(Source: ECI/ABP News/ABP Majha)
સાવધાન, હજું કોરોનાની આવશે ચોથી લહેર, ઓગસ્ટ મહિનામાં હશે પિક, IIT Kanpurના વૈજ્ઞાનિકોએ આપી ચેતાવણી
કોરોનાના ત્રીજી લહેરની ગતિ ધીમી પડી રહી છે. આવી સ્થિતિમાં, વૈજ્ઞાનિકો હવે ચોથી લહેરનું ચેતાવણી આપી રહ્યાં છે IIT કાનપુરના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ભારતમાં કોવિડની આગામી એટલે કે ચોથી લહેર 22 જૂનની આસપાસ આવશે.
કોરોનાના ત્રીજી લહેરની ગતિ ધીમી પડી રહી છે. આવી સ્થિતિમાં, વૈજ્ઞાનિકો હવે ચોથી લહેરનું ચેતાવણી આપી રહ્યાં છે IIT કાનપુરના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ભારતમાં કોવિડની આગામી એટલે કે ચોથી લહેર 22 જૂનની આસપાસ આવશે.
કોરોનાના ત્રીજી લહેરની ગતિ ધીમી પડી રહી છે. આવી સ્થિતિમાં, વૈજ્ઞાનિકો હવે ચોથી લહેરનું ચેતાવણી આપી રહ્યાં છે IIT કાનપુરના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ભારતમાં કોવિડની આગામી એટલે કે ચોથી લહેર 22 જૂનની આસપાસ આવશે. જે 24 ઓક્ટોબર સુધી ચાલશે.
IIT સંશોધકો દ્વારા અગાઉ કોવિડ વેવ સંબંધિત તમામ આગાહીઓ લગભગ સાચી નીકળી છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે, ચોથી વેવ 4 મહિના સુધી ચાલશે. જો કે ઓમિક્રોન પછીની ચોથી લહેર કેટલી કેટલી ખતરનાક હશે. તે નવા પ્રકાર અને કેટલા લોકોએ રસી અને બૂસ્ટર ડોઝ મેળવ્યા છે તેના પર નિર્ભર રહેશે.
આંકડા પહેલાથી જ સાચા આવી ગયા છે
ત્રીજી લહેર હળવી થઈ રહી છે, હવે કોરોનામાં પણ ધરખમ ઘટાડો થઇ રહ્યો છે. હવે IIT કાનપુરના સંશોધકોએ આગામી લહેરના સમયની ગણતરી કરી છે. MedRxiv માં પ્રકાશિત અહેવાલ મુજબ, ભારતમાં કોવિડની ચોથી લહેર 22 જૂનની આસપાસ આવશે અને તે 24 ઓક્ટોબર સુધી ચાલશે. અગાઉ, IIT કાનપુરના એક અભ્યાસમાં આગાહી કરવામાં આવી હતી કે,ત્રીજી લહેર ફેબ્રુઆરીની શરૂઆતમાં ભારતમાં ત્રાટકશે, ત્યારબાદ કેસ ઓછા થવા લાગશે. આ આંકડા ડિસેમ્બરમાં જ પ્રકાશિત થયા હતા. આ આંકડાઓમાં થોડો તફાવત છે અને તે લગભગ આ સ્થિતિ થર્ડ વેવમાં જોવા મળી હતી.
રિપોર્ટ અનુસાર, વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે, ચોથી લહેર 15 ઓગસ્ટથી 31 ઓગસ્ટની આસપાસ પિક પર હશે. તે પછી કેસ ઓછા થવા લાગશે. ઓમિક્રોન પછી, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના વૈજ્ઞાનિકોએ પણ કહ્યું છે કેઓમિક્રોન છેલ્લું વેરિઅન્ટ નથી. તેણે કહ્યું હતું કે નવા વેરિઅન્ટને આવવામાં સમય લાગી શકે છે, પરંતુ તે આવતા રહશે. . વૈજ્ઞાનિક મારિયા વાન કારખોફે જણાવ્યું હતું કે વૈજ્ઞાનિકો સતત કોરોના વાયરસના મ્યુટેશનને શોધી રહ્યા છે અને તેના તારણ પરથી જ ચોથી વેવની ચેતાવણી અપાઇ છે.