શોધખોળ કરો

PF Account Interest: પીએફ એકાઉન્ટ્સમાં ક્યા મહિનામાં જમા થઇ શકે છે વ્યાજ, EPFOએ આપી મોટી જાણકારી

PF Account Interest: વાર્ષિક ધોરણે EPFO ​​નાણાકીય વર્ષના અંતે PF ખાતાધારકોના ખાતામાં વ્યાજ જમા કરવામાં આવે છે.

PF Account Interest:  ભારતમાં નોકરી કરતા દરેક વ્યક્તિ પાસે પીએફ એકાઉન્ટ છે. પીએફ એકાઉન્ટ ધારક EPFO ​​દ્વારા સંચાલિત થાય છે. PF એ ભવિષ્ય માટે ખૂબ જ સારી બચત યોજના છે. જેમાં દર મહિને પગારના 12 ટકા જમા થાય છે. આ સાથે એમ્પ્લોયર પણ આ યોજનામાં યોગદાન આપે છે. પીએફ ખાતામાં સરકાર દ્વારા વ્યાજની સારી રકમ પણ આપવામાં આવે છે.

વાર્ષિક ધોરણે EPFO ​​નાણાકીય વર્ષના અંતે PF ખાતાધારકોના ખાતામાં વ્યાજ જમા કરવામાં આવે છે. આ વર્ષે પણ પીએફ ખાતાધારકો તેમના ખાતામાં વ્યાજના નાણાંની રાહ જોઈ રહ્યા છે. ઈપીએફઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સરકાર ટૂંક સમયમાં જ વ્યાજના પૈસા પીએફ ખાતામાં મોકલી શકે છે.

વ્યાજના પૈસા જૂલાઈમાં આવી શકે છે

પીએફ ખાતાધારકો તેમના ખાતામાં વ્યાજના નાણાંની રાહ જોઈ રહ્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO ​​એ આ અંગે એક મોટું અપડેટ આપ્યું છે. આ સંબંધમાં અપડેટ આપતા EPFOએ કહ્યું છે કે જૂલાઈ મહિના સુધી PF ખાતાધારકોના ખાતામાં વ્યાજની રકમ મોકલવામાં આવી શકે છે.

જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ ટૂંક સમયમાં નાણા મંત્રાલય દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવી શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે આ વર્ષે ફેબ્રુઆરીમાં નાણાકીય વર્ષ 2024 માટે 8.25 ટકા મંજૂર કરી છે. હવે પીએફ ખાતાધારકોની રાહ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે.

પૈસા આવ્યા કે નહીં તે કેવી રીતે જાણી શકાય?

જો તમે ઇચ્છો તો તમે EPFOના સત્તાવાર પોર્ટલ દ્વારા તમારી પાસબુક ચેક કરી શકો છો. વ્યાજના પૈસા તમારા ખાતામાં આવ્યા છે કે નહીં. જો તમે ઇચ્છો તો તમે ખાતામાં તમારા રજિસ્ટર્ડ નંબર પરથી 011-22901406 અથવા 9966044425 પર મિસ્ડ કોલ આપીને તમારા પીએફ એકાઉન્ટમાં બેલેન્સ પણ ચેક કરી શકો છો. આ સાથે તમે રજિસ્ટર્ડ નંબર પરથી AN EPFOHO ENG ટાઈપ કરીને અને આ નંબર 7738299899 પર મેસેજ મોકલીને બેલેન્સ પણ જાણી શકો છો.

EPFO પોર્ટલ પરથી તમારું બેલેન્સ ચેક કરવા માટે સૌથી પહેલા તમારે સત્તાવાર વેબસાઇટ https://www.epfindia.gov.in/site_en/index.php પર જવું પડશે. આ પછી તમારે તમારો UAN નંબર અને પાસવર્ડ નાખવો પડશે અને કેપ્ચા ભરવો પડશે. આ પછી હોમ પેજ પર દેખાતા Our Services  ટેબ પર ક્લિક કરો. ત્યાં કર્મચારીઓ માટે ડ્રોપ-ડાઉન મેન્યૂ for employees વિકલ્પ પસંદ કરો. આ પછી member passbookના વિકલ્પ પર ક્લિક કરો તમને EPF બેલેન્સ દેખાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
Embed widget