શોધખોળ કરો

Gujarat Budget: સરદાર સરોવર,ભાડભૂત યોજના સહિત બજેટમાં જળસંપત્તિને લઈને કરવામાં આવી મહત્વની જાહેરાત

Gujarat Budget: આજે ગુજરાતનું સામાન્ય બજેટ રજુ કરવામાં આવ્યું હતું. જેમાં જળસંપત્તિને લઈને પણ મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. જળસંપત્તિ પ્રભાગ માટે કુલ રુપિયા 13,366 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

Gujarat Budget: આજે ગુજરાતનું સામાન્ય બજેટ રજુ કરવામાં આવ્યું હતું. જેમાં જળસંપત્તિને લઈને પણ મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. જળસંપત્તિ પ્રભાગ માટે કુલ ₹૧૩,૩૬૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. દરિયામાં વહી જતા નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના માટે રુપિયા ૧૩૩૪ કરોડ, સૌની યોજના માટે રુપિયા ૮૧૩ કરોડ તથા કચ્છ માટેની યોજના હેતુ રુપિયા ૧૪૦૦ કરોડ એમ કુલ રુપિયા ૩૫૪૭ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

  • હયાત સિંચાઇ માળખાના વિસ્તરણ, સુધારણા અને આધુનિકીકરણ માટે રુપિયા ૧૫૨૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
  • ચોમાસામાં દરિયામાં વહી જતાં પાણીને રોકવા અંદાજે ૧ લાખ ૮૭ હજાર કરતાં વધુ ચેકડેમોનાં બાંધકામ કરવામાં આવેલ છે. જેને આગળ વધારતા આગામી વર્ષે ૩૨૬ મોટા ચેકડેમો-વિયર બાંધવા ₹૮૩૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 
  • સાબરમતી નદી પર કુલ ૧૪ વિયર-બેરેજ બનાવવાના કરેલ આયોજનમાં પાંચ વિયર-બેરેજનાં કામો પૂર્ણ થયેલ છે જયારે ૩ કામો પ્રગતિ હેઠળ છે. બાકી રહેતા ૬ કામો પૂર્ણ કરવા ₹૭૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
  • જળાશય આધારીત ઉદ્વહન સિંચાઇ યોજના માટે ₹૮૧૩ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જે પૈકી આદિજાતિ વિસ્તારમાં ₹૫૪૮ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
  • ડેમ સેફટી માટે ₹૫૦૧ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 
  • ભૂગર્ભજળ રીચાર્જ માટે જનભાગીદારીથી જળસંચય અભિયાનને વેગવંતુ બનાવવા ₹૧૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 
  • રાજ્ય સરકારના અનેક કાર્યક્રમો દ્વારા અત્યાર સુધીમાં ૨૪ લાખ હેક્ટરથી વધુ વિસ્તાર સૂક્ષ્મ સિંચાઇ હેઠળ આવરી લેવાયો છે. જેનાથી અંદાજે ૧૬ લાખ ખેડૂતોને લાભ મળ્યો છે. 
  • ખેડૂતો સૂક્ષ્મ સિંચાઇનો ઉપયોગ કરીને વધુ કૃષિ ઉત્પાદન મેળવી શકે તે માટે આ બજેટમાં ₹૧૨૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જે અંદાજે 
  • ૨ લાખ હેક્ટર વિસ્તાર આવરી લેશે અને રાજ્યમાં લગભગ ૧ લાખ ૨૫ હજાર ખેડૂતોને તેનો લાભ મળશે.
  • ભાડભૂત યોજના સમુદ્રની ભરતીનું ખારૂ પાણી નર્મદા નદીમાં પ્રવેશતું અટકાવવા ભરૂચ જિલ્લાના ભાડભૂત ગામે બેરેજની યોજના પ્રગતિ હેઠળ છે. જે માટે ₹૮૭૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 
  • સરદાર સરોવર યોજના ગુજરાતની સમૃદ્ધિમાં અમૂલ્ય યોગદાન આપનાર નર્મદા યોજનાથી રાજ્યના ૧૦,૪૫૩ ગામો અને ૧૯૦ નગરોને ઘરવપરાશ માટે પાણી પૂરું પાડવામાં આવે છે. જેના માટે ₹૫૯૭૯ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
  • અમદાવાદ જીલ્લાનાં નળકાંઠાના વિસ્તારમાં સિંચાઈ સુવિધા વધારવા માટે ₹૮૭૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
  • નર્મદા યોજનાના કમાન્ડ એરિયાના નહેરના વિસ્તરણ વિકાસના કામો માટે ₹૫૦૧ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
  • સૌરાષ્ટ્ર તથા કચ્છ શાખા નહેરના પમ્પિંગ સ્ટેશન તથા હાઇડ્રોપાવર સ્ટેશન પર કુલ ૧૪ જગ્યા પર સોલાર પ્રોજેક્ટ માટે ₹૩૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
  • નર્મદા મુખ્ય નહેર પર વધારાના સ્ટ્રકચર તેમજ જાળવણીની કામગીરી માટે ₹૨૦૪ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
  • દિયોદરના ૧૪ ગામો અને સાંતલપુર તાલુકાના ૧૧ ગામોના હાઈ ગ્રાઉન્ડ અનકમાન્ડ વિસ્તાર માટે લિફ્ટ-ગ્રેવિટી પાઈપલાઇન પ્રોજેક્ટ માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
આ પણ વાંચો...
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'કોણ કરવા માગે છે રાહુલ ગાંધીની હત્યા?', કોંગ્રેસ સાંસદે કોર્ટમાં કહ્યું- મારો જીવ જોખમમાં, મચ્યો હડકંપ
'કોણ કરવા માગે છે રાહુલ ગાંધીની હત્યા?', કોંગ્રેસ સાંસદે કોર્ટમાં કહ્યું- મારો જીવ જોખમમાં, મચ્યો હડકંપ
રાહુલના 'મત ચોરી'ના આરોપ પર ભાજપનો પલટવાર:
રાહુલના 'મત ચોરી'ના આરોપ પર ભાજપનો પલટવાર: "નાગરિકતા પહેલાં જ સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાં હતું"
Gujarat Rain: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો, જાણી લો લેટેસ્ટ આગાહી ? 
Gujarat Rain: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો, જાણી લો લેટેસ્ટ આગાહી ? 
Weather Update: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ 
Weather Update: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ 
Advertisement

