શોધખોળ કરો
Advertisement
આ પ્રાઈવેટ બેંકના સ્ટોકમાં આવી તોફાની તેજી, જાણો શું છે કારણ
યસ બેંકે હાલમાં જ સીનિયર મેનેજમેન્ટમાં 2 મોટા અધિકારીઓની નિમણૂંક કરી હતી.
નવી દિલ્હીઃ યસ બેંકના સ્ટોકમાં જોરદાર તેજી જોવા મળી છે. યસ બેંક આવતી કાલે ક્વાર્ટરલી પરિણામની જાહેરાત કરશે. આ પહેલા સ્ટોક આજે 10 ટકાની તેજી સાથે ટ્રેડ થઈ રહ્યો છે. હાલમાં શેર 9.5 ટકાની તેજી સાથે 102.45 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. 1 મહિનામાં યસ બેંકના સ્ટોકમાં આ સૌથી મોટી તેજી છે.
યસ બેંકે હાલમાં જ સીનિયર મેનેજમેન્ટમાં 2 મોટા અધિકારીઓની નિમણૂંક કરી હતી. જ્યારે બેંક સાથે જોડાયેલ અફવાઓને ફગાવી દીધી હતી. જાણકારો અનુસાર માર્કેટને લાગે છે કે બુધવારે યસ બેંક સારા પરિણામ જાહેર કરી શકે છે.
એક અહેવાલ અનુસાર બેંકને એક પીઈ ફર્મ તરફતી ફંડિગ મળવાનું છે. જોકે બેંકે આ અહેવાલને ફગાવી દીધા છે. અહેવાલ અનુસાર બેંક 17 જુલાઈના રોજ તેના પરિણામ દરમિયાન તેની જાહેરાત કરી શકે છે.
કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઈક્વિટીઝના અહેવાલ અનુસાર બેંકને નાણાંકીય વર્ષ 2019ના પ્રથમ ક્વાર્ટરમાં 578.6 કરોડ રૂપિયાની ખોટ નોંધાવી શકે છે. બેંકે વિતેલા ક્વાર્ટરમાં 1506.6 કરોડ રૂપિયાની ખોટ દર્શાવી હતી.
બ્રોકરેજ ફર્મ અનુસાર, લોન ગ્રોથ પણ વાર્ષિક ધોરણે ઘટીને 8 ટકા અને માસિક ધોરણે ઘટીને 4 ટકા રહી શકે છે. બેંકના પરિણામ દરમિયાન બધાની નજર સીઈઓ રવનીત ગિલની કોમેન્ટ્રી પર રહેશે. કોટકના અહેવાલ અનુસાર આવક 56 ટકા અને ટ્રેઝરી ઇનકમ 52 ટકા ઘટી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement