શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Piaggio એ એપ્રિલિયા SXR 160 ફ્યુચરિસ્ટિક પ્રીમિયમ સ્કૂટર તથા વેસ્પા ઈલેટ્ટ્રિકાનું પ્રોડક્શન વર્ઝન રજૂ કર્યું, જાણો કેવા છે ફીચર્સ
એસએક્સઆર 160, લાલ, બ્લુ, વ્હાઈટ તથા બ્લેક એમ ચાર આકર્ષક રંગોમાં ઉપલબ્ધ બનશે, એસએક્સઆર 160નું બૂકિંગ ઓગસ્ટ, 2020થી શરૂ થશે.
અમદાવાદઃ ભારતમાં ક્રોસમેક્સ ડીઝાઈન કેટેગરી સાથે નવો ટ્રેન્ડ સ્થાપવાના હેતુથી પિઆજીઓ ઈન્ડિયાએ નવા યુગની ટેક્નોલોજી સાથે ભારતના તેના મહામૂલા વિશિષ્ટ ગ્રાહકો માટે એપ્રિલિયા એસએક્સઆર 160 રજૂ કર્યું હતું. તેનું ઉત્પાદન પિઆજીઓની બારામતિ ખાતે આવેલી ફેક્ટરીમાં કરવામાં આવશે અને તેનું કમર્શિયલ લોન્ચ 2020ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં કરવામાં આવશે. તાજેતરમાં ગ્રેટર નોયડામાં યોજાયેલા ઓટો એક્સપો 2020માં પિઆજીઓએ ઈલેકટ્રિક પરિવહનને પ્રોત્સાહન આપવાના તેના અભિગમને આગળ ધપાવતા ભારત માટે ડીઝાઈન કરાનારા વેસ્પા ઈલેક્ટ્રિકાના યુરોપીયન વર્ઝનને પણ રજૂ કર્યું હતું, જેનું ઉત્પાદન પણ ભારતમાં કરવામાં આવશે.
ટુ વ્હીલર ક્ષેત્રમાં નવા માપદંડ કરશે સ્થાપિત
એપ્રિલિયાની ‘ડિઝાઈન્ડ ફોર રેસર્સ, બિલ્ટ ફોર રાઈડર્સ’ની ફિલસૂફીને કેન્દ્રમાં રાખીને તૈયાર કરાયેલું એપ્રિલિયાનું નવું એસએક્સઆર 160 ક્રોસમેક્સ ડીઝાઈન સ્ટાઈલિંગ, સ્પોર્ટિ દેખાવ, ફન રાઈડિંગ, અનુકૂળ બનાવટ તથા આરામદાયકતાનું શ્રેષ્ઠ મિશ્રણ છે. એપ્રિલિયા એસએક્સઆર 160ની ડીઝાઈન ઈટાલીમાં તૈયાર કરાઈ છે અને તે પ્રભાવશાળી દેખાવ અને એરોડાયનેમિક ડીઝાઈન ધરાવે છે. તેની નાવિન્યપૂર્ણ ક્રોસમેક્સ ડીઝાઈન તદ્દન અનોખી હોવાથી તે ભારતીય પ્રીમિયમ ટુ-વ્હીલર ક્ષેત્રમાં નવો માપદંડ સ્થાપિત કરી ભવિષ્યના ટ્રેન્ડને આગળ ધપાવશે.
કેવા છે ફીચર્સ
સંપૂર્ણ નવી એપ્રિલિયા એસએક્સઆર 160 3વી ટેક એફઆઈ એન્જિન ટેક્નોલોજી ધરાવતી તદ્દન નવી 160 સીસી બીએસ6 અને 125 સીસી બીએસ6 વિકલ્પોમાં ઉપલબ્ધ બનશે. જેમાં ડેટાઈમ આઈલાઈન પોઝિશન લેમ્પ્સ સહિત એલઈડી ટ્વિન હેડ અને ટેઈલ લાઈટ્સ ટેક્નોલોજી, મોટો અંડર સ્ટોરેજ એરિયા તથા સ્પ્લિટ ગ્લોવ બોક્સ તથા આગળના ભાગમાં યુએસબી ચાર્જિંગ, ઈન્ટિગ્રેટેડ ડાર્ક ફ્લાઈંગ સ્ક્રીન, રેઈઝ્ડ કન્વિનિયન્ટ સ્ટીયરિંગ હેન્ડલ બાર, 210 Cm^2નું માઈલેજ ઈન્ડિકેટર સહિતનું મોટું મલ્ટિફંક્શન ઓલ ડિજિટલ ક્લસ્ટર, એન્ટિ-બ્રેકિંગ સિસ્ટમ અને ડિસ્ક બ્રેક, વાઈડ પેટર્ન ટાયર્સ સાથે 12 ઈન્ચ, 5 સ્પોક પેટલ મશિન્ડ રિમ એલોય વ્હીલ્સ, ડાર્ક ક્રોમ એમ્બેલિશમેન્ટ્સ, સ્પોર્ટી અને આકર્ષક ક્રોમ ગાર્નિશ એક્ઝોસ્ટ જેવી ફીચર્સ આપવાં આવ્યા છે.
