શોધખોળ કરો
Advertisement
Farmers Protest: ખેડૂતોને મનાવવા અને આંદોલન ખતમ કરવા સરકાર સામે છે આ મોટો પડકાર
હાલ સરકાર અને ખેડૂતો વચ્ચે કૃષિ ભવનમાં બેઠક થઈ રહી છે. જેમાં સરકાર કૃષિ બિલોની વિસ્તૃત જાણકારી આપી રહી છે.
નવી દિલ્હીઃ દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવેલા ખેડૂતો દિલ્હીની સરહદ પર પ્રદર્શન કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગ સરકાર નહીં સ્વીકારે ત્યાં સુધી પાછી પાની નહીં કરે. આ દરમિયાન સરકાર અને ખેડૂતો વચ્ચે કૃષિ ભવનમાં બેઠક થઈ રહી છે. જેમાં સરકાર કૃષિ બિલોની વિસ્તૃત જાણકારી આપી રહી છે.
કેટલાક ખેડૂત સંગઠન કૃષિ કાનૂનમાં ન્યૂનતમ સમર્થન મૂલ્યને ઉમેરવાની વાત કરી રહ્યા છે તો કેટલાંક સંગઠન ત્રણેય કાનૂન રદ્દ કરવાની માંગ કરી રહ્યા છે. ખેડૂતો અને સરકાર વચ્ચેની બેઠકમાં કોઈ વચ્ચેનો માર્ગ નીકળે તેવી આશા છે.
આ દરમિયાન સૂત્રો પાસેથી એવી જાણકારી મળી છે કે, સરકાર કોઈપણ હાલતમાં કૃષિ કાનૂન પરત લેવા તૈયાર નથી. સરકારની મુશ્કેલી એ પણ છે કે તેમણે જે ખેડૂત સંગઠનોને બોલાવ્યા છે તેમની ઉપરાંત અન્ય ખેડૂત સંગઠનો પણ સડક પર પ્રદર્શન કરી રહ્યા છે. આ સ્થિતિમાં સવાલ છે કે બેઠકમાં પહોંચેલા ખેડૂત સંગઠનના પ્રતિનિધિ જો સરકારની વાત માની લેશે તો શું સડક પર પ્રદર્શન કરી રહેલા અલગ અલગ સંગઠનો પણ તેનો સ્વીકાર કરશે!
અભય ભારદ્વાજે કઈ ફિલ્મમાં કર્યુ હતું કામ ? કયો ભજવ્યો હતો રોલ, જાણો વિગત
દેશમાં કેન્દ્ર સરકારના નવા દિશા નિર્દેશ આજથી થયા લાગુ, જાણો કઈ ગતિવિધિ પર રહેશે રોક
અમદાવાદઃ સસરાએ યુવતીને કહ્યુઃ તારો પતિ બહારગામ છે તો શારીરિક જરૂરીયાત સંતોષવા માટે તું.........
India vs Australia: આવતીકાલે કોહલી 23 બનાવશે તૂટી જશે સચિનનો આ મોટો રેકોર્ડ, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion