉત્પાદનમાં તેની હાજરી નોંધાવવા માંગે છે. આગામી સમયમાં અદાણી ડિફેન્સ અને એરોસ્પેસનો આઈપીઓ પણ આવી શકે છે.
  5. અદાણી રોડ ટ્રાન્સપોર્ટઃ અદાણી ગ્રુપ રોડ બાંધકામના ક્ષેત્રમાં પણ ઝડપથી વિસ્તરી રહ્યું છે. કંપની હાઇવે, એક્સપ્રેસવે અને ટનલના નિર્માણના ક્ષેત્રમાં હાજર છે. આ સાથે કંપનીએ મેટ્રો રેલ અને રેલવેમાં પણ પગ મુક્યો છે. કંપની પાસે પહેલેથી જ 300 કિલોમીટરની ખાનગી રેલ લાઇન છે જે તેના બંદરને જોડે છે. આ સાથે 650 કિલોમીટરનો હાઇવે પણ બનાવવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં અદાણી રોડ ટ્રાન્સપોર્ટનો આઈપીઓ પણ આવી શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

USA-Canada: Dingucha Family Death Case: ગુજરાતી પરિવારના મોત મુદ્દે આવતીકાલે કરાશે ટ્રાયલRajkot Bank Election: નાગરિક સહકારી બેન્કની ચૂંટણીનું મતદાન શરૂ | Abp Asmita | 17-11-2024Delhi Pollution News: સતત ચોથા દિવસે દિલ્હીમાં શ્વાસ પર સંકટ, આઠ શહેરમાં AQI સૌથી વધુ ખરાબAhmedabad Firing Case: શાકભાજીના વેપારી પર ધડાઘડ કરાયું ફાયરિંગ, કારણ જાણી ચોંકી જશો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
Embed widget