વિડિઓઝ

Ahmedabad Police Traffic Drive : પોલીસની કામગીરી દરમિયાન રાજકીય દબાણ કરાય છે, હાઈકોર્ટમાં ફરિયાદ
Par Tapi Narmada Link Project: પાર-તાપી-નર્મદા પરિયોજનાને લઈ સરકારની મોટી જાહેરાત, કોંગ્રેસે શું કહ્યું?
Gujarat Rain Forecast : ગુજરાત પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રીય, તૂટી પડશે ભારે વરસાદ
Ahmedabad news : મેઘરાજાએ વિરામ લેતા અમદાવાદમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળા પર આંશિક કાબુ.
Vadodara News : અમૃત ભારત યોજના અંતર્ગત વિકિસત થતા રેલવે સ્ટેશનો પર અસુવિધાની ભરમાર હોવાનો આરોપ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કોણ કરવા માગે છે રાહુલ ગાંધીની હત્યા?', કોંગ્રેસ સાંસદે કોર્ટમાં કહ્યું- મારો જીવ જોખમમાં, મચ્યો હડકંપ
'કોણ કરવા માગે છે રાહુલ ગાંધીની હત્યા?', કોંગ્રેસ સાંસદે કોર્ટમાં કહ્યું- મારો જીવ જોખમમાં, મચ્યો હડકંપ
રાહુલના 'મત ચોરી'ના આરોપ પર ભાજપનો પલટવાર:
રાહુલના 'મત ચોરી'ના આરોપ પર ભાજપનો પલટવાર: "નાગરિકતા પહેલાં જ સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાં હતું"
Gujarat Rain: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો, જાણી લો લેટેસ્ટ આગાહી ? 
Gujarat Rain: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો, જાણી લો લેટેસ્ટ આગાહી ? 
Weather Update: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ 
Weather Update: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ 
Independence Day: ભારતની આઝાદી પછી પણ આ રાજ્ય હતું ગુલામ, આઝાદી મેળવવામાં લાગ્યા 14 વર્ષ
Independence Day: ભારતની આઝાદી પછી પણ આ રાજ્ય હતું ગુલામ, આઝાદી મેળવવામાં લાગ્યા 14 વર્ષ
ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, જાણો ક્યારે શરુ થશે અને વિદ્યાર્થીઓને કેવી મળશે સુવિધા
ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, જાણો ક્યારે શરુ થશે અને વિદ્યાર્થીઓને કેવી મળશે સુવિધા
દેશમાં કેટલા રખડતા કૂતરા છે? જાણો દર વર્ષે હડકવાથી કેટલા લોકો મૃત્યુ પામે છે; આંકડા તમને ચોંકાવી દેશે
દેશમાં કેટલા રખડતા કૂતરા છે? જાણો દર વર્ષે હડકવાથી કેટલા લોકો મૃત્યુ પામે છે; આંકડા તમને ચોંકાવી દેશે
રાજ્યમાં 1478 કરોડ કરતા વધુના રોકાણને મંજૂરી, 4136થી વધુ નોકરીઓનું થશે સર્જન
રાજ્યમાં 1478 કરોડ કરતા વધુના રોકાણને મંજૂરી, 4136થી વધુ નોકરીઓનું થશે સર્જન
Embed widget