શોધખોળ કરો

UPI Payment to Wrong Account: ખોટા UPI પર થઈ ગયુ છે પેમેન્ટ ?  પૈસા પરત લેવા કરો આ કામ

ઘણી વખત લોકો ઉતાવળમાં કે પછી ભૂલમાં ખોટા UPI ID પર પેમેન્ટ કરી નાખે છે જેના કારણે પૈસા અન્ય ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે.

UPI Payment to Wrong Account:  ઘણી વખત લોકો ઉતાવળમાં કે પછી ભૂલમાં ખોટા UPI ID પર પેમેન્ટ કરી નાખે છે જેના કારણે પૈસા અન્ય ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે, હવે દરેક લોકો તેમના પૈસા પરત મેળવવા ઈચ્છે છે પરંતુ સમજાતું નથી કે પૈસા પરત મેળવવા માટે શું કરવું ?  જો તમે પણ આ સવાલનો જવાબ જાણવા માગો છો તો તમને આ અંગે જાણકારી આપીએ છીએ. 

UPI App સપોર્ટને તાત્કાલિક જાણ કરો

ભારતીય રિઝર્વ બેંકના દિશાનિર્દેશો અનુસાર, યૂઝર્સે પહેલા પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડરને આ વાતની જાણ કરવી જોઈએ.  GPay, PhonePe, Paytm અથવા UPI એપના કસ્ટમર કેર સપોર્ટમાં  ફોન કરીને તમારે આ વાત અંગે જાણ કરવી પડશે. તમે તમારી સમસ્યાને ફ્લેગ કરી શકો છો અને પૈસા પરત લેવા માટે પણ કહી શકો છો.

RBIના દિશાનિર્દેશનો અનુસાર, જો તમે યૂપીઆઈ આઈડી દ્વારા ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દિધા છે  તો તમે જે એપ્લિકેશન દ્વારા પેમેન્ટ કર્યું છે તે એપ (GPay, PhonePe, Paytm) ના કસ્ટમર કેર સપોર્ટને જાણકારી આપવી પડશે.  તમે તમારી સમસ્યાને ફ્લેગ કરી પૈસા પરત મેળવવા માટે રિક્વેસ્ટ નાખી શકો છો.

NPCI Portal પર આ રીતે કરો ફરિયાદ

તમે જે યૂપીઆઈ એપ  દ્વારા પેમેન્ટ કર્યું છે જો તેના કસ્ટમર કેરથી તમને મદદ  નથી મળી રહી તો તમારે  NPCI પોર્ટલ પર જઈને ફરિયાદ નોંધાવવી પડશે.

સૌથી પહેલા  NPCIની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે
ત્યારબાદ તમારે  What we do tab ટેબ પર ટેપ કર્યા બાદ યૂપીઆઈ પર ક્લિક કરવાનું રહેશે. 
બાદમાં Dispute Redressal Mechanism ઓપ્શન પસંદ કરો.
ફરિયાદ સેક્શનમાં તમે ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલી ડિટેલ્સ નાખવી પડશે જેમ કે યૂપીઆઈ ટ્રાન્ઝેક્શન આઈડી, કેટલી રકમ ટ્રાન્સફર કરી, વર્ચ્યૂઅલ પેમેન્ટ એડ્રેસ, મોબાઈલ નંબર, ડેટ ઓફ ટ્રાન્ઝેક્શન અને ઈમેઈ આઈડી.
ત્યારબાદ તમારે ફરિયાદ કરવા પાછળનું કારણ, એ વાતને પસંદ કરવી પડશે  જેમ કે Incorrectly transferred to another account.
બધી માહિતી દાખલ કર્યા પછી તમારે તમારી ફરિયાદ નોંધાવવા સબમિટ દબાવવું પડશે.

જો તમને તમારી ફરિયાદનો કોઈ ઉકેલ નથી મળી રહ્યો તો આ સ્થિતિમાં તમારે પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર બેંક અને જે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે તે બેંકમાં ફરિયાદ નોંધાવવી જોઈએ. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

New Labour Codes 2026: હવે બેકાર નહીં જાય બચી ગયેલી રજાઓ, દર વર્ષે તેના બદલામાં મળશે રૂપિયા
New Labour Codes 2026: હવે બેકાર નહીં જાય બચી ગયેલી રજાઓ, દર વર્ષે તેના બદલામાં મળશે રૂપિયા
EPFO PF Withdrawal Rules 2026: હવે PF ફંડમાંથી પૈસા ઉપાડવા બન્યા વધુ સરળ, જાણો નવો નિયમ
EPFO PF Withdrawal Rules 2026: હવે PF ફંડમાંથી પૈસા ઉપાડવા બન્યા વધુ સરળ, જાણો નવો નિયમ
આયુષ્માન કાર્ડ છે? જાણો તમારા શહેરની કઈ હોસ્પિટલમાં ₹5 લાખની મફત સારવાર મળશે
આયુષ્માન કાર્ડ છે? જાણો તમારા શહેરની કઈ હોસ્પિટલમાં ₹5 લાખની મફત સારવાર મળશે
શેરબજારમાં આવશે IPOની ભરમાર,124 કંપનીને સેબીથી મળી ચૂકી છે મંજૂરી, કતારમાં અનેક નવી કંપનીઓ
શેરબજારમાં આવશે IPOની ભરમાર,124 કંપનીને સેબીથી મળી ચૂકી છે મંજૂરી, કતારમાં અનેક નવી કંપનીઓ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અવિરત 5 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : નકલી પત્રકારનો પર્દાફાશ !
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોનો ફાયદો, કોનું નુકસાન
Mansukh Vasava : મનસુખ વસાવા ફરી વિફર્યા, નેત્રંગમાં બસ સ્ટેશનની જરૂર છે કે શોપિંગ સેન્ટરની?
Gujarat Local Body Election 2026 : કોંગ્રેસની ઉમેદવારોની યાદીને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
ખડગેના નિવેદનને મુખ્યમંત્રીએ વખોડ્યું, કહ્યું- 'આવા નિવેદન કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે'
ખડગેના નિવેદનને મુખ્યમંત્રીએ વખોડ્યું, કહ્યું- 'આવા નિવેદન કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે'
Iran War News: 'કોઈ ડીલ નહી થઈ તો આખો દેશ ઉડાવી દઈશું', ટ્રમ્પની નવી ધમકી, ઈરાને ઉડાવી મજાક
Iran War News: 'કોઈ ડીલ નહી થઈ તો આખો દેશ ઉડાવી દઈશું', ટ્રમ્પની નવી ધમકી, ઈરાને ઉડાવી મજાક
નેવી સીલ ટીમ, ઈરાનમાં 300 કિમી અંદર ઓપરેશન..... જાણો અમેરિકાના પાયલટના રેસ્ક્યૂ મિશનની સંપૂર્ણ ડિટેઈલ્સ
નેવી સીલ ટીમ, ઈરાનમાં 300 કિમી અંદર ઓપરેશન..... જાણો અમેરિકાના પાયલટના રેસ્ક્યૂ મિશનની સંપૂર્ણ ડિટેઈલ્સ
EPFO PF Withdrawal Rules 2026: હવે PF ફંડમાંથી પૈસા ઉપાડવા બન્યા વધુ સરળ, જાણો નવો નિયમ
EPFO PF Withdrawal Rules 2026: હવે PF ફંડમાંથી પૈસા ઉપાડવા બન્યા વધુ સરળ, જાણો નવો નિયમ
'21 વર્ષ મોટા પતિ સાથે રહેવા નથી માંગતી 19 વર્ષની યુવતી, બોયફ્રેન્ડ સાથે રહેશે', કોર્ટનો મોટો આદેશ
'21 વર્ષ મોટા પતિ સાથે રહેવા નથી માંગતી 19 વર્ષની યુવતી, બોયફ્રેન્ડ સાથે રહેશે', કોર્ટનો મોટો આદેશ
Iran US War: ટ્રમ્પની ધમકી પર ઈરાનનો પલટવાર, વીડિયો શેર કરી ઓપરેશન ઈગલ ક્લોની અપાવી યાદ
Iran US War: ટ્રમ્પની ધમકી પર ઈરાનનો પલટવાર, વીડિયો શેર કરી ઓપરેશન ઈગલ ક્લોની અપાવી યાદ
Embed widget