શોધખોળ કરો
Advertisement
UPSCની પરીક્ષામાં બેસવા માટે કોવિડ-19નો ટેસ્ટ ફરજિયાત કરાવવો પડશે? મોદી સરકારે શું કરી સ્પષ્ટતા?
UPSCની પરીક્ષામાં મોટી સંખ્યામાં બિહાર, યુપી, દિલ્લી સહિત અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ બેસે છે.
નવી દિલ્લીઃ યુપીએસસીની પ્રીલીમરી પરીક્ષા આગામી ચાર ઓક્ટોબરે યોજાવાની છે. આ પરીક્ષા જે ઉમેદવારોનો કોવિડ-19ની ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવશે, તેવો જ બેસી શકશે, તેવા અહેવાલ પ્રસિદ્ધ થયા હતા. જોકે, આ અંગે મોદી સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે, આ ન્યૂઝ ખોટા છે. યુપીએસસી દ્વારા આવો કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી કે આવું કોઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી.
અહેવાલમાં જણાવ્યું છે કે, આ અંગે યુપીએસસીએ એક જાહેરનામું બહાર પાડ્યું છે, જે પ્રમાણે યુપીએસસીની પરીક્ષા આપવા માટે જે વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી છે, તેમાંથી જેમનો રિપોર્ટ નેગેટિવ આવશે, તેઓ જ પરીક્ષામાં બેસી શકશે. આ સૂચના પછી આઇએએસ સહિત અન્ય મુખ્ય સેવાઓની પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ ચિંતિત થઈ ગયા છે. હવે તેઓ તૈયારી કરે કે પછી કોવિડનો ટેસ્ટ કરાવે. પરીક્ષામાં મોટી સંખ્યામાં બિહાર, યુપી, દિલ્લી સહિત અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ બેસે છે. અહેવાલમાં જણાવાયું છે કે, પરીક્ષામાં બેસવા માટે સરકાર તરફથી નામાંકિત હોસ્પિટલોમાં કોવિડનો ટેસ્ટ કરાવવા માટે કહેવાયું છે. જે વિદ્યાર્થીઓનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવશે, તેઓ પરીક્ષાથી વંચિત રહી જાશે. જોકે, સરકારે સ્પષ્ટતા કરી છે કે, આ સમાચારમાં જ કોઈ જ પ્રકારનું તથ્ય નથી.दावा: यूपीएससी द्वारा प्रारंभिक परीक्षा में शामिल होने के लिए कोरोना टेस्ट नेगेटिव होना अनिवार्य है। #PIBFactCheck : यह खबर फ़र्ज़ी है। यूपीएससी द्वारा ऐसा कोई निर्देश नहीं दिया गया है। #FakeNews pic.twitter.com/wEmWQ0238l
— PIB Fact Check (@PIBFactCheck) August 13, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement