Online Passport: ઓનલાઇન પાસપોર્ટ માટે કરતા હો અરજી તો થઈ જાવ સાવધાન, એક ભૂલ પડશે મોંઘી
પાસપોર્ટના નામે ઘણી નકલી વેબસાઇટ ચાલી રહી છે, જે પાસપોર્ટની સત્તાવાર વેબસાઇટ હોવાનો દાવો કરે છે પરંતુ વાસ્તવમાં તે નકલી છે. આ વેબસાઇટ્સ લોકો પાસેથી અંગત ડેટા લઈને છેતરપિંડી કરી રહી છે.
Online Passport: ગુજરાતીઓ અને ભારતીયોમાં વિદેશ જવાનો ક્રેઝ (Craze among Gujaratis and Indians to go abroad) જાણીતો છે. વિદેશ જવા માટે સૌથી પહેલા પાસપોર્ટની (Passport is important document for foreign) જરૂર પડે છે. પાસપોર્ટ માટે અરજી (passport application) કરવી હવે મોટી વાત નથી. હવે તમે ઘરે બેઠા મોબાઈલ એપ (mobile app) અને વેબસાઈટ પરથી અરજી કરી શકો છો, પરંતુ ઓનલાઈન પાસપોર્ટ એપ્લિકેશનમાં (online passport application) એક મોટી છેતરપિંડી થઈ રહી છે, જેના વિશે તમારે જાગૃત રહેવું જોઈએ, નહીં તો તમને મોટું નુકસાન થઈ શકે છે.
પાસપોર્ટના નામે ઘણી નકલી વેબસાઇટ (fake websites) ચાલી રહી છે, જે પાસપોર્ટની સત્તાવાર વેબસાઇટ (official websites) હોવાનો દાવો કરે છે પરંતુ વાસ્તવમાં નકલી છે. આ વેબસાઇટ્સ લોકો પાસેથી અંગત ડેટા (personal data) લઈને છેતરપિંડી કરી રહી છે. પાસપોર્ટ વિભાગે ખુદ લોકોને આ નકલી સાઇટ્સ વિશે ચેતવણી આપી છે અને દૂર રહેવાની સલાહ આપી છે. આવો જાણીએ આ ફેક સાઇટ્સ વિશે...
આ છે સરકારની સત્તાવાર વેબસાઇટ
સૌ પ્રથમ તમારે અસલી વેબ સાઇટ વિશે જાણવાની જરૂર છે. તમે સરકારની સત્તાવાર વેબસાઇટ www.passportindia.gov.in પર જઈને પાસપોર્ટ માટે અરજી કરી શકો છો. આ સાઇટ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને આ સત્તાવાર વેબસાઇટ છે.
વેબસાઇટ સિવાય એપથી પણ કરી શકો છો અરજી
વેબસાઇટ સિવાય તમે એપ દ્વારા પણ પાસપોર્ટ માટે અરજી કરી શકો છો. આ એપનું નામ એમ પાસપોર્ટ સેવા છે. આ એપ એન્ડ્રોઇડ અને iOS પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. આ એપને ગૂગલ પ્લે સ્ટોર અને એપલના એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.
આ વેબસાઇટ પર ન કરો ક્લિક
જો તમે આ સાઈટ https://www.indiapassport.org/ પર જઈને પાસપોર્ટ માટે અરજી કરશો તો તમારો ડેટા લીક થઈ જશે. આ સિવાય તમને આર્થિક નુકસાન થઈ શકે છે.
આ પણ નકલી વેબસાઈટ છે. તમારો ડેટા https://www.passport-india.in/ પર લીક થઈ શકે છે. આવી સ્થિતિમાં તેનાથી દૂર રહો.
આ રહ્યું નકલી વેબસાઇટનું લિસ્ટ
- www.applypassport.org
- www.online passportindia.com
- www.passport.india-org
- www.onlinepassportindia.com
- www.passportsava.in
- www.mpassportsava.in
આ પણ વાંચો
ઓનલાઈન પાસપોર્ટ રિન્યુ કેવી રીતે કરાવશો, આ રહી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