Delhi CM oath ceremony: PM મોદીની હાજરીમાં રેખા ગુપ્તાએ લીધા CM પદના શપથ
Delhi CM oath ceremony: PM મોદીની હાજરીમાં રેખા ગુપ્તાએ લીધા CM પદના શપથ
રેખા ગુપ્તાએ દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ રેખા ગુપ્તાને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા. આ સાથે, દિલ્હીમાં નવી સરકારની રચના થઈ ગઈ છે.
દિલ્હીના નામાંકિત મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ રામલીલા મેદાનમાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ સાથે મુલાકાત કરી. રામલીલા મેદાનમાં રેખા ગુપ્તા અને ભાજપ નેતા પરવેશ સાહિબ સિંહ એકબીજાને અભિનંદન આપતા જોવા મળ્યા. પરવેશ સાહિબ સિંહ પણ આજે તેમના મંત્રી પરિષદના સભ્ય તરીકે શપથ લેશે.





















