8મા પગાર પંચની અસર UPS પેન્શન પર કઈ રીતે પડશે, નિવૃત કર્મચારીઓને કેટલો ફાયદો થશે
કેન્દ્ર સરકારે તાજેતરમાં 8મા પગાર પંચની રચનાની જાહેરાત કરી છે, જે 1 જાન્યુઆરી, 2026થી અમલમાં આવશે.

8th Pay Commission: કેન્દ્ર સરકારે તાજેતરમાં 8મા પગાર પંચની રચનાની જાહેરાત કરી છે, જે 1 જાન્યુઆરી, 2026થી અમલમાં આવશે. આ કમિશનનો ઉદ્દેશ્ય કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં સુધારો કરવાનો છે. આ સાથે, નવી યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) પણ 1 એપ્રિલ, 2025થી લાગુ થવા જઇ રહી છે. આ બંને યોજનાઓ એકબીજા પર ઊંડી અસર કરશે, જેનાથી લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે.
યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) શું છે?
જૂની પેન્શન યોજના (OPS) અને નવી પેન્શન યોજના (NPS)ની વિશેષતાઓને જોડીને UPS બનાવવામાં આવ્યું છે. આ યોજના હેઠળ, નિવૃત્તિ પછી કર્મચારીઓને તેમના છેલ્લા 12 મહિનાના સરેરાશ બેઝિક પગારના 50 ટકા પેન્શન તરીકે મળશે, જો કે તેઓએ ઓછામાં ઓછા 25 વર્ષની સેવા કરી હોય. જો કોઈ કર્મચારીએ માત્ર 10 વર્ષ સેવા આપી હોય, તો તેને દર મહિને લઘુત્તમ 10,000 રૂપિયા પેન્શન મળશે. આ સિવાય કર્મચારીના મૃત્યુ બાદ તેના પરિવારને તેના પેન્શનના 60 ટકા આપવામાં આવશે.
8મા પગાર પંચની અસર
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચની રચના એક મહત્વપૂર્ણ પગલું છે. આ પગાર પંચના અમલ બાદ પેન્શનમાં લગભગ 25 ટકાથી 30 ટકાનો વધારો થવાની સંભાવના છે. હાલમાં ન્યૂનતમ પેન્શન રૂ. 9,000 છે, જે વધીને રૂ. 22,500 થી રૂપિયા 25,000 સુધી પહોંચી શકે છે. આ સિવાય ફિટમેન્ટ ફેક્ટર પણ વધી શકે છે, જે સેલરી અને પેન્શનમાં વધુ વધારો કરશે.
નિષ્ણાતોનું માનવું છે કે ફિટમેન્ટ ફેક્ટર 2.57 થી વધીને 2.86 થઈ શકે છે, જેના કારણે સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં લગભગ 186 ટકાનો વધારો થઈ શકે છે. આ ફેરફારથી કર્મચારીઓનું જીવનધોરણ સુધરશે એટલું જ નહીં પણ અર્થતંત્ર પર પણ સકારાત્મક અસર પડશે. કેન્દ્ર સરકારે તાજેતરમાં 8મા પગાર પંચની રચનાની જાહેરાત કરી છે, જે 1 જાન્યુઆરી, 2026થી અમલમાં આવશે.
કોને મળશે લાભ ?
લગભગ 1.2 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને આ યોજનાનો લાભ મળશે. આ કર્મચારીઓ અને તેમના પરિવારોને આ ફેરફારની સીધી અસર થશે. UPS અને 8મા પગાર પંચ બંને યોજનાઓ સરકારી કર્મચારીઓ માટે નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરશે.
EPFO New Rule: EPFO એ બદલ્યો નિયમ, નામથી લઈ જન્મતારીખ... હવે ડોક્યૂમેન્ટ વગર થશે અપડેટ




















