શોધખોળ કરો
Advertisement
શુ હવે 11 ડિજિટનો થઈ જશે મોબાઈલ નંબર? જાણો ટ્રાઈએ શું કહ્યું
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે ટ્રાઈએ મોબાઈલ નંબરની સંખ્યાને 10 થી 11 આંકડા કરવાનો પ્રસ્તાવ આપ્યો છે
નવી દિલ્હી: મોબાઈલ નંબર 11 આંકડાનો થઈ જશે તે અહેવાલને ટેલિકોમ રેગ્યુલેટરી ઓફ ઈન્ડિયા (TRAI)એ ફગાવી દિધો છે. ટ્રાઈ તરફથી કહેવામાં આવ્યું છે કે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એ જણાવવામાં આવ્યું હતું કે ટ્રાઈએ મોબાઈલ સેવાઓ માટે 11 આંકડાનો નંબર કરવાની રજૂઆત કરી છે. પરંતુ ટ્રાઈની રજૂઆત મુજબ, દેશમાં 10 આંકડાનો નંબર ચાલુ રહેશે.
ટ્રાઈ તરફથી જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે ફિક્સ્ડ લેન્ડ લાઈન નંબર પરથી મોબાઈલ ફોન પર કોલ કરતા સમયે પ્રી-ફિક્સ 0 નંબર લગાવવાની રજૂઆત કરવામાં આવી છે. પ્રી-ફિક્સ નંબરથી ટેલીફોન નંબરના આંકડામાં કોઈ વધારો નહી થાય. પરંતુ ડાઈલિંગ પેટર્નમાં બદલાવથી ભવિષ્યની જરૂરિયાતોને લઈ 2544 મિલિયન વદારાના નંબર વધી જશે.
ઉલ્લેખનીય છે કે મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે ટ્રાઈએ મોબાઈલ નંબરની સંખ્યાને 10 થી 11 આંકડા કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. બધા નવા નંબરમાં આગળ 9 ઉમેરવાથી મોબાઈલ નંબરની કુલ ક્ષમતા 1000 કરોડની થઈ જશે. અત્યારે 10 આંકડાના નંબરથી દેશમાં કુલ 700 કરોડ સીમકાર્ડ વેંચાય તેટલી ક્ષમતા છે. એ ક્ષમતાની લિમિટ આવી જાય તે પહેલાં11 આંકડાનો નંબર કરવાની ભલામણ ટ્રાઈએ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement