શોધખોળ કરો

H3N2: વધતાં જતાં કેસ મુદ્દે ડોક્ટર ગુલેરિયાએ વ્યક્ત કરી ચિંતા, આપ્યા બચાવ માટેના આ સૂચનો

હાલ દિવસોમાં H3N2 ને લઈને દેશમાં મોટો ભય છે. દેશના અનેક જિલ્લામાં ગંભીર લક્ષણો સાથે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાના અહેવાલો છે. દરમિયાન, નેશનલ કોવિડ ટાસ્ક ફોર્સના વડા એવા AIIMSના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. રણદીપે બચાવ માટે કેટલાક ઉપાય આપ્યાં છે.

H3N2:હાલ  દિવસોમાં H3N2 ને લઈને દેશમાં મોટો ભય છે. દેશના અનેક જિલ્લામાં ગંભીર લક્ષણો સાથે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાના અહેવાલો છે. દરમિયાન, નેશનલ કોવિડ ટાસ્ક ફોર્સના વડા એવા AIIMSના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. રણદીપે  બચાવ માટે કેટલાક ઉપાય આપ્યાં છે.  

નેશનલ કોવિડ ટાસ્ક ફોર્સના વડા એવા AIIMSના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા કહે છે કે, H3N2 વાયરસથી થતા ઈન્ફલ્યુએન્ઝાના વધતા જતા કેસોનો સામનો કરવા માટે કોવિડ-ફ્રેંડલી વર્તન કરવું જોઈએ. ખાસ કરીને ઉચ્ચ જોખમ ધરાવતા લોકો માટે આ સાવચેતી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આપણે ડૉ. ગુલેરિયાની વાતને એકંદરે સમજીએ તો તેઓ કહે છે કે H3N2 થી બચવા માટે આપણે ફરી એકવાર માસ્ક પહેરવા જોઈએ, સાબુ અને પાણીથી નિયમિત હાથ ધોવા જોઈએ અથવા આલ્કોહોલ ધરાવતા સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ. આ સિવાય, જો તે ખૂબ જ મહત્વપૂર્ણ ન હોય, તો બજારોમાં ભીડ ન કરો અને ચેપગ્રસ્ત વ્યક્તિથી અંતર રાખો.

ડો.ગુલેરિયા કહે છે કે, “ઉચ્ચ જોખમ ધરાવતા લોકોએ ખાસ કરીને સાવધાન રહેવું જોઈએ. જો તેઓ બહાર જાય છે, તો તેઓએ માસ્ક પહેરવું જોઈએ. ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો. ખાસ કરીને જો તે એવી જગ્યાએ જઈ રહ્યો હોય જ્યાં વેન્ટિલેશન નબળું હોય તો ત્યાં ઈન્ફેક્શન થવાની શક્યતાઓ વધુ હોય છે. નિયમિતપણે હાથ ધોવાનું રાખો અને લોકોથી શારીરિક અંતર જાળવી રાખો. જો કે, તેમણે એમ પણ કહ્યું કે જેમ જેમ ઉનાળો આગળ વધશે તેમ વાયરલ ઇન્ફેક્શનના કેસમાં ઘટાડો થવા લાગશે. પરંતુ ઈન્ફલ્યુએન્ઝા અને કોરોનાવાયરસ બંને ફેલાતા રહેશે, આપણે સાવચેત રહેવું પડશે. અમારી પાસે આ બંને માટે રસી છે, તેથી લોકોએ રસી લેવી જોઈએ”.

કુદરતી રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો

ડૉ. ગુલેરિયાએ કહ્યું, મને નથી લાગતું કે, H3N2 અને કોવિડમાં થયેલા વધારા વચ્ચે કોઈ સંબંધ છે. તે સૈદ્ધાંતિક રીતે શક્ય છે કે છેલ્લા બે વર્ષમાં ઓછા ઈન્ફલ્યુએન્ઝાનું કારણ લોકોમાં મોજૂદ  કુદરતી રોગપ્રતિકારક શક્તિ હતી.  બીજું કારણ એ છે કે, છેલ્લા બે વર્ષથી, જ્યાં સુધી રેસ્પિરેટરીનો સંબંધ હતો.  કોવિડ પ્રમુખ વાયરસ હતો.

દરમિયાન, ડૉ. ગુલેરિયાએ ચેતવણી આપી છે કે, કોવિડ અમુક અંશે વધશે, કારણ કે અમે યોગ્ય વર્તનનું પાલન નથી કરી રહ્યા, તેથી ચેપ ફેલાવાની શક્યતાઓ વધારે છે. પરંતુ મને લાગે છે કે આપણે શું ધ્યાનમાં રાખવાની જરૂર છે અને મહત્વની બાબત એ છે કે જો તમે હોસ્પિટલમાં દાખલ થાવ છો, તો કોવિડને કારણે હોસ્પિટલમાં દાખલ થવા અથવા મૃત્યુના ગંભીર કેસોમાં કોઈ વાસ્તવિક વધારો થયો નથી. હળવો રોગ રહેશે. પરંતુ તેના કેસ શૂન્ય નહીં હોય

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget