શોધખોળ કરો
Advertisement
SCની ફટકાર બાદ વોડાફોન-આઇડિયાએ 2,500 અને TATAએ 2,190 કરોડ રૂપિયાની કરી ચુકવણી, જાણો વિગત
સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ સરકારે ટેલિકોમ કંપનીઓ સામે એજીઆરની બાકી રકમ માટે કડક વલણ અપનાવ્યું છે.
નવી દિલ્હીઃ વોડાફોન-આઈડિયા અને ટાટા ગ્રુપે સોમવારે AGRની બાકી રકમમાંથી કેટલાક રૂપિયાની સરકારને ચુકવણી કરી હતી. વોડાફોન-આઈડિયાએ 2500 કરોડ રૂપિયા અને ટાટા ગ્રુપે 2190 કરોડ રૂપિયા જમા કરાવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ સરકારે ટેલિકોમ કંપનીઓ સામે એજીઆરની બાકી રકમ માટે કડક વલણ અપનાવ્યું છે. વોડાફોન-આઈડિયાએ સીને મોકલેલા લેટરમાં જણાવ્યું કે, ટેલિકોમ ડિપાર્ટમેન્ટની બાકી રકમ માટે 2500 કરોડ રૂપિયા ચુકવવા સોમવારે મંજૂરી આપી દીધી છે અને ચાલુ સપ્તાહના અંત સુધીમાં બીજા 1,000 કરોડ રૂપિયાની ચુકવણી કરશે. ભારતી એરટેલે પણ 10,000 કરોડ રૂપિયાની ચુકવણી કરવી હોવાનું જાણવા મળ્યું છે.
કંપનીઓએ એજીઆરની બાકી રકમ ચૂકવવા માટે 10 વર્ષનો સમય માંગ્યો હતો. સુપ્રીમ કોર્ટે ઓક્ટોબર, 2019માં સરકાર દ્વારા ટેલિકોમ કંપનીઓ પાસેથી મળનારી રેવન્યૂ પર માંગવામાં આવતા ખર્ચને યોગ્ય ગણાવ્યો હતો. ચૂકવણીમાં વિલંબ પર સુપ્રીમ કોર્ટે આદેશનું પાલન ન કરવા પર ટેલિકોમ કંપનીઓને ફટકાર લગાવી હતી અને અવમાનનાની નોટિસ જાહેર કરી હતી.Vodafone Idea Ltd: To comply with SC orders regarding AGR (Adjusted Gross Revenue) dues, the Board of Directors has authorised the Company to pay to Dept of Telecommunications a portion of dues based on AGR; Rs 2,500 crores today & Rs 1,000 crores before the end of the week. pic.twitter.com/epKhZ43jed
— ANI (@ANI) February 17, 2020
Piaggio એ એપ્રિલિયા એસએક્સઆર 160 ફ્યુચરિસ્ટિક પ્રીમિયમ સ્કૂટર તથા વેસ્પા ઈલેટ્ટ્રિકાનું પ્રોડક્શન વર્ઝન રજૂ કર્યું, જાણો કેવા છે ફીચર્સ ન્યૂઝીલેન્ડના આ ક્રિકેટરે કહ્યું, હું ભારતીય ક્રિકેટરોને ઘણો આદર આપું છું કારણકે...... ICC T-20 રેન્કિંગ થયું જાહેર, કોહલીને લાગ્યો મોટો ફટકો, જાણો કેટલામાં ક્રમે પહોંચ્યોTata Teleservices Limited (TTL) and Tata Teleservices (Maharashtra) Limited (TTML) today made a payment of Rs 2,197 Crores to the Department of Telecommunications (DoT) towards AGR (adjusted gross revenue) dues.
— ANI (@ANI) February 17, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement