ભારતીય ક્રિકેટર પંતને ચૂનો લગાડનાર મૃણાંકની ધરપકડ, તાજ હોટેલ સાથે પણ કરી હતી આ રીતે લાખોની ઠગાઇ
પૂર્વ ક્રિકેટર મૃણાંક સિંહની ભારતીય ક્રિકેટર ઋષભ પંત અને તાજ હોટેલ સાથે છેતરપિંડી કરી હોવાના આરોપમાં અટકાયત કરવામાં આવી છે.
ભારતીય ક્રિકેટર ઋષભ પંત સાથે 1.63 કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર મૃણાક સિંહની આખરે પોલીસે ધરપકડ કરી લીધી છે. મૃણાક સિંહ છેતરપિંડી માટે અવનવા યુક્તિઓ અપનાવતો હતો. ક્યારેક તે પોતાને IPL ક્રિકેટર તરીકે તો ક્યારેક IPLના વરિષ્ઠ અધિકારી તરીકે ઓળખ આપતો હતો. આવું કરીને તેણે ઘણી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ સાથે છેતરપિંડી પણ કરી હતી. મૃણાંકને બે દિવસ માટે પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
ક્રિકેટ એ ભારતની સૌથી લોકપ્રિય રમત છે. આ જ કારણ છે કે, ક્રિકેટરો વિશે દરરોજ કોઈને કોઈ મોટા સમાચાર સામે આવતા રહે છે. હવે છેતરપિંડીનો એક મામલો સામે આવ્યો છે. જે ચાહકોને ખૂબ જ ચોંકાવી શકે છે.
ભારતના એક પૂર્વ ક્રિકેટરે છેતરપિંડીનો મોટો ગુનો કર્યો છે. જેમાં આ ખેલાડીએ ભારતીય સ્ટાર ઋષભ પંત સાથે પણ છેતરપિંડી કરી છે. પૂર્વ ક્રિકેટર મૃણાંક સિંહની ભારતીય ક્રિકેટર ઋષભ પંત અને તાજ હોટેલ સાથે છેતરપિંડી કરી હોવાના આરોપમાં અટકાયત કરવામાં આવી છે.
25 ડિસેમ્બરે અટકાયત કરાયેલા સિંઘે લક્ઝરી હોટલ સાથે છેતરપિંડી કરવા માટે આઈપીએસ અધિકારી તરીકે ઓળખ આપી હતી. તેણે દિલ્હીના તાજ પેલેસ સહિત અનેક હોટલોમાં ખોટી ઓળખ આપીને મફતમં રોકાણ કર્યું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે લક્ઝરી ઘડિયાળો અને જ્વેલરીનો વેપાર કરતા બિઝનેસમેન હોવાની ખોટી ઓળખ આપીને ઋષભ પંતની સાથે 1.6 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી.. પંતને ઓછી કિંમતે લક્ઝરી ઘડિયાળો આપવાનું વચન આપવામાં આવ્યું હતું અને તેણે પોતાનો બેગ, જ્વેલરી અને ઘડિયાળોનો મોટો બિઝનેસમેન ગણાવ્યો હતો. તેણે પંતને ખાતરી આપવા કહ્યું હતું કે તેણે અન્ય ઘણા ક્રિકેટરોને ડિસ્કાઉન્ટ પર માલ વેચ્યો છે.ઈન્ડિયન્સનો ભાગ હોવાનો દાવો પણ કરે છે. સિંહને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને બે દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, સિંહ હરિયાણા U19 ટીમ માટે રમી ચૂક્યો છે અને IPLમાં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હોવાનો દાવો પણ કરે છે.