શોધખોળ કરો
Advertisement
રક્ષાબંધનમાં ચીનને લાગશે 4,000 કરોડનો ઝાટકો, આ વખતે બજારમાં જોવા મળશે સ્વદેશી રાખડી
રક્ષાબંધન પર આ વખતે દેશમાં ભાઈઓના કાંડા પર ચીનની નહીં પરંતુ બહેન તરફતી ભારતીય રાખડી જોવા મળશે.
નવી દિલ્હીઃ ચીન સાથે સરહદ પર તણાવની વચ્ચે દેશભરમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. સરહદ પર સેના અને કૂટનીતિક સ્તર પર સરકારે મોર્ચો સંભાળ્યો છે. તો બીજી બાજુ સમગ્ર દેશમાં સતત ચાઈનીઝ પ્રોડક્ટ પર પ્રતિબંધ લગાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. ચીન વિરૂદ્ધ આ અભિયાનની અસર હવે તહેવારની સીઝનમાં પણ જોવા મળશે. ભારતીય વેપારીઓએ તહેવારને જોતા ચીનને જડબાતોડ જવાબ આપવાની પૂરી તૈયારી કરી લીધી છે.
રક્ષાબંધન પર આ વખતે દેશમાં ભાઈઓના કાંડા પર ચીનની નહીં પરંતુ બહેન તરફતી ભારતીય રાખડી જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દેશમાં સાત કરોડ વેપારીઓએ આ વખતે ચીનની રાખડી ન વેચવાનો નિર્ણય કર્યો છે.
તેના બદલે દેશમાં બનેલી રાખડી વેચવામાં આવશે. જાણકારી અનુસાર ચીનને આપવામાં આવેલ અંદાજે એક હજાર કરોડ રૂપિયાની રાખડીનો ઓર્ડર કેન્સલ કરવામાં આવ્યો છે. વેપારીઓના આ અભિયાનથી ચીનને તો ઝાટકો લાગશે જ સાથે સાથે દેશમાં પણ રોજગાર વધશે.
દેશમાં રિટેલ વેપારીઓના સંગઠન કંફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ)એ ચીન વિરૂદ્ધ અભિયાન ચલાવ્યું છે. તે અંતર્ગત ચીનથી રાખડીઓ ન ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કહેવાય છે કે, આ નિર્ણયથી ચીનને અંદાજે 4,000 કરોડ રૂપિયાનો ઝાટકો લાગશે.
કેટના એક પ્રવક્તાએ કહ્યું કે, ‘ આ રક્ષાબંધન પર સ્વદેશી રાખડીઓને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેનાથી દેશમાં હજારો લોકોને રોજગારીની તક મળશે અને આત્મનિર્ભર ભારત મુહિતને પણ પ્રોત્સાહન મળશે.’ તેમણે કહ્યું કે, સંગઠન સાથે જોડાયેલ સાત કરોડ વેપારીઓએ આ નિર્ણય પર સહમતી દર્શાવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement