શોધખોળ કરો

1 એપ્રિલથી UPI દ્વારા ટ્રાન્ઝેક્શન મોંઘા નહીં થાય, NPCI એ વધારાના ચાર્જને લઈને કરી સ્પષ્ટતા

મીડિયા અહેવાલો અનુસાર, UPIની સંચાલક મંડળ NCPIએ તેના પરિપત્રમાં જણાવ્યું છે કે UPI પર 2,000 રૂપિયાથી વધુની રકમ માટે PPIનો ઉપયોગ કરવા પર ટ્રાન્ઝેક્શન મૂલ્યના 1.1 ટકા ફી વસૂલવામાં આવશે.

UPI Transaction: 1 એપ્રિલથી UPI દ્વારા પેમેન્ટ કરવા માટે વધારાના ચાર્જના સમાચાર સામે આવી રહ્યા હતા. હકીકતમાં, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) પેમેન્ટને લઈને એક પરિપત્ર જારી કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 1 એપ્રિલથી UPI દ્વારા મર્ચન્ટ પેમેન્ટ પર PPI ચાર્જની ભલામણ કરવામાં આવી હતી. હવે NPCIએ કોઈપણ પ્રકારના ચાર્જીસની વાત કારી કાઢ્યા છે. NPCI દ્વારા જારી કરવામાં આવેલા ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે UPI દ્વારા પેમેન્ટ સંપૂર્ણપણે ફ્રી છે. આ માટે કોઈ ફી લેવામાં આવશે નહીં.

પરિપત્ર અનુસાર, NPCI દ્વારા 0.5-1.1 ટકાની ભલામણ કરવામાં આવી છે. આ ચાર્જ 2,000 રૂપિયાથી વધુના વ્યવહારો પર 1.1 ટકા પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે PPI પર વસૂલવામાં આવશે. આ ચાર્જ ફક્ત તે લોકોને ચૂકવવો પડશે જેઓ વેપારી વ્યવહારો માટે છે. સામાન્ય લોકોને તેની અસર નહીં થાય.

કેમ લેવાયો નિર્ણય?

રિપોર્ટ અનુસાર, UPI દ્વારા કરવામાં આવતી લગભગ 70 ટકા પેમેન્ટ 2000 રૂપિયાથી વધુની છે. નવા પરિપત્ર મુજબ, હવે યુપીઆઈ પેમેન્ટ પર લોકોએ તેમના ખિસ્સા ખાલી કરવા પડશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન (NPCI) એ વિવિધ ક્ષેત્રો માટે અલગ-અલગ ઇન્ટરચેન્જ ફી નક્કી કરી છે.

UPI  નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ તાજેતરના એક પરિપત્રમાં સલાહ આપી છે કે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) પર વેપારી વ્યવહારો પર પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ્સ (PPI) ચાર્જ લાગુ થશે. જો કે, NPCI એ એક રીલીઝ જારી કરીને સ્પષ્ટ કર્યું કે UPI સામાન્ય ગ્રાહકો માટે ફ્રી ચાલુ રહેશે જેઓ એકાઉન્ટ-ટુ-એકાઉન્ટ વ્યવહારો કરે છે.

કોની પાસેથી ફી લેવામાં આવશે નહીં?

નવા પરિપત્ર મુજબ કૃષિ અને ટેલિકોમ સેક્ટરમાં સૌથી ઓછી ઇન્ટરચેન્જ ફી વસૂલવામાં આવશે. તે જ સમયે, બેંક એકાઉન્ટ અને PPI વોલેટ વચ્ચે પીઅર-ટુ-પીઅર (P2P) અને પીઅર-ટુ-પીઅર-મર્ચન્ટ (P2PM) માં કોઈપણ પ્રકારના વ્યવહાર પર કોઈ ચાર્જ લાગશે નહીં.

ઇન્ટરચેન્જની રેન્જ 0.5-1.1 ટકા છે, જેમાં ઇંધણ માટે 0.5 ટકા, ટેલિકોમ માટે 0.7 ટકા, યુટિલિટી/પોસ્ટ ઓફિસ, શિક્ષણ, કૃષિ, 0.9 ટકા સુપરમાર્કેટ અને 1 ટકા મ્યુચ્યુઅલ ફંડ, સરકાર, વીમો અને રેલ્વેનો સમાવેશ થાય છે. આ શુલ્ક 1 એપ્રિલ, 2023થી લાગુ થશે.

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનામાં સરકાર તરફથી એવા ઘણા સંકેતો મળ્યા હતા કે UPI ફ્રી રહેશે. UPI ચૂકવણી ભારતીય અર્થવ્યવસ્થાના ડિજિટાઇઝેશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આવી સ્થિતિમાં, UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલવાને કારણે તેના પર પ્રતિકૂળ અસર થઈ શકે છે.

ગયા અઠવાડિયે જ કેન્દ્રીય નાણા મંત્રાલયે સંસદને માહિતી આપી હતી કે નાણાકીય વર્ષ 2022-23માં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા 125 કરોડ રૂપિયાથી વધુના વ્યવહારો થયા છે. આ દરમિયાન 95 હજારથી વધુ લોકો છેતરપિંડીનો શિકાર પણ બન્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી છેતરપિંડીનો ભોગ બનનારાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે ચિંતાનો વિષય છે. આંકડા દર્શાવે છે કે 2020-21માં 77 હજાર લોકો અને 2021-22માં 84 હજાર લોકો UPI ટ્રાન્ઝેક્શન દરમિયાન છેતરપિંડીનો ભોગ બન્યા હતા. મંત્રાલયે કહ્યું કે ભારતીય ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને પણ વૈશ્વિક સ્વીકૃતિ મળી છે. સિંગાપોર, UAE, મોરેશિયસ, નેપાળ અને ભૂટાન જેવા દેશોએ પણ તેને અપનાવ્યું છે.

1 એપ્રિલથી UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લેવાના સમાચાર પર, NPCI એ પરિસ્થિતિને સાફ કરવા માટે બુધવારે એક રિલીઝ જારી કરી. NPCI એ બુધવારે જારી કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) ફ્રી, ઝડપી, સુરક્ષિત અને સીમલેસ રહેશે. આના દ્વારા, બેંક ખાતાનો ઉપયોગ કરનારા વપરાશકર્તાઓ અને વેપારીઓ માટે દર મહિને 8 અબજ રૂપિયાથી વધુના વ્યવહારો તદ્દન મફતમાં કરવામાં આવે છે. અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ગ્રાહક અને વેપારી વચ્ચે કરવામાં આવતા બેંક ખાતાથી બેંક ખાતાના વ્યવહારો સંપૂર્ણપણે મફતમાં ચાલુ રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Rajkot News: ફૂડ ડિલિવરી કંપની zomato ફરી આવી વિવાદમાં, વેજના બદલે નોન વેજ ફૂડ ડિલિવર કરાયાનો આરોપ
Rajkot News: ફૂડ ડિલિવરી કંપની zomato ફરી આવી વિવાદમાં, વેજના બદલે નોન વેજ ફૂડ ડિલિવર કરાયાનો આરોપ
રાહુલ દ્રવિડે જ્યાં જોયો કરિયરનો સૌથી ખરાબ દિવસ ત્યાં જ વર્લ્ડકપ વિજેતા બનાવીને લીધી વિદાય
રાહુલ દ્રવિડે જ્યાં જોયો કરિયરનો સૌથી ખરાબ દિવસ ત્યાં જ વર્લ્ડકપ વિજેતા બનાવીને લીધી વિદાય
Embed widget