કેટલા કલરમાં મળશે અને ક્યારથી શરૂ થશે બુકિંગ
એસએક્સઆર 160, લાલ, બ્લુ, વ્હાઈટ તથા બ્લેક એમ ચાર આકર્ષક રંગોમાં ઉપલબ્ધ બનશે, આ ઉપરાંત ગ્રાહકો કનેક્ટિવિટી, મોબાઈલ ડોકિંગ સિસ્ટમ તથા એપ્રિલિયા હેલ્મેટ્સ તથા એપેરલ્સ જેવી એક્સેસરીઝ તથા મર્ચન્ડાઈઝમાંથી પોતાની પસંદગી કરી શકે છે. એસએક્સઆર 160નું બૂકિંગ ઓગસ્ટ, 2020થી શરૂ થશે. ઈલેક્ટ્રિક પરિવહન ક્ષેત્રે સમૃદ્ધ વારસો તથા સાતત્યપૂર્ણતાને કેન્દ્રમાં રાખતા પિઆજીઓ જૂથે વૈશ્વિક સ્તરે શહેરી નાગરિકો માટે સાતત્યપૂર્ણ અને જીવનલક્ષી ટેક્નોલોજીકલ ઉકેલો ઉપલબ્ધ બનાવ્યા છે. અહીં રજૂ કરાયેલ અને ઈટાલીમાં ઉત્પાદિત વેસ્પા ઈલેક્ટ્રિકેઓન, ઈલેક્ટ્રિક મોબિલિટી ક્ષેત્રે પિઆજીઓ જૂથના ટેક્નોલોજી સોલ્યુશનને રજૂ કરે છે.
કંપની માટે ભારત છે મહત્વનું બજાર
ભારતમાં ઈલેક્ટ્રિક પરિવહન તથા એપ્રિલિયા એસએક્સઆર 160ના ભાવિ અંગે પ્રકાશ નાખતા પિઆજીઓ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ ડિએજીઓ ગ્રાફીએ જણાવ્યું હતું કે ભારત હંમેશથી અમારા માટે એક મહત્વનું બજાર રહ્યું છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં અમે ભારતીય ગ્રાહકોની પસંદગીમાં આવેલું પરિવર્તન નોંધ્યું છે. જેને અનુલક્ષીને તમામ શ્રેણીના ગ્રાહકોની જરૂરિયાતને પૂર્ણ કરતી અમારી નવી પ્રોડક્ટ્સ એપ્રિલિયા એસએક્સઆર 160 લોન્ચ કરીને અમે ગર્વની લાગણી અનુભવીએ છીએ, જે આ શ્રેણીમાં નવા સિમાચિહ્નરૂપ બની રહેશે. ઈલેક્ટ્રિક ટુવ્હીલર ક્ષેત્રે ઝડપથી થઈ રહેલા બદલાવને ધ્યાનમાં રાખીને પિઆજીઓ ઈન્ડિયા ભારતના સ્થાનિક ગ્રાહકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સંશોધનાત્મક ઈલેક્ટ્રિક મોબિલિટી સોલ્યુશન રજૂ કરવાની દિશામાં આગળ વધી રહી છે. ભારતમાં ઈલેક્ટ્રિક પરિવહન ઉકેલો તૈયાર કરવા માટે અમે વિવિધ શક્યતાઓ ચકાસી રહ્યાં છીએ.
બીજા કયા મોડલો રજૂ કર્યા
આ ઉપરાંત પિઆજીઓ ઈન્ડિયાએ ઓટો એક્સપો 2020 લિમિટેડ એડિશન વેસ્પા રેસિંગ સિક્સટીઝ, વેસ્પા 2020 ફેસલિફ્ટ્સ- વેસ્પા રેડ, વેસ્પા એસએક્સએલ/ વીએક્સએલ ફેસલિફ્ટ, ડિસ્ક બ્રેક્સ સાથે એપ્રિલિયા એસઆર 160 તથા એપ્રિલિયા સ્ટોર્મ 125 પણ રજૂ કર્યા હતા.
ન્યૂઝીલેન્ડના આ ક્રિકેટરે કહ્યું, હું ભારતીય ક્રિકેટરોને ઘણો આદર આપું છું કારણકે......
ICC T-20 રેન્કિંગ થયું જાહેર, કોહલીને લાગ્યો મોટો ફટકો, જાણો કેટલામાં ક્રમે પહોંચ્યો
લ્યો બોલો, રાજકોટના ઝૂમાં બહારથી આવ્યો દીપડો ને હરણનું કર્યું મારણ, જાણો વિગતે
નિર્ભયા મામલોઃ દોષિતો સામે નવું ડેથ વોરંટ થયું જાહેર, આ દિવસે થશે ફાંસી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion