Doctor suicide case: તબીબ અતુલ ચગના આપઘાતનો મામલો, રઘુવંશી સમાજમાં રોષ, 19 સંસ્થાઓ સંયુકત રીતે યોજી રેલી
વેરાવળમાં ડોક્ટર અતુલ ચગ આત્મહત્યાનો મામલે સુરત સહિત દક્ષિણ ગુજરાત રઘુવંશી લુહાણા સમાજમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે ન્યાય મળવવવા માટે રઘુવંશ રઘુવંશી લુહાણા સમાજની વિવિધ 19 સંસ્થાઓ ભેગી થઈ રેલી યોજશે.
![Doctor suicide case: તબીબ અતુલ ચગના આપઘાતનો મામલો, રઘુવંશી સમાજમાં રોષ, 19 સંસ્થાઓ સંયુકત રીતે યોજી રેલી Dr. Atul Chag's suicide case, outrage in Raghuvanshi society, 19 organizations jointly organized rally Doctor suicide case: તબીબ અતુલ ચગના આપઘાતનો મામલો, રઘુવંશી સમાજમાં રોષ, 19 સંસ્થાઓ સંયુકત રીતે યોજી રેલી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/20/124bec955a8c3533865fa8adcac601fb167687356871381_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Doctor suicide case:વેરાવળમાં ડોક્ટર અતુલ ચગ આત્મહત્યાનો મામલે સુરત સહિત દક્ષિણ ગુજરાત રઘુવંશી લુહાણા સમાજમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે ન્યાય મળવવવા માટે રઘુવંશ રઘુવંશી લુહાણા સમાજની વિવિધ 19 સંસ્થાઓ ભેગી થઈ રેલી યોજશે.
વેરાવળમાં ડોક્ટર અતુલ ચગ આત્મહત્યાનો મામલે સુરત સહિત દક્ષિણ ગુજરાત રઘુવંશી લુહાણા સમાજમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે ન્યાય મળવવવા માટે રઘુવંશ રઘુવંશી લુહાણા સમાજની વિવિધ 19 સંસ્થાઓ ભેગી થઈ રેલી યોજશે. સુરતના વનિતા વિશ્રામ થી કલેકટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, અતુલ ચંગ આત્મહત્યા મામલે લુહાણા પરિવારે ફરિયાદ કરી છે અને તેમાં તેમાં જે રાજકીય આગેવાનોના નામો છે તેની સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગણી પણ કરી છે. તેમાં ઉલ્લેખ છે કે, વર્ષોથી રઘુવંશી લુહાણા સમાજ ભાજપની સાથે રહ્યો છે ત્યારે હવે ભાજપ પણ સમાજની સાથે રહે,
શું છે સમગ્ર ઘટના
ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે બનેલી ચકચારી ઘટનામાં ડો અતુલ ચગની આત્મહત્યાને લઈ વેરાવળ સહિત સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે રઘુવંશી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આપઘાત કરનાર ડોક્ટરની સુસાઇડ નોટ મળી આવી જે જેમાં 2 રાજકિય નેતાના નામનો પણ ઉલ્લેખે છે. જેને લઇને રાજકારણ ગરમાયું છે. આ મામલે પોલીસે પત્રકારોને આપેલી માહિતી મુજબ જેમાં તબીબની આત્મહત્યા પાછળ તેમના આર્થિક વ્યવહારો કારણ ભૂત હોવાનું મૃતકના પુત્રે જણાવ્યું હતું.
Accident: ધંધુકા- બગોદરા રોડ લોલીયા ગામ પાસે ST બસ અને ટ્રકનો અકસ્માત, એકનું મોત, 10થી વધુ ઘાયલ
Accident: રાજ્યમાં સોમવારની ગોઝારી શરૂઆત થઈ છે. ધંધુકા બગોદરા રોડ લોલીયા ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો. એસ.ટી.બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત થયું. પુલ પર પડેલી કોલસા ભરેલી ટ્રક પાછળ બસ ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે મોત જ્યારે દસથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા. તમામ ઈજાગ્રસ્તોને ધંધુકા RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફેદરા તેમજ બગોદરા અને વટામણની ત્રણ જેટલી 108 એમ્બ્યુલન્સે ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા હતા.
બ્રેક ફેઇલ થતાં બસ ખાબકી ખીણમાં
પાકિસ્તાનના કલકરહાર સોલ્ટ રેન્જ વિસ્તારમાં બસની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ અને રોડની બીજી બાજુથી આવતી કાર સાથે અથડાઈ હતી. પાકિસ્તાનમાં ફરી એકવાર મોટો રોડ અકસ્માત થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનના કલકરહાર સોલ્ટ રેન્જ વિસ્તારમાં બસ પલટી જતાં 12 લોકોના દુઃખદ મોત થયા છે. આ અકસ્માતમાં 50 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ બસ ઈસ્લામાબાદથી લાહોર જઈ રહી હતી. અહેવાલો અનુસાર, બસની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ અને તે રોડની બીજી બાજુથી આવતી કાર સાથે અથડાઈ અને પછી ખાડામાં પડી. રાહત અને બચાવ ટીમ અકસ્માત સ્થળે પહોંચી ગઈ હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)