શોધખોળ કરો
Advertisement
ફિ વધારા મુદ્દે ABVPની એચ.કે કોલેજમાં ગુંડાગર્દી,આધ્યપક સાથે કરી મારામારી
અમદાવાદઃ કોલેજ કેમ્પસમાં ફરી એક વાર વિદ્યાર્થી નેતાઓની ગુડાંગીરી જોવા મળી. ફિ વધારા મુદ્દે વિદ્યાર્થીઓને માહિતગાર કરવા પહોંચેલા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો ભાન ભુલ્યા બતાવી દાદાગીરી
આશ્રમ રોડ સ્થિત એચ.કે કોલજના બીબીએ વિભાગમાં વિદ્યાર્થી પરિષદના કાર્યકરો ભાન ભૂલ્યા અને અધ્યાપકો અને વિદ્યાર્થીઓ પર હાથ ઉગામ્યો હતો. ચાલુ ક્લાસમાં જ અધ્યાપકે બહાર ઘસેડી લાવ્યા અને માર મારવાનો પ્રયાસ કર્યો હતો.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો ગુજરાત યુનિવર્સિટીએ કરેલ બીબીએ, બીસીએ અને બી.કોમની કોલેજમાં કરેલ ફિ વધારને લઇ એચ.કે કોલેજમાં વિદ્યાર્થીઓને માહિતગાર કરવા પહોંચ્યા હતા.પરંતુ ABVPના કાર્યકોએ જાણે કાયદાનો કોઇ ડર ન હોય તેમ વિદ્યાર્થીઓ અને અધ્યપક પર હુમલાનો પ્રયાસ કર્યો હતો.
ત્યારે બીજી તરફ કોલેજમાં પોતાની ગુંડાગીરી બતાવનાર વિદ્યાર્થીઓ પોતાની કરતુત સીસીટીવીમાં કેદ થઇ હોવા છતાં પોતે નિર્દોષ હોવાનુ રટણ કરી રહ્યાં છે. અને ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે તેમ, કોલેજના વિદ્યાર્થીઓ અને સંચાલકો સામે માર મારવાનો આરોપ લગાવી રહ્યાં છે.
વિદ્યાર્થી પરિષદના કાર્યકરોની ગંડાગીર્દીથી ડઘાઇ ગયેલ વિદ્યાર્થીઓ અધ્યાપકો સાથે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા તો પહોંચ્યા પરંતુ વિદ્યાર્થી નેતાઓ અને સંચાલકો સમાધાન થતા પોલીસ સ્ટેશનમાં માત્ર ફરિયાદનું નાટક જ જોવા મળ્યુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
અમદાવાદ
Advertisement