શોધખોળ કરો

Aadhaar Update :  દસ્તાવેજ વગર પણ આ રીતે તમે આધારકાર્ડને અપડેટ કરી શકો,  જાણો સરળ પ્રોસેસ

UIDAI આધાર યૂઝર્સ  માટે એક મોટી સુવિધા લાવ્યું છે. હવે તમે કોઈપણ દસ્તાવેજ વગર પણ તમારું આધાર અપડેટ કરાવી શકશો.

UIDAI આધાર યૂઝર્સ  માટે એક મોટી સુવિધા લાવ્યું છે. હવે તમે કોઈપણ દસ્તાવેજ વગર પણ તમારું આધાર અપડેટ કરાવી શકશો. આ માટે તમારે ફક્ત તમારા 'પરિવારના વડા'ની મંજૂરીની જરૂર પડશે. આધાર અપડેટ કરતી વખતે ઘણી વખત લોકોને સામાન્ય મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણા લોકો એવા છે જેમની પાસે આધાર સિવાય અન્ય કોઈ માન્ય દસ્તાવેજ નથી. આવી સ્થિતિમાં, આધારમાં દાખલ કરેલી માહિતીને અપડેટ કરવામાં સમસ્યા છે. આવી સ્થિતિમાં, આ સમસ્યાને દૂર કરવા માટે, UIDAIએ 'હેડ ઓફ ફેમિલી' આધારિત આધાર અપડેટ પ્રક્રિયા લઈને આવી છે. આ વિકલ્પ દ્વારા, તમે તમારા ઘરના વડાના દસ્તાવેજોની મદદથી તમારા આધારમાં દાખલ કરેલી માહિતીને અપડેટ કરી શકો છો.

હેડ ઓફ ફેમિલીની મદદથી અપડેટ કરી શકો

'હેડ ઓફ ફેમિલી' આધારિત આધાર અપડેટ પ્રક્રિયા તે લોકો માટે ખૂબ જ મદદરૂપ છે જેમની પાસે પોતાના દસ્તાવેજ નથી. તે લોકો તેમના પરિવારના વડાના દસ્તાવેજોનો ઉપયોગ કરીને આધારમાં દાખલ કરેલી માહિતી સરળતાથી અપડેટ કરી શકે છે. બાળકો, પત્ની/પતિ, માતા-પિતા જેવા લોકોને તેનો લાભ મળી શકે છે. ઘણી વખત બાળકો પાસે આધાર સિવાય અન્ય કોઈ દસ્તાવેજ નથી હોતા. આવી સ્થિતિમાં, તે તેના માતાપિતાના દસ્તાવેજોનો ઉપયોગ કરીને પોતાનું આધાર અપડેટ કરાવી શકે છે. UIDAI એ આ બાબતે 3 જાન્યુઆરી, 2023 ના રોજ એક નોટિફિકેશન બહાર પાડીને માહિતી આપી છે કે હવે ફક્ત 'હેડ ઑફ ફેમિલી' દસ્તાવેજોની મદદથી તમે તમારા પોતાના દસ્તાવેજો વિના પણ આધાર અપડેટ કરાવી શકશો.

પરિવારના વડા માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે

આ બાબતે માહિતી આપતા UIDAIએ કહ્યું છે કે જો તમે 'હેડ ઓફ ફેમિલી'ના દસ્તાવેજો દ્વારા તમારું આધાર કાર્ડ અપડેટ કરવા માંગો છો, તો તમારે તે વ્યક્તિ સાથે તમારા સંબંધને સાબિત કરવું પડશે. આ માટે તમારે રેશન કાર્ડ, માર્કશીટ, મેરેજ સર્ટિફિકેટ, પાસપોર્ટ જેવા દસ્તાવેજોની જરૂર પડશે, જેમાં તમારા ઘરના વડાનું નામ નોંધાયેલ છે. જો તમારી પાસે આવા કોઈ દસ્તાવેજો નથી, તો તમે સ્વ-ઘોષણા દ્વારા UIDAI પાસ સબમિટ કરીને 'પરિવારના વડા' આધારિત આધાર અપડેટ મેળવી શકો છો.

'પરિવારના વડા'ની મદદથી તમારું આધાર આ રીતે અપડેટ કરો-

કુટુંબના વડાના દસ્તાવેજોની મદદથી તમારું આધાર કાર્ડ અપડેટ કરવા માટે, સૌ પ્રથમ માય આધાર પોર્ટલ https://myaadhaar.uidai.gov.in/ ની મુલાકાત લો.

આ પોર્ટલ પર જાઓ અને આધાર અપડેટની પ્રક્રિયા પસંદ કરો.

આ પછી, આધારમાં એડ્રેસ અપડેટનો વિકલ્પ પસંદ કરો.

આ પછી, જો તમારી પાસે તમારો પોતાનો દસ્તાવેજ નથી, તો એડ્રેસ અપડેટ માટે 'હેડ ઓફ ફેમિલી'નો આધાર નંબર દાખલ કરો.

આ પછી તમારે રિલેશનશિપ ડોક્યુમેન્ટ સબમિટ કરવાનું રહેશે.

આ પછી એડ્રેસ અપડેટ કરવા માટે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે.

આ પછી સર્વિસ રિક્વેસ્ટ નંબર HOFને મોકલવામાં આવશે. આ પછી, તેણે આધાર પોર્ટલમાં લોગિન કરીને 30 દિવસની અંદર તેની મંજૂરી આપવી પડશે.

આ પછી, તમારા HOF ની મંજૂરી સાથે તમારું આધાર અપડેટ કરવામાં આવશે.

ધ્યાનમાં રાખો, જો 30 દિવસની અંદર મંજૂરી નહીં મળે, તો આ વિનંતીને નકારી કાઢવામાં આવશે. 

ટોપ સ્ટોરી

ફાસ્ટેગ Annual Passથી ટૉલ પર ગાડીઓની રફતાર સુધરી કે બગડી ? આવી ગયો સર્વે
ફાસ્ટેગ Annual Passથી ટૉલ પર ગાડીઓની રફતાર સુધરી કે બગડી ? આવી ગયો સર્વે
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
શેર બજારમાં શાનદાર રિકવરી, સેન્સેક્સ 879 પોઈન્ટ તો નિફ્ટીમાં 289 પોઈન્ટનો ઉછાળો, IT શેરમાં તેજી
શેર બજારમાં શાનદાર રિકવરી, સેન્સેક્સ 879 પોઈન્ટ તો નિફ્ટીમાં 289 પોઈન્ટનો ઉછાળો, IT શેરમાં તેજી

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારે.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારે.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
Embed widget