શોધખોળ કરો

ભારતમાં ફેબ્રુઆરીમાં પિક પર હશે થર્ડ વેવ, ઓમિક્રોન જ બનશે કારણ, જાણો એક્પર્ટે શું આપી ચેતાવણી

દેશમાં ત્રીજી લહેર આવવી લગભગ નિશ્ચિત છે. કોરોના વાયરસનો નવો વેરિયન્ટસ ઓમિક્રિનનો પ્રભાવ ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં જોવા મળશે.

Corona third wave:દેશમાં ત્રીજી લહેર આવવી લગભગ નિશ્ચિત છે. કોરોના વાયરસનો નવો વેરિયન્ટસ ઓમિક્રિનનો પ્રભાવ ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં જોવા મળશે. જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં અથવા ફેબ્રુઆરીની શરૂઆતમાં ઓમિક્રોન પીક પર હશે. આઇઆઇટીના વરિષ્ઠ વૈજ્ઞાનિક પદ્મશ્રી પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલના અધ્યયનનો આ દાવો છે. જો કે એક્સપર્ટનો મત છે કે, થર્ડ વેવ સેકેન્ડ જેટલી ઘાતક નહીં હોય.

ઉલ્લેખનિય છે કે, ઓમિક્રોન વેરિયન્ટની ઓળખ સૌ પ્રથમ સાઉથ આફ્રિકામાં થઇ. જેના કારણે સમગ્ર દુનિયામાં હડકંપ મચી ગયો છે.  ડોક્ટર અગ્રવાલે ગણિતીય મોડલ સૂત્રના આધારે બીજી લહેર બાદ નવા મ્યૂટનન્ટ આવવાથી ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી હતી. કોરોના સંક્રમણની પહેલી તેમજ બીજી લહેરમાં તેમના ગણિતીય સૂત્રના માધ્યમથી સમીક્ષા કરના પ્રોફેસર અગ્રવાલે દક્ષિણ આફ્રિકામાં ફેલાયેલા ઓમિક્રોન વેરિયન્ટ પર સ્ટડી શરૂ કર્યું હતું અને હાલ પણ તેના પર અધ્યયન ચાલું જ છે.

આ મુજબ, અત્યાર સુધી જે પણ કેસ સ્ટડી સામે આવ્યા છે તેમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે પરંતુ વધુ જાનહાનિ જોવા મળી નથી. પ્રો. અગ્રવાલે કહ્યું કે, સપ્ટેમ્બર મહિનામાં જ ત્રીજી લહેર વિશે કરવામાં આવેલ આકલન સાચું સાબિત થઈ રહ્યું છે. ઘણા દેશોમાં ફેલાયા બાદ ભારતમાં પણ ઓમિક્રોનના કેસ આવવા લાગ્યા છે. તેમણે કહ્યું કે, જ્યારે ત્રીજી લહેર ટોચ પર હશે, ત્યારે દરરોજ એકથી દોઢ લાખ સુધી સંક્રમિત દર્દીઓ થવાની સંભાવના છે. પ્રો. અગ્રવાલે તેમના ગાણિતિક મોડલ ફોર્મ્યુલાના પ્રથમ અને બીજા તરંગમાં પણ અભ્યાસ કર્યો હતો. અહેવાલ અંગેનું તેમનું મૂલ્યાંકન મહદઅંશે સાચું સાબિત થયું હતું.

બાળક પર ઓછી થશે અસર
પ્રો. અગ્રવાલના જણાવ્યા અનુસાર, કોરોનાના ત્રીજા તરંગની બાળકો પર પણ ઓછી અસર કરશે. અને જો સંક્રમિત થશે તો તેમનામાં પણ ઓછા લક્ષણો હશે અને તેઓ ઝડપથી સ્વસ્થ થઈ જશે. તેમણે કહ્યું કે, ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓ ઝડપથી સાજા થઈ જશે. તેમનામાં સામાન્ય શરદી જેવા લક્ષણો હશે પરંતુ બીજા તરંગ જેવા પરેશાની નહીં હોય. પ્રો. અગ્રવાલે કહ્યું કે આ પ્રકાર કુદરતી રોગપ્રતિકારક શક્તિને બહુ બાયપાસ કરતું નથી. નેચરલ ઈમ્યુનિટી એટલે કે જે લોકો એક વખત કોરોના સંક્રમિત થઈ ગયા છે, તેઓએ વધારે ગભરાવાની જરૂર નથી. તેઓ સંક્રમણથી બચી શકશે નહીં.

વેક્સિન જ એક બચવાનો ઉપાય
પ્રોફેસરે અગ્રવાલે કહ્યું કે, માસ્ક સામાજિક અંતરની સાથે વેક્સિન જ એક વાયરસથી બચવાનો સારો ઉપાય છે. જે લોકોને બીજી વેક્સિનના ડોઝના સમય થઇ ગયો છે, તેને વિલંબ કર્યા વિના લઇ લેવી હિતાવહ છે.

આંશિક લોકડાઉન જરૂરી
પ્રોફેસર અગ્રવાલે કહ્યું કે, આમિક્રોનના કારણે સંપૂર્ણ લોકડાઉનની જરૂરિયાત ઉભી નહીં થાય. જો કે સંક્રમણને ફેલાતું અટકાવવા માટે કેટલાક પ્રતિબંઘ લાદવા ચોક્કસ જરૂરી છે.

ટોપ સ્ટોરી

'તમામ તૂટેલા લગ્નને ક્રિમિનલ કેસ ના બનાવો', અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવી દહેજ ઉત્પીડનની FIR
'તમામ તૂટેલા લગ્નને ક્રિમિનલ કેસ ના બનાવો', અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવી દહેજ ઉત્પીડનની FIR
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Embed widget