શોધખોળ કરો

Gujarat Budget 2025: EV ચાર્જિંગ, ખેડૂતોને દિવસે વીજળી સહિત બજેટમાં કરવામાં આવી અનેક જાહેરાતો

Gujarat Budget 2025: આજે એટલે કે, 20 ફેબ્રુઆરીના રોજ રાજ્યનું વર્ષ 2025-26નું રૂપિયા 3,70,250 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી કનુ દેસાઈએ આજે ગુજરાતનું સતત ચોથીવાર બજેટ રજૂ કર્યું છે.

Gujarat Budget 2025: આજે એટલે કે, 20 ફેબ્રુઆરીના રોજ રાજ્યનું વર્ષ 2025-26નું રૂપિયા 3,70,250 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી કનુ દેસાઈ આજે ગુજરાતનું સતત ચોથીવાર બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં ગુજરાત સરકારે શ્રમ,મહિલા, વિદ્યાથી રોજગાર તેમજ ગ્રામ્ય અને શહેર વિકાસ  માટે અનેક જાહેરાત કરવામાં આવી છે. આજે બજેટમાં  ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ રુપિયા ૬૭૫૧ કરોડની જોગવાઇ કરવાની જાહેરાત નાણામંત્રી દ્વારા કરવામાં આવી છે.

