Gujarat Budget live updates: ગુજરાતનું વર્ષ 2025-26નું 3 લાખ 70 હજાર 250 કરોડનું બજેટ રજૂ, વર્ષ 2047માં વિકસિત ગુજરાતનો સંકલ્પ
Gujarat Budget live updates: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ થઇ ચૂક્યો છે. આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કરશે
LIVE

Background
અંદાજીત 22 હજાર કરતાં વધુ શિક્ષકોની ભરતી કરવાની પ્રક્રિયા પ્રગતિમાં
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત અંદાજે 2 લાખ 50 હજાર વિદ્યાર્થીઓને સહાય માટે 250 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઇ હતી. એસ.ટી.નિગમની બસોમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓને બસ પાસ ફી કન્સેશન માટે 223 કરોડ રૂપિયાની ફાળવણી કરાઇ હતી. જ્ઞાનશક્તિ રેસિડેન્શીયલ સ્કૂલ્સ ઑફ એકસલન્સ માટે 200 કરોડ રૂપિયાની જોગવાઇ કરી હતી. સરકારી પ્રાથમિક શાળાઓ, સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અંદાજીત 22 હજાર કરતાં વધુ શિક્ષકોની ભરતી કરવાની પ્રક્રિયા પ્રગતિમાં છે.
વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ 3140 કરોડ રૂપિયાની જોગવાઇ
રાજ્ય સરકાર “પર્યાવરણને અનુકૂળ ભવિષ્ય, પર્યાવરણને અનુકૂળ અર્થતંત્ર” માટે વન અને વન્યજીવના સંરક્ષણ સાથે નેટ ઝીરોનો લક્ષ્યાંક હાંસલ કરવા અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે કટીબદ્ધ છે. વન વિસ્તાર બહાર વૃક્ષ આવરણમાં વધારો કરવામાં આપણું રાજ્ય દેશમાં મોખરે છે. રાજ્યમાં વન કવચ હેઠળ મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણમાં ખૂબ જ સારી સફળતા મળેલ છે. ગુજરાત રાજ્યની અસ્મિતા એવા એશિયાઇ સિંહના સંવર્ધન માટે એક સમગ્ર અને સંકલિત કાર્યયોજના અમલમાં મૂકવામાં આવેલ છે.
-વનોના વિકાસ, સંરક્ષણ અને સંવર્ધનની કામગીરી માટે 655 કરોડ રૂપિયાની જોગવાઇ
-વન વિસ્તારની બહારના વિસ્તારોમાં સામાજિક વનીકરણને વેગવંતુ બનાવવા માટે 563 કરોડની જોગવાઇ
-વન્યપ્રાણીની વ્યવસ્થા અને વિકાસ માટે 416 કરોડની જોગવાઇ.
-વળતર વનીકરણ તેમજ અન્ય વન વિકાસલક્ષી કામગીરીઓ માટે 372 કરોડની જોગવાઇ.
-વનોની ગીચતા વધારવા ટકાઉ વન વ્યવસ્થાપન માટે JICA પ્રોજેકટ હેઠળ 225 કરોડ રૂપિયાની જોગવાઇ.
-હરિત વન પથ યોજના તેમજ મોટા રોપાઓ દ્વારા વૃક્ષારોપણ માટે 90 કરોડ રૂપિયાની જોગવાઇ.
- શહેરી વિસ્તારને સુશોભિત કરી હરિયાળુ બનાવવા વન કવચ મોડલ દ્વારા વાવેતર કરવા 50 કરોડની જોગવાઇ.
- રેલ્વે ટ્રેક પર થતા સિંહના અકસ્માત નિવારવા તથા દક્ષિણ ગુજરાતમાં થતા વન્યપ્રાણી-માનવ વચ્ચે ઘર્ષણ ઘટાડવા કમાન્ડ એન્ડ કંટ્રોલ યુનિટની સ્થાપના કરવામાં આવશે. જે માટે 40 કરોડ રૂપિયાની જોગવાઇ.
શહેરી-ગૃહ નિર્માણ વિભાગ માટે 30,325 કરોડ રૂપિયા
બજેટમાં આદિજાતિ વિકાસ માટે 5,120 કરોડ રૂપિયાની, શહેરી-ગૃહ નિર્માણ વિભાગ માટે 30,325 કરોડ રૂપિયા, પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 13,772 કરોડ રૂપિયા, નર્મદા, જળસંપતિ, પાણી પૂરવઠા અને કલ્પસર વિભાગ માટે 25,642 કરોડ રૂપિયા, ભાડભૂત બેરેજ યોજના માટે 876 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઇ હતી. 1450 ડિલક્સ અને 450 મીડી બસ એમ કુલ 1850 નવી બસ, 200 પ્રીમિયમ એસી બસો અને 10 કાર વાન મુકાશે. એસટી બસના અકસ્માત નિવારવા માટે ઓડિયો-વીડિયો એલર્ટ સિસ્ટમ ગોઠવાશે
ઉઘોગ અને ખાણ વિભાગ માટે 11706 કરોડ રૂપિયાની જોગવાઈ
બંદરો અને વાહન વિભાગ માટે 4283 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઇ હતી. વિદ્યા અને પ્રોધ્યોગીકી વિભાગ માટે 2535 કરોડ રૂપિયા, ઉઘોગ અને ખાણ વિભાગ માટે 11706 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઇ હતી. પ્રવાસન યાત્રાધામ માટે 2748 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઇ હતી.
યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે 2,748 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા
નવલખી અને મગદલ્લા બંદર માટે 250 કરોડ રૂપિયા, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે 2,748 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. માછીમારો માટે માળખાકીય સુવિધા ઉભી કરાશે. તમામ જિલ્લાઓમાં પ્રવાસ વિકાસ સોસાયટીની સ્થાપના કરાશે. દાહોદમાં નવું ગ્રીન ફિલ્ડ એરપોર્ટ વિકસાવાશે. પોરબંદર, ભાવનગર, સુરત એરપોર્ટના વિસ્તરણ માટે 210 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઇ હતી. પારસી સર્કિટ, ક્રૂઝ ટુરિઝમ, બીચ હોટલ્સ માટે 50 કરોડની જોગવાઈ રજૂ કરાઇ હતી. નાના શહેરોને મોટા શહેરોનો હવાઈ માર્ગે જોડવા 45 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
