(Source: ECI/ABP News/ABP Majha)
Cyclones In India:બિપરજોયથી પણ વધુ ભીષણ તોફાને દેશમાં મચાવી હતી તબાહી, જુઓ ખતરનાક ચક્રવાતની યાદી
Cyclones In India: ચક્રવાતી તોફાન 'બિપરજોય'ને પહોંચી વળવા ગુજરાતમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. બિપરજોયે દેશના કેટલાક સૌથી ભયંકર ચક્રવાતની ફરી યાદ અપાવી છે.
Cyclones In India: ચક્રવાતી તોફાન 'બિપરજોય'ને પહોંચી વળવા ગુજરાતમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. બિપરજોયે દેશના કેટલાક સૌથી ભયંકર ચક્રવાતની ફરી યાદ અપાવી છે.
ચક્રવાત બિપરજોય અત્યંત ગંભીરથી થોડું હળવું પડ્યું છે પરંતુ તેના પડકારોનો સામનો કરવા માટે કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે. તે 15 જૂને ગુજરાતના કચ્છ જિલ્લા અને પાકિસ્તાનના કરાચી કિનારે પહોંચે તેવી શક્યતા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે (12 જૂન) વાવાઝોડા પર એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી અને અધિકારીઓને સંવેદનશીલ વિસ્તારોમાંથી લોકોનું સુરક્ષિત સ્થળાંતર અને આવશ્યક સેવાઓની જાળવણી સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો.
ભારતમાં ટકરાયેલા વિનાશક વાવાઝોડા
"ધ ગ્રેટ ભોલા"
1970નું "ધ ગ્રેટ ભોલા" વાવાઝોડું ખૂબજ ભીષણ તોફાન હતું. પશ્વીમ બંગાળ, બાંગ્લાદેશ પર ત્રાટક્યું હતું.જેમાં અંદાજિત 3થી 5 લાખ લોકોના મોત થયા હતા
BOB 01" વાવાઝોડું
1990નું "BOB 01" વાવાઝોડુંએ આંધ્રપ્રદેશમાં તબાહી સર્જી હતી. જેનું આંધ્રપ્રદેશમાં લેન્ડફોલ થતાં અંદાજિત
967 લોકોના મોત થયા છે.
"ઓરિસ્સા" વાવાઝોડું
1999નું "ઓરિસ્સા" વાવાઝોડું પણ ખૂબ ભીષણ તોફાન હતું. જે ઓરિસ્સા પર ત્રાટક્યું હતું અને અંદાજીત 9,887 લોકોએ જીવ ગુમાવ્યાં હતા
1971 ઓડિશા ચક્રવાત
1971 માં, ઓડિશાના પારાદીપ કિનારે ખૂબ જ ગંભીર ચક્રવાત ત્રાટક્યું હતું, જેના કારણે અંદાજિત 10,000 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
"નિશા" વાવાઝોડું
2008માં આવેલા નિશા વાવાઝોડાએ પણ તબાહી સર્જી હતી. જે શ્રીલંકા અને તમિલનાડુમાં ત્રાટક્યું હતું. અંદાજીત 200નાં મોત થયા છે
"હુડહુડ" વાવાઝોડું
2014 "હુડહુડ" વાવાઝોડુંએ આંધ્ર પ્રદેશમાં તબાહી સર્જી હતી. જેમાં અંદાજીત 124 લોકોના મોત થયા હતાય
"ઓખી" વાવાઝોડું
2017નું "ઓખી" વાવાઝોડું કેરળ અને તમિલનાડુ માટે મુશીબત સર્જનાર બન્યુ હતું. જેની ભારે અસર કેરળ, તમિલનાડુ અને ગુજરાતમાં જોવા મળી હતી. ઓખીમાં અંદાજીત 245 લોકોના મોત થયા હતા.
"તૌકતે" વાવાઝોડું
2021નું "તૌકતે" વાવાઝોડુંએ ગુજરાતમાં વિનાશ વર્યો હતો. જેમાં 24 લોકોના મોત થયા હતા.
ક્યાર વાવાઝોડુ
જૂન 2019 કયાર વાવાઝોડુ ત્રાટક્યું હતું. જેની 8 દિવસ સુધી અસર રહી હતી.
વાયુ વાવાઝોડુ
2019માં વાયુ વાવાઝોડુએ તબાહી સર્જી હતી. જેની અસર 7 દિવસ સુધી જોવા મળી હતી.
ફાની વાવાઝોડું
ફાની વાવાઝોડુ 2019 એપ્રિલ – મેમાં ત્રાટક્યું હતું. જેની અસર સાત દિવસ સુધી રહેશે.
1996 ચક્રવાતી તોફાન
1996 માં, આંધ્ર પ્રદેશમાં કાકીનંદા નજીકના દરિયાકાંઠે ખૂબ જ તીવ્ર ચક્રવાત વાવાઝોડું ત્રાટક્યું હતું. ચક્રવાતને કારણે લગભગ 2 હજાર લોકોના મોત થયા હતા અને 900 લોકો લાપતા થઇ હતા. ય છે. ચક્રવાતને કારણે 3 લાખ હેક્ટરથી વધુ જમીન પરના પાકને નુકસાન થયું છે.
1977 સુપર સાયક્લોન
દેશના ઈતિહાસની સૌથી ભયંકર કુદરતી આફતો પૈકીની એક, 'સુપર ચક્રવાત' 1977માં આંધ્ર પ્રદેશના નિઝામપટ્ટનમમાં ત્રાટક્યા બાદ લગભગ 10,000 લોકોના મોત થયા હતા. સુપર ચક્રવાતને કારણે લગભગ 350 કરોડ રૂપિયાની સંપત્તિને નુકસાન થયું છે.