Delhi Excise Policy Case: મનિષ સિસોદિયાની ફરી વધી મુસ્કેલી, જાણો સુનાવણી દરિયાન કોર્ટે શું આપ્યો આદેશ
દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં મનીષ સિસોદિયાને ફરી રાહત મળી નથી. રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 31 મે સુધી લંબાવી છે. મનીષ સિસોદિયાને નીચલી કોર્ટ તરફથી એવા સમયે ઝટકો લાગ્યો છે જ્યારે દિલ્હી હાઈકોર્ટ આજે એટલે કે મંગળવારે સાંજે જ સિસોદિયાની જામીન અરજી પર ચુકાદો આપવા જઈ રહી છે.
દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મનીષ સિસોદિયાને રાહત મળી નથી. રાઉઝ એવન્યુ કોર્ટે પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 31 મે સુધી લંબાવી છે. દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડની તપાસ કરી રહેલી સીબીઆઈએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. ED આ કેસમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે.
સિસોદિયાની ન્યાયિક કસ્ટડી બુધવારે સમાપ્ત થઈ રહી હતી. આવી સ્થિતિમાં, તેને વર્ચ્યુઅલ રીતે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતો. કોર્ટના જજ કાવેરી બાવેજાએ કસ્ટડી લંબાવવાનો આદેશ આપ્યો હતો.
એક્સાઈઝ પોલિસી કેસમાં ED અને CBI દ્વારા નોંધાયેલા મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારના કેસમાં મનીષ સિસોદિયાના જામીન પર દિલ્હી હાઈકોર્ટ આજે પોતાનો ચુકાદો આપ્યો . 14 મેના રોજ કોર્ટે સિસોદિયા, CBI અને EDની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
ચર્ચા દરમિયાન, EDએ દલીલ કરી હતી કે તે દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આગામી ચાર્જશીટમાં આમ આદમી પાર્ટીને આરોપી બનાવશે. 17 મેના રોજ ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે ચાર્જશીટ દાખલ કરી હતી અને આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવ્યો હતી.
સિસોદિયા માટે જામીનની વિનંતી કરતી વખતે, તેમના વકીલે કહ્યું હતું કે ED અને CBI હજુ પણ મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારના કેસમાં લોકોની ધરપકડ કરી રહી છે અને ટ્રાયલ વહેલામાં સમાપ્ત થવાની કોઈ શક્યતા નથી. ઇડી અને સીબીઆઇ બંનેએ સિસોદિયાની જામીન અરજીનો વિરોધ એ આધાર પર કર્યો છે કે આરોપીઓ દ્વારા કેસમાં આરોપ ઘડવાની પ્રક્રિયામાં વિલંબ કરવા માટે સંયુક્ત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ કેસમાં તપાસ એજન્સીએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને AAP નેતા સંજય સિંહની પણ ધરપકડ કરી હતી. સંજય સિંહને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. જ્યારે કેજરીવાલને પણ સુપ્રીમ કોર્ટે વચગાળાની રાહત આપી હતી. કેજરીવાલ ચૂંટણી પ્રચાર માટે 1 મે સુધી વચગાળાના જામીન પર છે. તેણે 2 મેના રોજ સરન્ડર કરવું પડશે.
શું છે દિલ્હી દારૂ કૌભાંડ કેસ?
દિલ્હી દારૂ કૌભાંડ કેસ વર્ષ 2021-22 માટે દિલ્હી સરકારની દારૂ નીતિની રચના અને અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ સાથે સંબંધિત છે, જે બાદમાં રદ કરવામાં આવી હતી. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ દારૂની નીતિની રચના અને અમલીકરણમાં કથિત અનિયમિતતાઓની સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. આ પછી EDએ મની લોન્ડરિંગ હેઠળ કેસ નોંધ્યો હતો. બાદમાં EDની FIRના આધારે CBIએ પણ આ જ મામલે કેસ નોંધ્યો હતો. આ કેસમાં મનીષ સિસોદિયા ઉપરાંત સંજય સિંહ અને અરવિંદ કેજરીવાલની પણ ધરપકડ કરવામાં આવી છે.