Ahmedabad Hospital Fire live update: રાજસ્થાન હોસ્પિટલમાં કલાકોની મહેનત બાદ આગ પર મેળવાયો કાબૂ
અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં વહેલી સવારે 4 વાગ્યે આગી લાગી હતી. આગની ઘટનાની જાણ થતા હોસ્પિટલમાં નાસભાગ મચી ગઇ હતી. હોસ્પિટલની બેઇઝમેન્ટમાં આગ લાગી છે
LIVE
Background
અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલના બેઇઝમેન્ટમાં આજે વહેલી સવારે 4 વાગ્યે આગ લાગી છે. હજુ સુધી આગ પર કાબૂ નથી મેળવાયો. આગના કારણે જાનહાનિના કોઇ અહેવાલ નથી. આગના કારણે તાબડતોબ તમામ દર્દીને અન્ય હોસ્પિટલમાં લઇ જવાયા છે.કેટલાક દર્દીઓને આનંદ હોસ્પિટલમાં,કેટલાક દર્દીઓને BAPS હોસ્પિટલમાં ખસેડાયા છે. સદભાગ્યે કોઇપણ દર્દીના આગના કારણે કોઇ પ્રકારનું નુકસાન નથી થયું,. આગની જાણ થતાં ફાયર વિભાગની છ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી બાદ વધુ ગાડીને પણ બોલાવાામાં આવી હતી આ હાલ ઘટના સ્થળ પર 20 ફાયરની ગાડી એકશનનમાં છે અને આગ બુઝાવવા માટે જહેમત હાથ ધરી હતી. ધુમાડાને લીધે આગ ઓલવવામાં મુશ્કેલી પડી રહી છે. રોબોટની મદદથી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો થઇ રહ્યાં છે.
ઘૂમાડો વધુ હોવાથી આગ ઓલવવામાં મુશ્કેલી પડી રહી છે.જેના કારણે રોબોટ, મોટા પંખા મુકીને ધુમાડો દુર કરવામાં આવી રહ્યો છે. 4 કલાકની જહેમત બાદ પણ હજુ આગ ઓલવાઇ નથી. ઓક્સિજનની સાથે ફાયર વિભાગના જવાનો બેઝમેન્ટમાં પહોંચ્યા છે અને આગ ઓલવવા માટેની કવાયત કરી રહ્યાં છે.રાજસ્થાન હોસ્પિટલમાં લાગેલી આગના કારણે મુખ્ય રસ્તાને પણ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો છે. હોસ્પિટલના સત્તાધીશો, મનપાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર સ્થિતિનો તાગ મેળવી રહ્યાં છે.
આરોગ્યમંત્રીનું મોટુ નિવેદન
અમદાવાદના શાહીબાગ સ્થિત રાજસ્થાન હોસ્પિટલમાં આગ મામલે આરોગ્ય મંત્રીએ મોટુ નિવેદન આપ્યું. તેમણે કહ્યું સરકારી અને ખાનગી હોસ્પિટલમાં તપાસ થશે. બિન જરુર વસ્તુઓ તેમજ ભંગાર રાખવા મુદ્દે પણ તપાસ થશે.
આગની ઘટના બાદ તમામ દર્દીને સલામત રીતે કરાયા શિફ્ટ
સવારે આગની ઘટના બનતા જ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ 107 જેટલા દર્દીઓને અન્ય સ્થળ પર સુરક્ષિત ખસેડવામાં આવ્યા હતા જેમાં સાત જેટલા દર્દીઓ આઇસીઓમાં દાખલ હતા જ્યારે અન્ય દર્દીઓ જનરલ બોર્ડમાં દાખલ હતા આ દર્દીઓને તેમની પરિસ્થિતિ પ્રમાણે હોસ્પિટલ અને ઓસ્વાલ ભવન ખાતે લઈ જવામાં આવ્યા રાજસ્થાન હોસ્પિટલ ની પાસે જ આવેલ ઓસ્વાલ ભવનમાં કામ ચલાઉ હોસ્પિટલ ઊભી કરી દેવામાં આવી. જ્યાં દર્દીઓને ભવનના રૂમમાં રાખવામાં આવ્યા ઉપરાંત હોસ્પિટલના ડોક્ટર અને નર્સિંગનો સ્ટાફ દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવી
રાજસ્થાન હોસ્પિટલ આગની ઘટનામાં 85 ફાયર કર્મીની મહેનત લાવી રંગ
આપની ઘટના પર કાબુ મેળવવા માટે ફાયરની 30થી વધારે ગાડીઓ ઉપરાંત ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓની સાથે 85 જેટલા ફાયરના કર્મચારીઓ કામે લાગ્યા હતા સાથે સાથે અમદાવાદ શહેર પોલીસ ઝોન ચારના ડીસીપી સહિત તમામ પોલીસ સ્ટેશનના પીઆઇને ઘટનાની ગંભીરતાને જોતાં સતર્કતાના ભાગરૂપે હોસ્પિટલ ખાતે બોલાવી લેવામાં આવ્યા હતા.
હોસ્પિટલ આગની ઘટનામાં મહામહેનતે મેળવાયો કાબૂ
અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલ રાજસ્થાન હોસ્પિટલમાં આગની ઘટના પર ફાયર નો જવાનોએ મહા મહેનતે કાબુ મેળવ્યો. સવારે ચાર વાગ્યે શોર્ટ સર્કિટના કારણે આગની ઘટના બની હતી જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે આગની ઘટના પર તો કાબુ મેળવી લેવાયો પરંતુ બેઝમેન્ટમાં ફરી વળેલા ધુમાડા ના કારણે લોકોના જીવ તાળવે ચોટી ગયા હતી. લાગેલી આગ પર બપોરે 12 વાગ્યા સુધી કાબુ મેળવવા પ્રયાસ કરવો પડ્યો જોકે ફાયરના જવાનોની મહેનત રંગ લાવી અને અંતે ધુમાડા પર નિયંત્રણ મેળવી શકાયો.
આગ લાગ્યાના સીસીટીવી દ્રશ્યો આવ્યા સામે
અમદાવાદના શાહીબાગ સ્થિત રાજસ્થાન હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના મુદ્દે સીસીટીવી સામે આવ્યા છે.