જામનગર જિલ્લામાં ઓમિક્રોન સંક્રમિત વ્યક્તિના પરિવારના 2 સભ્યોનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ, પુણેની લેબમાં સેમ્પલ મોકલવામા આવ્યા
જામનગર જિલ્લામાંથી જે પરિવારના સભ્ય ઓમિક્રોનથી સંક્રમિત હતા તેમના પરિવારના 2 સભ્યોનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા હડકંપ
![જામનગર જિલ્લામાં ઓમિક્રોન સંક્રમિત વ્યક્તિના પરિવારના 2 સભ્યોનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ, પુણેની લેબમાં સેમ્પલ મોકલવામા આવ્યા Corona positive report of a tourist returning from Africa in Jamnagar જામનગર જિલ્લામાં ઓમિક્રોન સંક્રમિત વ્યક્તિના પરિવારના 2 સભ્યોનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ, પુણેની લેબમાં સેમ્પલ મોકલવામા આવ્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/06/d9e0151aff59916a807de884a02ce089_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
જામનગર: દેશ અને દુનિયામાં હાલ કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને ચિંતા વધારી છે. દેશમાં ઓમિક્રોન વાયરસથી સંક્રમિત કેસનો આંકડો 21 થઇ ગયો છે. તો બીજી તરફ રાજ્યમાં જામનગર જિલ્લામાંથી પણ પ્રથમ ઓમિક્રોનનો કેસ નોધાયો છે. તેના જ પરિવારના 2 મહિલા સભ્યોનો કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રની ચિંતા વધી છે. ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ હોવાનું દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા પુણેની લેબમાં સેમ્પલ મોકલવામા આવ્યા છે.
જામનગરના મોરકંડા રોડ પર રહેતા 72 વર્ષીય વૃદ્ધ આફ્રિકાથી પરત ફર્યાં હતા. જેનો કોરોના રિપોર્ટ કરતા પોઝિટિવ આવ્યો હતો. ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ હોવાનું દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા પુણેની લેબમાં સેમ્પલ મોકલવામા આવ્યા છે.જે પોઝિટિવિ આવતાં ગુજરાતમાં પ્રથમ ઓમિક્રોનનો કેસની પુષ્ટી થઇ હતી. હવે તેમના પરિવારની 2 મહિલાના કોવિડના કેસ પોઝિટિવ આવતા ઓમિક્રોન હોવાની ચિંતા સતાવી રહી છે.
ઓમિક્રોનની આશંકાએ કોરોનાના નવા ખતરનાક ઓમિક્રોન વેરિએન્ટના શિકાર બન્યા પછી તેઓને જામનગરની સરકારી ડેન્ટલ હોસ્પિટલમાં કોવિડ પરિસરમાં અલગથી સારવાર અપાઈ રહી છે.
આજ પરિવારની તેમના પરિવારના અન્ય બે વ્યક્તિના તેમના પત્ની તેમજ સાળા પણ કોરોના સંક્રમિત બની ગયા હોવાથી જામનગરના આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ થઈ છે. તે બંનેને પણ સારવાર માટે ખસેડાયા છે, અને તેઓ બંને ને ઓમિક્રોન વેરિએન્ટના શંકાસ્પદ દર્દી ગણીને તેઓના નમુના ગાંધીનગર તેમજ પુનાની લેબોરેટરીમાં મોકલાયા છે. હાલ તેમને હાલ જામનગરની સરકારી ડેન્ટલ હોસ્પિટલમાં અલગથી રાખવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. એક પરિવારના ત
એક જ પરિવારમાં ત્રણ દર્દીઓ સંક્રમિત થયા હોવાથી જામનગર મહાનગર પાલિકાનું તંત્ર એલર્ટ બન્યુંં છે, અને આજે સવારથી જ દર્દી જે વિસ્તારમાં રહે છે તે મોરકંડા રોડ પરના સેટેલાઈટ સીટી એરિયાને કન્ટેઇનમેન્ટ જાહેર કર્યા પછી ડોર-ટુ-ડોર સર્વે કરવાનું શરૂ કરી દેવાયું છે.
આ પણ વાંચો
ઓમિક્રોનથી બચવા માટે આ ત્રણ અસરકારક ટિપ્સ અપવાનો, સંક્રમણથી રહેશો હંમેશા દૂર
વૉટ્સએપ લાવી રહ્યું છે મેસેજને આસાન બનાવવા આ ખાસ ફિચર, શોર્ટકટથી જ કરી શકાશે આ મોટુ કામ
Google આ મહિલાઓને આપી રહી છે 74 હજાર રૂપિયા જીતવાની તક, જાણો કેવી રીતે કરશો અરજી
40થી વધુ ઉંમરના પુરુષોમાં જો આ 5 લક્ષણો જોવા મળે તો તરત જ તપાસ કરાવવી જોઈએ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)