શોધખોળ કરો

Yes બેન્કને મળી રાહત, લોકોએ ઝટકામાં કરી 2700 કરોડ રૂપિયાની કમાણી

આર્થિક સંકટમાં ઘેરાયેલી યસ બેન્કના શેરમાં આવેલી આ તેજીને મહત્વની માનવામાં આવી રહી છે

નવી દિલ્હીઃ પ્રાઇવેટ સેક્ટરની યસ બેન્ક હાલના દિવસોમાં ચર્ચામાં છે. વાસ્તવમાં છેલ્લા કેટલાક દિવસથી યસ બેન્કોના શેરની કિંમત સતત ઘટાડો થઇ રહ્યો છે. પરંતુ ગુરુવારે અચાનક યસ બેન્કના શેરમાં 30 ટકાનો વધારો થયો હતો. આર્થિક સંકટમાં ઘેરાયેલી યસ બેન્કના શેરમાં આવેલી આ તેજીને મહત્વની માનવામાં આવી રહી છે. એવામાં સવાલ એ છે કે આખરે ગુરુવારે એવું તો શું થયું જે યસ બેન્કના શેરમાં આટલી મોટી તેજી આવી હતી. લગભગ 15 વર્ષ અગાઉ શરૂ થયેલી યસ બેન્કમાં જે લોકોએ પણ પૈસા લગાવ્યા હતા તેમને ફક્ત 13 મહિનાની અંદર 90 ટકાથી વધુ નુકસાન થયુ છે. ઓગસ્ટ 2018માં યસ બેન્કના જે શેર 400 રૂપિયાથી વધુનો ભાવ પર વેચાઇ રહ્યો હતો તે ગયા મંગળવારે એટલે કે એક ઓક્ટોબરના રોજ ઘટીને 30 રૂપિયાના સ્તર પર આવી ગયો હતો. ગુરુવારે અચાનક યસ બેન્કના શેરમાં 30 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો. દિવસના અંતે યસ બેન્કના શેર લગભગ 33 ટકાના વધારા સાથે 42.55 રૂપિયાએ પહોંચીને બંધ થયો હતો. શેરમાં આવેલી તેજીના કારણે રોકાણકારોને 2700 કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો. આ સાથે યસ બેન્કની માર્કેટ કેપિટલ 10,851.66 કરોડ રૂપિયા પર પહોંચી ગઇ હતી. આ અગાઉ મંગળવારે યસ બેન્કની માર્કેટ કેપ 8161 કરોડ રૂપિયા પહોંચી ગઇ હતી. આ સાથે ફક્ત એક જ દિવસમાં યસ બેન્કને માર્કેટ કેપ લગભગ 2700 કરોડ રૂપિયાનો વધારો થયો હતો. વાસ્તવમાં સંકટનો સામનો કરી રહેલી યસ બેન્કને અશોક કપૂરના પરિવારને સમર્થન મળ્યું છે. યસ બેન્કને અશોક કપૂરના પરિવારનું સમર્થન મહત્વનું માનવામાં આવે છે. અશોક કપૂર યસ બેન્કના પ્રમોટર હતા. 26 નવેમ્બર 2008માં મુંબઇ આતંકી હુમલામાં તેમનું મોત થયુ હતું. ત્યારબાદ અશોકની પત્ની મધુ કપૂરે પોતાની દીકરીને બેન્કના બોર્ડમાં સામેલ કરવાની માંગ કરી હતી પરંતુ મધુ કપૂરની આ માંગ યસ બેન્કના ફાઉન્ડર રાણા કપૂરે ફગાવી દીધી ત્યારબાદ આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં

Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 

Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ

AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 

Junagadh: ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ

Embed widget