Delhi Pollution: પ્રદૂષણ પર કોર્ટની ઝાટકણી બાદ એકશનમાં સરકાર, પર્યાવરણ મંત્રી સાથે ઇમરજન્સી બેઠક
દિલ્લીમાં હવાના પ્રદૂષણના મુદ્દે મંથન ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકારે આજે સવારે 10 વાગ્યે પર્યાવરણ મંત્રાલયમાં કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટની બેઠક બોલાવી છે.
દિલ્હી પ્રદૂષણ: દિલ્લીમાં હવાના પ્રદૂષણના મુદ્દે મંથન ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકારે આજે સવારે 10 વાગ્યે પર્યાવરણ મંત્રાલયમાં કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટની બેઠક બોલાવી છે.
દિલ્લીમાં હવાના પ્રદૂષણના મુદ્દે મંથન ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકારે આજે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટની બેઠક બોલાવી છે. આજે સવારે 10 વાગ્યે પર્યાવરણ મંત્રાલયમાં યોજાનારી સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ આ બેઠક બોલાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ આયોગના અધ્યક્ષ એમએમ કુટ્ટી અને પર્યાવરણ સચિવ આરપી ગુપ્તાની હાજરીમાં આ બેઠક યોજાશે. આ બેઠકમાં ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા અને પંજાબના પર્યાવરણ મંત્રાલય સાથે જોડાયેલા અધિકારીઓ પણ ભાગ લેશે. સાથે જ બુધવારે સુપ્રીમ કોર્ટમાં થનારી સુનાવણી પહેલા પ્રદૂષણને રોકવા માટેની રણનીતિ તૈયાર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, સોમવારે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે વિદેશ પ્રવાસથી પરત ફરતા એક ઈમરજન્સી બેઠક યોજી હતી જે એક કલાક સુધી ચાલી હતી.
પ્રદૂષણ મુદ્દે નક્કર પગલાં લો - સુપ્રીમ કોર્ટ
આ બેઠકમાં તેમણે પર્યાવરણ મંત્રાલયના ટોચના અધિકારીઓ સાથે દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ પર પ્રતિક્રિયા લીધી હતી. ઉલ્લેખનિય છે કે, દિલ્હી-એનસીઆર પ્રદૂષણ કેસની સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર અને રાજ્યોને મંગળવાર સાંજ સુધીમાં કેટલાક નક્કર પગલાં લેવાની ચેતવણી આપી હતી.
કોર્ટે સુનાવણી દરમિયાન, 3 જજોની બેન્ચે ખાસ કરીને દિલ્હી સરકારને આડે હાથ લીધી. કોર્ટે કહ્યું કે, દિલ્હી સરકારનો પ્રયાસ માત્ર દોષનો ટોપલો અન્ય લોકો પર નાખવાનો છે. પ્રદૂષણ માટે માત્ર સળગતી પરાળને જ જવાબદાર ન ગણી શકાય. કોર્ટે લોકડાઉનના પણ નિર્દેશ આપ્યાં હતા.