Gujarat Budget: હવે ઘરના ઘરનું સપનુ થશે સાકાર, બજેટમાં સરકારે કરી મોટી જાહેરાત
Gujarat Budget: આ ઉપરાંત 41 લાખ વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પાહાર યોજનાનો લાભ મળશે. મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પાહાર યોજના માટે 617 કરોડ, શિક્ષણ વિભાગ માટે 59 હજાર 999 કરોડની જોગવાઈ કરવામાં આવી.

Gujarat Budget: નાણા મંત્રી કનુ દેસાઇ ગૃહમાં બજેટ રજુ કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, ગરીબ અને વંચિતોના વિકાસ માટે સરકાર આવાસ, અન્નસુરક્ષા, પોષણ વગેરેને અગ્રિમતા આપે છે. આ બજેટમાં “ઘરનું ઘર” સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગરીબો માટે ૩ લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે. પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ), ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓમાં હાલની ₹૧ લાખ ૨૦ હજારની સહાયમાં મકાનદીઠ ₹૫૦ હજારના માતબર વધારા સાથે ₹૧ લાખ ૭૦ હજાર કરવાની જાહેરાત કરું છું.
શ્રમ-કૌશલ્ય અને રોજગાર વિભાગ માટે 2,782 કરોડની જોગવાઈ
શ્રમ-કૌશલ્ય અને રોજગાર વિભાગ માટે 2,782 કરોડની જોગવાઈ, આરોગ્ય અને પરિવહન-કલ્યાણ વિભાગ માટે 23,385 કરોડની જોગવાઈ, સામાજિક ન્યાય, અધિકારીતા વિભાગ માટે 6,807 કરોડની જોગવાઈ, મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 7,668 કરોડની જોગવાઈ, અન્ન-નાગરિક અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે 2,712 કરોડની જોગવાઈ, રમત-ગમત, યુવા-સાંસ્કૃતિક પ્રવૃતિના વિભાગ માટે 1,093 કરોડની જોગવાઈ, માર્ગ-મકાન વિભાગ માટે 24,705 કરોડ રૂપિયાની જોગવાઈ, આદિજાતિ વિકાસ માટે 5,120 કરોડ રૂપિયાની જોગવાઈ, શહેરી-ગૃહ નિર્માણ વિભાગ માટે 30,325 કરોડ રૂપિયાની જોગવાઈ, પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 13,772 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઇ હતી.
41 લાખ વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પાહાર યોજનાનો લાભ મળશે
41 લાખ વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પાહાર યોજનાનો લાભ મળશે. મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પાહાર યોજના માટે 617 કરોડ, શિક્ષણ વિભાગ માટે 59 હજાર 999 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી.
“મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના” માટે 200 કરોડ રૂપિયાની જોગવાઇ
શ્રમિકોને નજીવા દરે ભોજન મળી રહે તે હેતુથી “શ્રમિક અન્નપૂર્ણા યોજના” હેઠળ 290 કેન્દ્રો કાર્યરત છે. જરૂરિયાત પ્રમાણે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ ઔધોગિક વિસ્તારમાં અને બાંધકામ વિસ્તારમાં વધારવામાં આવશે. શ્રમિકોને કામના સ્થળની નજીક પાયાની સુવિધાઓ સાથે રહેઠાણની વ્યવસ્થા મળી રહે તે હેતુથી “મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના” માટે 200 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.
VIDEO | Ahead of presenting his fourth budget, Gujarat’s Finance Minister Kanubhai Desai addressed the media, emphasizing the continued success of the Gujarat model under the leadership of Honorable Prime Minister Narendra Modi. He highlighted how the state's economic policies… pic.twitter.com/B51wgU5wZC
— Press Trust of India (@PTI_News) February 20, 2025
આ પણ વાંચો.....
UP Budget 2025: બજેટમાં મોટું એલાન, સ્કૂલની છોકરીઓને સ્કૂટી અને 50 લાખ સ્માર્ટફોન-ટેબલેટ આપવાનું એલાન
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