  • નાણામંત્રીએ જણાવ્યું કે,  રિન્યુએબલ ઊર્જામાં નવીનતા, સમાવેશીતા અને ટકાઉપણાને પ્રોત્સાહન આપીને ઊર્જાની જરૂરિયાતોમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા અમારી સરકાર સતત પ્રયત્નશીલ છે. પી.એમ. સૂર્યઘર યોજનાના અમલીકરણમાં ગુજરાત ૪૦%ના યોગદાન સાથે સમગ્ર દેશમાં અગ્રેસર છે. 
  • ગ્લોબલ RE ઇન્‍વેસ્ટ સમિટ-૨૦૨૪માં રાજ્યને રિન્યુએબલ પાવર ક્ષમતા પ્રાપ્ત કરવાની મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવા બદલ અલગ અલગ કેટેગરીમાં હાઇએસ્ટ અચિવર સ્ટેટ તરીકેનો પુરસ્કાર મળેલ છે. જે સાબિત કરે છે કે ગુજરાતે પુન:પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે.
  • ખેડૂતોને દિવસે વીજળી આપવાની કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ₹૨૧૭૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 
  • આદિજાતિ તથા અન્ય વિસ્તારોમાં નવા કૃષિ વિષયક વીજ જોડાણો આપવા માટે ₹૯૮૭ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 
  • સાગરખેડુ સર્વાંગી વિકાસ યોજના હેઠળ નવા કૃષિ વિષયક વીજ જોડાણો આપવા માટે ₹૧૩૨ કરોડ અને નવા સબ સ્ટેશનો સ્થાપવા માટે ₹૨૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 
  • રાજ્યમાં ઈલેક્ટ્રિક વ્હિકલ(EV) ચાર્જીંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓના વિકાસ માટે ₹૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 
  • રિવેમ્પ્ડ ડિસ્ટ્રીબ્યુશન સ્કીમ અંતર્ગત વીજ વિતરણ વ્યવસ્થાના સુદ્રઢીકરણ માટે માળખાકીય સુવિધાઓના અપગ્રેડેશન અને સ્માર્ટ મીટરની યોજના માટે ₹૯૩૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 
  • આદિજાતિ વિસ્તારોમાં નવા સબ-સ્ટેશનો સ્થાપવા માટે ₹૧૬૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 
  • મોર્ડન ટેકનોલોજીનો ઉપયોગ કરી સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજળી પૂરી પાડવા વનબંધુ કલ્યાણ યોજના-૨ હેઠળ ₹૨૪૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
  • પી.એમ. કુસુમ યોજના અંતર્ગત સ્ટેન્ડ અલોન-ઓફ ગ્રીડ સોલાર પાવર એગ્રીકલ્ચર પંપ પૂરા પાડવા માટે ₹૧૦૩ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 
  • દરિયાકાંઠાના વિસ્તારોમાં આપત્તિ પ્રતિરોધક વીજ માળખું ઊભું કરવા ₹૧૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
  • હયાત ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્કમાં રૂપાંતર કરવા માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 
  • ગુજરાતમાં એનર્જી સ્ટોરેજ અને પંપ સ્ટોરેજ પ્રોજેક્ટ માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 
  • રસ્તાઓના વિસ્તૃતિકરણ અથવા રસ્તાઓ પર અડચણરૂપ હયાત ટ્રાન્સમિશન લાઇન અને સંલગ્ન વીજ માળખાનું શિફટીંગ/રિપ્લેસમેન્ટ કરવા માટે ₹૯૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
  • વીજળીની સલામતી અંગે જાગૃતિ ફેલાવવા, ગ્રીન એનર્જી ડેટા સેન્ટરના વિકાસ, એનર્જી ટ્રાન્ઝિશન અને ગ્રીન જોબ્સ માટે ક્ષમતા વિકાસ, પાયલટ પ્રોજેક્ટ, શક્યતા અધ્યયન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે ₹૨૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
  • ગુજરાતમાં ગ્રીન ફીડર્સ પાયલટ પ્રોજેક્ટ માટે, ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ સ્થાપવા અર્થે અનુકૂળ સ્થળો માટે પ્રાથમિક પરીક્ષણ હાથ ધરવા, રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન માટે કોમન ટ્રાન્સમિશન કોરીડોર તથા બાયો-ફ્યુઅલ ઉદ્યોગના વિકાસ માટે ₹૪ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણ વિરુદ્ધ ઈન્ડિયા ગેટ પર વિરોધ પ્રદર્શન, અનેકની અટકાયત, રાહુલ ગાંધીએ કહ્યું- 'સ્વચ્છ હવા અધિકાર'
Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણ વિરુદ્ધ ઈન્ડિયા ગેટ પર વિરોધ પ્રદર્શન, અનેકની અટકાયત, રાહુલ ગાંધીએ કહ્યું- 'સ્વચ્છ હવા અધિકાર'
રાજ્યમાં વધ્યું ઠંડીનું જોર, છ શહેરોમાં 16 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું
રાજ્યમાં વધ્યું ઠંડીનું જોર, છ શહેરોમાં 16 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું
Fastest Fifty: ભારતીય બેટ્સમેને તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, 11 બોલમાં ફટકારી અડધી સદી
Fastest Fifty: ભારતીય બેટ્સમેને તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, 11 બોલમાં ફટકારી અડધી સદી
BBCએ ચલાવી હતી ડોનાલ્ડ ટ્રમ્પની એડિટેડ સ્પીચ, ડાયરેક્ટર અને ન્યૂઝ CEOએ છોડવું પડ્યું પદ
BBCએ ચલાવી હતી ડોનાલ્ડ ટ્રમ્પની એડિટેડ સ્પીચ, ડાયરેક્ટર અને ન્યૂઝ CEOએ છોડવું પડ્યું પદ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે જાય છે શહેર?
Hun To Bolish : હું તો બોલીશ : નકલી પોલીસનો અસલી પડકાર!
Dabhoi APMC Election : ડભોઈ APMCની ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું, કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા
Rajkot Ahir Samaj : આહીર સમાજનો મોટો નિર્ણય, લગ્નમાં 2 તોલા જ સોનું ચઢાવાશે, પ્રિ-વેડિંગ બંધ
Kuvarji Halpati : પોતાના નામે ઉઘરાણું કરાયાનો ધારાસભ્ય કુંવરજી હળવતિનો ખુલાસો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણ વિરુદ્ધ ઈન્ડિયા ગેટ પર વિરોધ પ્રદર્શન, અનેકની અટકાયત, રાહુલ ગાંધીએ કહ્યું- 'સ્વચ્છ હવા અધિકાર'
Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણ વિરુદ્ધ ઈન્ડિયા ગેટ પર વિરોધ પ્રદર્શન, અનેકની અટકાયત, રાહુલ ગાંધીએ કહ્યું- 'સ્વચ્છ હવા અધિકાર'
રાજ્યમાં વધ્યું ઠંડીનું જોર, છ શહેરોમાં 16 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું
રાજ્યમાં વધ્યું ઠંડીનું જોર, છ શહેરોમાં 16 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું
Fastest Fifty: ભારતીય બેટ્સમેને તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, 11 બોલમાં ફટકારી અડધી સદી
Fastest Fifty: ભારતીય બેટ્સમેને તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, 11 બોલમાં ફટકારી અડધી સદી
BBCએ ચલાવી હતી ડોનાલ્ડ ટ્રમ્પની એડિટેડ સ્પીચ, ડાયરેક્ટર અને ન્યૂઝ CEOએ છોડવું પડ્યું પદ
BBCએ ચલાવી હતી ડોનાલ્ડ ટ્રમ્પની એડિટેડ સ્પીચ, ડાયરેક્ટર અને ન્યૂઝ CEOએ છોડવું પડ્યું પદ
Today Horoscope: સિંહ, કન્યા, તુલા અને વૃશ્વિક રાશિના જાતકો માટે આજનો દિવસ છે ખૂબ ખાસ 
Today Horoscope: સિંહ, કન્યા, તુલા અને વૃશ્વિક રાશિના જાતકો માટે આજનો દિવસ છે ખૂબ ખાસ 
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
'મુસ્લિમો અને ખ્રિસ્તીઓ આવી શકે છે, પણ...' RSSમાં જોડાવા અંગે મોહન ભાગવતનું મોટું નિવેદન
'મુસ્લિમો અને ખ્રિસ્તીઓ આવી શકે છે, પણ...' RSSમાં જોડાવા અંગે મોહન ભાગવતનું મોટું નિવેદન
New Aadhaar App: 140 કરોડ ભારતીયોને ભેટ, નવી આધાર એપ કરાઈ લોન્ચ, જાણી લો તેના ફાયદાઓ
New Aadhaar App: 140 કરોડ ભારતીયોને ભેટ, નવી આધાર એપ કરાઈ લોન્ચ, જાણી લો તેના ફાયદાઓ
Embed widget