નોર્થ ઇસ્ટ ડેરી એન્ડ ફૂડ્સ લિમિટેડની પ્રથમ બૉર્ડ બેઠક યોજાઇ, એનડીડીબીના ચેરમેનની ઉપસ્થિતિમાં આ મુદ્દે થયું મંથન
ગુવાહટીમાં સંયુક્ત ઉદ્યમ કંપની નોર્થ ઇસ્ટ ડેરી એન્ડ ફૂડ્સ લિમિટેડની પ્રથમ બૉર્ડ મીટિંગમાં યોજાઇ હતી જેમાં એનડીડીબીના ચેરમેન અને અસમ રાજ્યના સહકાર મંત્રી હાજર રહ્યાં હતા. કેટલાક મહત્વપૂર્ણ મુદ્દે ચર્ચાં થઇ હતી.
આણંદ:ગુવાહટીમાં સંયુક્ત ઉદ્યમ કંપની નોર્થ ઇસ્ટ ડેરી એન્ડ ફૂડ્સ લિમિટેડની પ્રથમ બૉર્ડ મીટિંગમાં યોજાઇ હતી જેમાં એનડીડીબીના ચેરમેન અને અસમ રાજ્યના સહકાર મંત્રી હાજર રહ્યાં હતા.
09 ફેબ્રુઆરી, 2023, આણંદઃ એનડીડીબી અને અસમ સરકાર વચ્ચેની સંયુક્ત ઉદ્યમકંપની નોર્થ ઇસ્ટ ડેરી એન્ડ ફૂડ્સ લિમિટેડની પ્રથમ બૉર્ડ મીટિંગ ગોવાહટીમાં યોજાઇ હતી.
આ બોર્ડ મિટિંગ 8 ફેબ્રુઆરી, 2023ના રોજ ગુવાહાટીમાં સહકાર મંત્રી શ્રીમતી નંદિતા ગોરલોસાની અધ્યક્ષતા હેઠળ ગુવાહાટીમાં યોજાઈ હતી. એનડીડીબીના ચેરમેન મીનેશ શાહ તથા અસમ સરકાર અને એનડીડીબીમાંથી બૉર્ડના અન્ય સભ્યોએ પણ બેઠકમાં હાજરી આપી હતી. બેઠકમાં મંત્રીને સંસ્થાપનનું પ્રમાણપત્ર સોંપાયું હતું. આ અવસરે એનડીડીબીના ચેરમેને જણાવ્યું હતું કે, ‘અસમના મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વા સરમાના વિઝનને અનુરૂપ રહીને આ કંપની અસમમાં આત્મનિર્ભરતા અને સ્થાયી આજીવિકા માટેની ડેરીવિકાસ યોજનાઓનું અમલીકરણ કરશે.’
બેઠકમાં સભ્યોએ સંચાલનને ઝડપથી શરૂ કરવા અને વ્યાપક ડેરીવિકાસ કાર્યક્રમ પર તેમજ અસમ ડેરી ડેવલપમેન્ટ પ્લાન (એડીડીપી)નું મિશન મૉડમાં અમલીકરણ કરવા પર ચર્ચા કરી હતી.ઉલ્લેખનીય છે કે, અસમ સરકાર અને એનડીડીબીની વચ્ચે સમાન શૅર મૂડીની સાથે સંયુક્ત ઉદ્યમ તરીકે નવી રચાયેલી કંપની 17 જાન્યુઆરી, 2023ના રોજ સંસ્થાપિત થઈ હતી. તેનું નોંધણી પામેલું કાર્યાલય વેસ્ટ અસમ મિલ્ક પ્રોડ્યૂસર્સ કૉઑપરેટિવ યુનિયન લિ. વામૂલ/WAMUL)ના પરિસરમાં આવેલું છે.