LOK Sabha Election 2024: કોંગ્રેસે ઉમેદવારોની યાદી કરી જાહેર, ગુજરાતની 11 બેઠક પર આ દિગ્ગજને મેદાને ઉતાર્યાં
કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે પોતાના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં, પાર્ટીએ 57 લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં મહારાષ્ટ્રની 7 બેઠકો, રાજસ્થાનની 6 બેઠકો, ગુજરાતની 11 બેઠકોનો સમાવેશ થાય છે.
LOK Sabha Election 2024:કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં પાર્ટીએ કુલ 57 લોકસભા સીટો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં આ યાદી તૈયાર કરવામાં આવી છે. કોંગ્રેસે તેની ત્રીજી યાદીમાં અરુણાચલ પ્રદેશની 2 બેઠકો, ગુજરાતની 11 બેઠકો, કર્ણાટકની 17 બેઠકો, મહારાષ્ટ્રમાં 7 બેઠકો, રાજસ્થાનની 6 બેઠકો, તેલંગાણાની 5 બેઠકો, પશ્ચિમ બંગાળની 8 બેઠકો અને એક બેઠક પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. પુડુચેરીના નામ જાહેર કરવામાં આવ્યા છે.લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં 11 ગુજરાતની બેઠક માટેના ઉમેદવારોના નામ પણ જાહેર થયા છે.
Congress releases the third list of 57 candidates for the upcoming Lok Sabha elections.
— ANI (@ANI) March 21, 2024
Adhir Ranjan Choudhary to contest from Berhampore, West Bengal. pic.twitter.com/Obg0yGub5s
લોકસભાની ચૂંટણીને લઇને કોગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ગુરૂવાર 21 માર્ચે સાંજે લોકસભાની બેઠક માટે 57 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ 57માં 11 ગુજરાતની બેઠકો માટેના ઉમેદવારોના નામ પણ જાહેર થયા છે.
કોંગ્રેસે લોકસભાની 11 બેઠકો માટે જાહેર કર્યાં ઉમેદવારો
સુરતથી નિલેશ કુંભાણીને આપી ટિકિટ
પાટણથી ચંદનજી ઠાકોરને આપી ટિકિટ
ગાંધીનગરથી સોનલબેન પટેલને આપી ટિકિટ
સાંબરકાંઠાથી તુષાર ચોઘરીને આફપી ટિકિટ
જામનગર જેપી મારવિયાને આપી ટિકિટ
અમરેલીથી જેની બેન ઉતરે મદાને
આણંદથી અમિતભાઇ ચાવડાને આપી ટિકિટ
ખેડાથી કાળુંસિંહ ડાભીને આપી ટિકિટ
પંચમહાલથી ગુલાબસિહ ચોહાણને આપી ટિકિટ
દાહોદથી પ્રભાબેન તાવિયાદને આપીટિકિટ
છોટા ઉદેપુરથી સુખરામભાઇ રાઠવા
ભાજપે 276 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે
ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં 276 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, એવું માનવામાં આવે છે કે પાર્ટી ટૂંક સમયમાં બાકીના ઉમેદવારોના નામ પણ જાહેર કરી શકે છે. વાસ્તવમાં, ભારતીય જનતા પાર્ટી દ્વારા સૌથી પહેલા 195 ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી હતી. આ પછી પાર્ટી દ્વારા 72 ઉમેદવારોની બીજી યાદી બહાર પાડવામાં આવી હતી. હવે પાર્ટીએ ત્રીજી યાદીમાં 9 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
ભાજપે બે યાદીમાં 21 ટકા સાંસદોની ટિકિટ રદ કરી હતી.
ત્રીજી યાદી જાહેર કરતા પહેલા ભાજપે બે યાદીમાં 267 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા, જેમાં પાર્ટીએ 21 ટકા વર્તમાન સાંસદોની ટિકિટ રદ કરી હતી. બંને યાદીઓમાંથી, ભાજપે 63 વર્તમાન સાંસદોની ટિકિટ રદ કરી હતી, જેમાંથી 2એ પોતે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો.