શોધખોળ કરો
Advertisement
અનલોક 1: શોપિંગ મોલ્સ જતા પહેલા વાંચી લો આ નવા કાયદા, સરકારે બહાર પાડી ગાઇડલાઈન્સ
એન્ટ્રસ ગેટ પર થર્મલ સ્ક્રીનિંગ અને સેનિટાઈઝરની સુવિધા મળશે. થર્મલ સ્ક્રીનિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ દેશમાં જીવલેણ કોરોના વાયરસને કારણે ઘણુંબધું બદલાઈ ગયું છે. રોજ સવારે ઉઠવાથી લઈને રાતે ઉંઘવા સુધી, લોકોના જીવમાં ઘણુંબધું બદલાઈ ગયું છે. અનલોક વનમાં આઠ જૂનથી શોપિંગ મોલ્સ ખુલી જશે, પરંતુ હવે તમે પહેલાની જેમ ખરીદી નહીં કરી શકે, કારણ કે હવે રીત બદલાઈ ગઈ છે. જો તમે પણ શોપિંગ મોલ્સ જવા માગો છો તો ફટાફાટ નવા કાયદા વિશે જાણીલો.
સરકારે નવી ગાઇડલાઇન્સ બહાર પાડી છે?
મોલમાં એન્ટ્રી કરતાં સમયે
- એન્ટ્રસ ગેટ પર થર્મલ સ્ક્રીનિંગ અને સેનિટાઈઝરની સુવિધા મળશે. થર્મલ સ્ક્રીનિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે.
- ચહેરા પર માસ્ક હશે તો જ એન્ટ્રી મળશે.
- કોઈપણ લક્ષણ નહીં હોય તો જ મોલમાં એન્ટ્રી મળશે.
- એન્ટ્રસ ગેટ અને મોલની અંદર લાઈનમાં ઉભા રહેવા પર બે વ્યક્તિની વચ્ચે ઓછામાં ઓછું છ ફુટનં અંતર રાખવું પડશે.
- મોલમાં લોકોને વ્યવસ્થિત રીતે પ્રવેશની મંજૂરી આપવી પડશે. તેના માટે મોલ પ્રશાસને પૂરતી સંખ્યામાં કર્મચારી રાખવા પડશે જેથી સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખી શકાય.
- મોલના પાર્કિંગ ક્ષેત્ર, બહારનો વિસ્તારમાં ભીડનું યોગ્ય મેનેજમેન્ટ કરવું પડશે.
- એલિવેટરોમાં લોકોની મર્યાદિત સંખ્યા હશે. એસી 24-30 ડિગ્રી અને હ્યૂમિડિટી 40-70% રહેશે.
- ખરીદારી, ભોજન કરવા માટે સામાજિક અંતર અને અન્ય ઉપાયોનું પાલન કરવું પડશે.
- મોલમાં કોરોના વાયરસ અને ચેપથી બચવા માટે લોકોને ઓડીયો અને વીડિયોના માધ્યમથી સાવચેત કરવામાં આવશે.
- ગ્રાહક, કર્મચારીઓ અને સામાનની ઉપલબ્ધતા સંબંધિત પ્રવેશ અને બહાર જવાના રસ્તા અલગ અલગ રાખવા પડશે.
- હોમ ડિલીવરીવાળા કર્મચારીઓને મંજૂરી આપવા અને તેને સામાન સોંપતા પહેલા તેના સ્વાસ્થ્યની તપાસ કરવાની રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
દેશ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion