![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Nirav Modi Case: ભાગેડુ નીરવ મોદીને UK કોર્ટે આપ્યો મોટો ઝટકો, 5મી વખત ફગાવી જામીન અરજી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પાસેથી મળેલી માહિતી મુજબ આ વર્ષે માર્ચમાં નીરવ મોદીને લંડન હાઈકોર્ટમાંથી પણ ઝટકો લાગ્યો હતો. કોર્ટે લંડનમાં તેનો બંગલો વેચવાની મંજૂરી આપી હતી.
![Nirav Modi Case: ભાગેડુ નીરવ મોદીને UK કોર્ટે આપ્યો મોટો ઝટકો, 5મી વખત ફગાવી જામીન અરજી UK court rejects Nirav Modi fresh bail plea details inside Nirav Modi Case: ભાગેડુ નીરવ મોદીને UK કોર્ટે આપ્યો મોટો ઝટકો, 5મી વખત ફગાવી જામીન અરજી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/13/89e6e55563e5ad0db98b115904a022f91686679566649290_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Nirav Modi Case: પંજાબ નેશનલ બેંક કૌભાંડના માસ્ટરમાઇન્ડ અને ભાગેડુ નીરવ મોદીને યુનાઇટેડ કિંગડમની એક કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ED સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, નીરવ મોદીએ 16 એપ્રિલ 2024ના રોજ યુકેની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં 5મી વખત જામીન અરજી દાખલ કરી હતી, પરંતુ 7 મે 2024ના રોજ સુનાવણી દરમિયાન તેને ફગાવી દેવામાં આવી હતી. નીરવ મોદીને લાંબી સજા થઈ હતી અને તે હજુ પણ કસ્ટડીમાં છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પાસેથી મળેલી માહિતી મુજબ આ વર્ષે માર્ચમાં નીરવ મોદીને લંડન હાઈકોર્ટમાંથી પણ ઝટકો લાગ્યો હતો. કોર્ટે લંડનમાં તેનો બંગલો વેચવાની મંજૂરી આપી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ બંગલો સેન્ટ્રલ લંડનના મેરીલેબોનમાં છે. તેનો પરિવાર તેમાં રહે છે.
2017માં નીરવે આ બંગલો એક ટ્રસ્ટને આપ્યો હતો.
કોર્ટે કહ્યું કે આ બંગલો 5.25 મિલિયન બ્રિટિશ પાઉન્ડથી ઓછી કિંમતમાં વેચવામાં આવશે નહીં. આ એ જ બંગલો છે જે નીરવ મોદીએ વર્ષ 2017માં એક ટ્રસ્ટને આપ્યો હતો.
UK court rejects Nirav Modi’s fresh bail plea due to ‘real, substantial’ flight risk.
— Press Trust of India (@PTI_News) May 7, 2024
નીરવ મોદી બ્રિટનની થેમસાઈડ જેલમાં બંધ છે
કોર્ટે ભાગેડુ નીરવ મોદીને જે બંગલો વેચવાનો આદેશ આપ્યો હતો, તે બંગલો તેણે વર્ષ 2017માં એક ટ્રસ્ટને આપ્યો હતો. આ કેસમાં ED વતી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે હાજર થયા હતા, જ્યારે નીરવ મોદી ઓનલાઈન જોડાયેલા હતા. કારણ કે નીરવ મોદી હાલમાં બ્રિટનની થેમસાઈડ જેલમાં બંધ છે. સિંગાપોરની એક કંપની ટ્રાઇડેન્ટ ટ્રસ્ટ પણ આ કેસમાં દાવેદાર છે.
નીરવ મોદીએ 14 હજાર કરોડ રૂપિયાની લોન લીધી હતી
નીરવ મોદી PNB કૌભાંડનો માસ્ટરમાઇન્ડ અને મની લોન્ડરિંગ કેસનો મુખ્ય આરોપી છે. આ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઈએ તેની સામે અનેક કેસ દાખલ કર્યા છે અને તેને દિલ્હી લાવવાની કોશિશ પણ કરી રહી છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2018માં નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંકમાંથી લગભગ 14 હજાર કરોડ રૂપિયાની લોન લીધી હતી.
બેંકમાં પૈસા પરત કર્યા વગર તે બ્રિટન ભાગી ગયો હતો. આ પછી PNBએ નીરવ મોદી વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. જો કે નીરવ મોદીના મામલામાં ભારત સરકાર સતત બ્રિટન સમક્ષ તેના પ્રત્યાર્પણનો મુદ્દો ઉઠાવી રહી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)