Dawood Ibrahim marriage:દાઉદે કર્યાં બીજા લગ્ન,એડ્રેસ કર્યુ ચેન્જ, જાણો કોની સાથે કર્યાં લગ્ન
Dawood Ibrahim Wife: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની તપાસમાં સામે આવ્યું છે કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમે બીજા લગ્ન કર્યા છે અને તેની સાથે તેણે પાકિસ્તાનમાં પોતાનું સરનામું પણ બદલી નાખ્યું છે.
Dawood Ibrahim Wife: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની તપાસમાં સામે આવ્યું છે કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમે બીજા લગ્ન કર્યા છે અને તેની સાથે તેણે પાકિસ્તાનમાં પોતાનું સરનામું પણ બદલી નાખ્યું છે.
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમે ફરી લગ્ન કર્યા છે અને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની તપાસમાં આ વાત સામે આવી છે. એનઆઈએને દાઉદના નજીકના સંબંધીએ આ અંગેની માહિતી આપી છે અને કહ્યું છે કે દાઉદે ફરીથી લગ્ન કર્યા છે. આ સાથે એ પણ બહાર આવ્યું છે કે દાઉદે તેની પહેલી પત્ની મહજબીનને તલાક આપ્યા નથી.
દાઉદ ઈબ્રાહિમે કોની સાથે કર્યા બીજા લગ્ન?
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની તપાસમાં જાણવા મળ્યું છે કે, દાઉદ ઈબ્રાહિમની બીજી પત્ની પાકિસ્તાની પઠાણ છે. દાઉદના સંબંધીએ NIAને બીજા લગ્ન વિશે જણાવ્યું છે, પરંતુ બીજી પત્ની ક્યાંની છે અને તેણે દાઉદ સાથે ક્યારે લગ્ન કર્યા તેની માહિતી આપી નથી.
દાઉદે પાકિસ્તાનમાં તેનું સરનામું બદલ્યું
મરાઠી અખબાર લોકમતમાં છપાયેલા અહેવાલ મુજબ એનઆઈએની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, દાઉદ ઈબ્રાહિમે કરાચીમાં પોતાનું સરનામું બદલી નાખ્યું છે અને હવે તે ડિફેન્સ વિસ્તારમાં શિફ્ટ થઈ ગયો છે. તપાસમાં એજન્સીઓને એવો સંકેત મળ્યો છે કે દાઉદે થોડા દિવસો પહેલા પાકિસ્તાનમાં પોતાનું સરનામું બદલ્યું છે અને હાલમાં તે પાકિસ્તાની સંરક્ષણ મંત્રાલયના વિસ્તાર કરાચીમાં રહે છે.
દાઉદ 1993ના વિસ્ફોટો બાદ પાકિસ્તાનમાં છે
દાઉદ ઈબ્રાહીમ ભારતમાં મોસ્ટ વોન્ટેડ છે અને તે 1993માં મુંબઈમાં થયેલા બોમ્બ વિસ્ફોટ બાદથી પાકિસ્તાનમાં રહે છે. પરંતુ, પાકિસ્તાને હંમેશા દાઉદ અહીં હોવાની વાતને નકારી કાઢી છે. જો કે દાઉદ પાકિસ્તાનમાં જ રહેતો હોવાના ઘણા પુરાવાઓ પણ સામે આવ્યા છે.
દાઉદની પુત્રીના લગ્ન જાવેદ મિયાંદાદના પુત્ર સાથે થયા છે
દાઉદ ઈબ્રાહિમ અને તેની પ્રથમ પત્ની મેહજબીનની પુત્રી માહરૂખે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદના પુત્ર જુનૈદ સાથે લગ્ન કર્યા છે. જુનૈદ અને માહરુખના લગ્ન થોડા વર્ષો પહેલા પાકિસ્તાનમાં થયા હતા અને રિસેપ્શન દુબઈમાં રાખવામાં આવ્યું હતું. લગ્ન બાદ જાવેદ મિયાંદાદે જણાવ્યું હતું કે તેની પત્નીને દાઉદની પત્ની મેહજબીન સાથે બહેન જેવો સંબંધ હતો અને મહજબીને જ તેની પુત્રીના લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.