Viral : કૂતરાને જોઇને ખૂંખાર દીપડા ઉભી પૂંછડીએ ભાગ્યો જુઓ વીડિયો
Leopard Vs Dog Video: ન્યૂઝ એજન્સી એએનઆઈએ ટ્વિટર પર વીડિયો શેર કર્યો છે. મહારાષ્ટ્રના અહેમદનગરને અડીને આવેલા ગ્રામીણ વિસ્તાર રાહુરીમાં એક દીપડો ઘૂસી ગયો હતો, જેને એક કૂતરાએ ભગાડ્યો.
Leopard Vs Dog Video: ન્યૂઝ એજન્સી એએનઆઈએ ટ્વિટર પર વીડિયો શેર કર્યો છે. મહારાષ્ટ્રના અહેમદનગરને અડીને આવેલા ગ્રામીણ વિસ્તાર રાહુરીમાં એક દીપડો ઘૂસી ગયો હતો, જેને એક કૂતરાએ ભગાડ્યો.
પૂછવામાં આવે કે, દીપડો અને કૂતરો સામસામે આવી જાય તો કોણ કોના પર હાવિ થશે. હવે તમે કહેશો કે આ પણ કોઇ સવાલ છે? સ્વાભાવિક છે કે, દીપડો જ કૂતરાને પળવારમાં હડપ્પ કરી જશે. જો કે આનાથી ઉલ્ટુ થયું. જેનો વીડિયો હાલ વાયરલ થયો છે. મહારાષ્ટ્રના અહમદનગરથી આવો એક વીડિયો વાયરલ થયો છે, જેને જોઈને ઈન્ટરનેટ લોકો અવાચક થઈ ગયા છે. બન્યું એવું કે એક કૂતરો ઘરની બહાર સાઇડમાં ઉભો હતો અને દીપડાએ એન્ટ્રી કરીને જેને જોતા કૂતરાએ હિમત દાખવી અને ભસવા લાગ્યો. કૂતરાની આક્રમકતા અને હિંસકતા જોઇને દિપડો ત્યાંથી ઉભી પૂછડીએ ભાગ્યો.
Maharashtra: A dog scared away a leopard that entered the rural area of Rahuri taluka in Ahmednagar.
— ANI (@ANI) June 28, 2023
(Video Source: Forest Department) pic.twitter.com/NkhLcZWmNy
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે રાતના અંધારામાં ઘરમાં એન્ટ્રી કરે છે. તે જ સમયે કૂતરો દરવાજાની નજીક ખૂબ જ આરામથી સૂઈ રહ્યો છે. પરંતુ દીપડો ગર્જના કરતી વખતે તેના પર હુમલો કરે કે તરત જ કૂતરો જાગી ગયો અને ભસવા લાગ્યો. તમે કલ્પના નહી કરી શકો પણ કૂતરાને આ રીતે આક્રમકતા સાથે ભસતા જોઇને દિપડો ઉભી પૂછડીએ ભાગ્યો.
ન્યૂઝ એજન્સી એએનઆઈએ ટ્વિટર પર વીડિયો શેર કર્યો અને કહ્યું કે, મહારાષ્ટ્રના અહેમદનગરને અડીને આવેલા ગ્રામીણ વિસ્તાર રાહુરીમાં એક દીપડો ઘૂસી ગયો હતો, જેને એક કૂતરાએ પીછો કર્યો હતો. આ વીડિયો વન વિભાગે શેર કર્યો છે. હવે આ ફૂટેજ જોઈને લોકો વિશ્વાસ કરી શકતા નથી કે, દીપડો કૂતરાથી ડરી શકે? યૂઝર્સ આ વીડિયોને સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ઝડપથી શેર કરી રહ્યાં છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial