શોધખોળ કરો
ખેડૂતોને લઈને નાણા મંત્રી નિર્મલા સીતારમણે શું કહ્યું? જાણો વિગત
સીતારમણે કહ્યું ગામડા, ગરીબ અને ખેડૂત અમારી યોજનાના કેન્દ્રબિન્દુ છે અને આમના માટે સરકાર મોટા પગલા ભરી રહી છે. ગામ, ગરીબ અને ખેડૂતો પર ખાસ ફોક્સ રાખવામાં આવ્યું છે.

આ વખતે કેન્દ્રીય બજેટ નિર્મલા સીતારમણ રજૂ કરી રહ્યા છે. સીતારમણ સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરનાર પહેલા ફુલ ટાઈમ નાણાં મંત્રી છે. આ પહેલા ઈન્દિરા ગાંધી કેન્દ્રીય બજેટ પણ રજૂ કર્યું હતું. પરંતુ તેઓ ફુલ ટાઈમ નાણાં મંત્રી નહોતા. સીતારમણે કહ્યું ગામડા, ગરીબ અને ખેડૂત અમારી યોજનાના કેન્દ્રબિન્દુ છે અને આમના માટે સરકાર મોટા પગલા ભરી રહી છે. ગામ, ગરીબ અને ખેડૂતો પર ખાસ ફોક્સ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત સીતારમણે કહ્યું હતું કે, ખેડૂતોને પાકના પૂરતા ભાવ આપવા એ અમારી પહેલી પ્રાથમિકતા છે. સરકાર 2022 સુધીમાં 10,000નવા એફપીઓ બનાવશે.
વધુ વાંચો





















