Life Certificate: આ રીતે ઘરે બેઠા બનશે તમારું જીવન પ્રમાણપત્ર, EPFOએ આપી સંપૂર્ણ માહિતી
Jeevan Pramaan Patra: EPFOના જણાવ્યા અનુસાર, ગયા નાણાકીય વર્ષમાં લગભગ 6.6 લાખથી વધુ પેન્શનરોએ આ માર્ગે પોતાનું જીવન પ્રમાણપત્ર જમા કરાવ્યું છે.
Jeevan Pramaan Patra: જીવન પ્રમાણપત્ર (Life Certificate) ભારત સરકાર દ્વારા પેન્શનધારકોની સુવિધા માટે શરૂ કરવામાં આવેલો કાર્યક્રમ છે. તેની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ 10 નવેમ્બર, 2014ના રોજ કરી હતી. જીવન પ્રમાણપત્રની મદદથી નિવૃત્ત કર્મચારીઓનું પેન્શન સરળતાથી આવતું રહે છે. આ પ્રમાણપત્ર તમારે દર વર્ષે જમા કરાવવું પડે છે. હવે સરકારે આ પ્રક્રિયાને વધુ સરળ બનાવતા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ લેવાનું શરૂ કર્યું છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના જણાવ્યા અનુસાર, હવે તમે ઘરે બેઠા તમારા મોબાઇલની મદદથી જીવન પ્રમાણપત્ર જમા કરાવી શકો છો.
EPFOએ જણાવી સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા
EPFOએ ડિજિટલ જીવન પ્રમાણપત્ર જમા કરાવવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવી છે. EPFOના જણાવ્યા અનુસાર, તમારી પાસે 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા વાળો મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ હોવું જોઈએ. તમારો આધાર નંબર રજિસ્ટર્ડ હોવો જોઈએ. ત્યારબાદ તમારે ગૂગલ પ્લે સ્ટોરથી જીવન પ્રમાણ ફેસ એપ અને આધાર ફેસ આરડી (Aadhaar Face RD) ડાઉનલોડ કરવી પડશે. પછી તમારે તમારા ચહેરાને સ્કેન કરવું પડશે અને બધી વિગતો ભરવી પડશે. સાથે જ ફ્રન્ટ કેમેરાથી ફોટો ખેંચીને તમારે બધી વિગતો સબમિટ કરવી પડશે. આ રીતે કોઈ બેંક કે પોસ્ટ ઓફિસના ધક્કા ખાધા વગર તમારું જીવન પ્રમાણપત્ર જમા થઈ જશે.
Is your life certificate expiring soon?
Don't worry. You can submit it digitally from home anytime; it only takes a few easy steps.#DigitalServices #LifeCertificate #JeevanPramaan #Pensioners #EPFO #EPF #EPS #HumHainNaa #EPFOwithYou #पीएफ #ईपीएफ #ईपीएफओ pic.twitter.com/wE8uQSnmqS— EPFO (@socialepfo) July 13, 2024
6.6 લાખથી વધુ પેન્શનરોએ અપનાવ્યો આ માર્ગ
સરકારી આંકડાઓ અનુસાર, આ સમયે દેશમાં લગભગ 78 લાખ પેન્શનર્સ છે. તેમાંથી 6.6 લાખથી વધુ પેન્શનર્સ નાણાકીય વર્ષ 2023-24માં ડિજિટલ જીવન પ્રમાણપત્ર જમા કરાવી ચૂક્યા છે. EPFOના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2022-23માં 2.1 લાખ લોકોએ આ રીતે જીવન પ્રમાણપત્ર જમા કરાવ્યું હતું. આ આંકડામાં વાર્ષિક 200 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. આ તકનીક આવ્યા પહેલાં આ બધાને બેંકોમાં જવું પડતું હતું. જોકે, હજુ પણ તમારી પાસે કોમન સર્વિસ સેન્ટર અને સરકારી ઓફિસમાં જઈને આ પ્રમાણપત્ર જમા કરાવવાનો વિકલ્પ ઉપલબ્ધ છે.