Earthquake: રાજસ્થાનમાં આવ્યો ભૂકંપ, જયપુરમાં એક કલાકમાં ભૂકંપના 3 આંચકા અનુભવાયા
રાજસ્થાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક કલાકમાં ત્રણ વાર ધરતી ધ્રૂજી હતી
Earthquake: રાજસ્થાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક કલાકમાં ત્રણ વાર ધરતી ધ્રૂજી હતી. રાજસ્થાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક કલાકમાં ત્રણ વાર ધરતી ધ્રૂજી હતી. આંચકાને કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. એટલું જ નહીં આજે સવારે મણિપુરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
શુક્રવારે વહેલી સવારે રાજસ્થાનના જયપુરમાં ધરતી ધ્રુજી ઉઠી હતી. મણિપુર સુધી ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. એક તરફ રાજસ્થાનમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા તો બીજી તરફ મણિપુરમાં પણ ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક કલાકમાં ત્રણ વખત ધરતી ધ્રૂજી અને ભૂકંપના આંચકાને કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. જયપુર સહિત આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકાના અનુભવથી ભયનો માહોલ જોવા મળ્યો હતો. જયપુરમાં રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા અનુક્રમે 3.1, 3.4 અને 4.4 માપવામાં આવી હતી. હાલ કોઈ નુકસાનના સમાચાર નથી.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, શુક્રવારે એટલે કે આજે સવારે જયપુર શહેરમાં એક કલાકના ગાળામાં ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને તેની તીવ્રતા ત્રણ વખત અલગથી માપવામાં આવી હતી. જયપુરમાં સવારે 4.25 વાગ્યે ભૂકંપનો પહેલો આંચકા અનુભવાયો હતો, , જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4 હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આની જાણ કરી હતી. આ ભૂકંપની ઊંડાઈ 10 કિલોમીટર હતી.
આ પણ વાંચો
Video: NCAમાં ટ્રેનિંગ દરમિયાન નવા અવતારમાં જોવા મળ્યો રિષભ પંત, આ વીડિયોએ મચાવી ધૂમ
Aadhar-Property Link: શું તમારી બધી મિલકતો આધાર સાથે લિંક થશે? જાણો આ બાબતે શું છે લેટેસ્ટ અપડેટ!
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial