શોધખોળ કરો

Gandhinagar: 1195 કરોડ રૂપિયાના ક્રિકેટ સટ્ટા રેકેટનો પર્દાફાશ, ડમી બેન્ક એકાઉન્ટનો કરાતો ઉપયોગ

Gandhinagar: ક્રિકેટ સટ્ટાના મુખ્ય સૂત્રધાર અમિત મજેઠિયાનું વધુ એક 1195 કરોડ રૂપિયાના ક્રિકેટ સટ્ટાના રેકેટનો ખુલાસો થયો હતો

Gandhinagar: ગુજરાત સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે ક્રિકેટ સટ્ટાકાંડમાં મોટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. અઢી વર્ષમાં જ 1195 કરોડ રૂપિયાની હેરાફેરીનો ખુલાસો કર્યો હતો. સીઆઇડી ક્રાઇમે ક્રિકેટ સટ્ટા, ઓનલાઈન ગેમની બ્લેકમનીનો પર્દાફાશ કર્યો હતો.

માધવપુરામાંથી પકડાયેલા 2500 કરોડના ક્રિકેટ સટ્ટાના મુખ્ય સૂત્રધાર અમિત મજેઠિયાનું વધુ એક 1195 કરોડ રૂપિયાના ક્રિકેટ સટ્ટાના રેકેટનો ખુલાસો થયો હતો. આ રેકેટમાં પણ ઓનલાઈન ઓએસટી અને સીબીટીએફ બુક નામની એપ્લિકેશનથી સટ્ટો રમાડતો હતો.મજૂરો, ખેડૂત, ડિલિવરી બોયના ડમી બેન્ક એકાઉન્ટનો ઉપયોગ પૈસા ટ્રાન્સફર કરવા થયો હતો.

35 ડમી બેન્ક એકાઉન્ટનો કરાતો ઉપયોગ

સીઆઇડી ક્રાઇમે ત્રણ બેન્ક એકાઉન્ટની તપાસ કરતા 35 એકાઉન્ટ મળ્યા હતા. હેમંત ટ્રેડિંગના એકાઉન્ટમાં એક જ વર્ષમાં 342 કરોડ રૂપિયા, શિવમ ટ્રેડિંગના ખાતામાં 636 કરોડ રૂપિયા અને ખોનાજી વાઘેલાના એકાઉન્ટમાં 217 કરોડ રૂપિયાના ટ્રાન્જેક્શન થયા હતા. ખાતેદારની ચેક બુક અને પાસબુક સટ્ટો રમાડતી ટોળકી તેમની પાસે રાખી એકાઉન્ટ ઓપરેટ કરતી હતી.

સટ્ટો રમાડવા માટે બનાવવામાં આવેલી બંને એપ જૂનાગઢના ભાવેશ સચાણીયા અને અમિત મજેઠિયાના નામે રજિસ્ટર્ડ થઈ હતી. સીઆઈડી ક્રાઇમે મજેઠિયા ઉપરાંત ઓમશંકર તિવારી, ભાવેશ સચાણિયા, અશ્વિન સચાણિયા, ધનંજય પટેલ, વિકી અને ભાવેષ જોશી સામે ગુનો નોંધ્યો હતો.આ ટોળકીએ એક વર્ષમાં 2,92,842 એન્ટ્રીથી જુદા જુદા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હોવાનો ખુલાસો થયો છે.

સાત સામે નોંધાઇ ફરિયાદ

બેન્ક ખાતુ ભાડે આપનાર,બેન્ક ખાતુ અપાવનાર સહિત કુલ સાત સામે આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદ, જૂનાગઢ, બનાસકાંઠા, બાલાસિનોરના શખ્સો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઇ હતી. 35 બેન્ક ખાતામાં સટ્ટાના નાણાની હેરાફેરી કરવામાં આવતી હતી. પૈસા ટ્રાન્સફર કરવા લોન મેળવી આપવા, વધારાની આવકની લાલચ અપાતી હતી.

રાજકોટમાં લાખો રૂપિયાના ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ

રાજકોટમાં લાખો રૂપિયાના ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ થયો હતો. મળતી જાણકારી અનુસાર, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે સટ્ટોડિયાઓ પર મોટી કાર્યવાહી કરી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે એસ્ટ્રોન ચોક, હનુમાન મઢી, નવા ગામમાં દરોડા પાડ્યા હતા અને લાખો રૂપિયાના ક્રિકેટના સટ્ટાના વ્યવહારો મળી આવ્યા હતા.રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે સુકેતુ ભુતા, નિશાંત ચગ, ભાવેશ ખખ્ખરની ધરપકડ હતી. તેજસ રાજદેવ, અમિત પોપટ, નિરવ પોપટ નામના બુકીની પણ ધરપકડ કરાઇ હતી. હજુ પણ કેટલાક બુકીઓના નામ ખુલે તેવી શક્યતા છે.

પી.આઈ બીટી ગોહિલ અને ટીમે શહેરમાં ત્રણ સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં એસ્ટ્રોન ચોક ,હનુમાન મઢી અને નવાગામ ખાતે ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકયું હતું. આ દરોડામાં પોલીસને કુલ 11,65,000 ની રોકડ રકમ હાથ લાગી હતી. ઉપરાંત ક્રિકેટ સટ્ટા અંગે લાખોના વ્યવહારો મળી આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે નિશાંત,,ભાવેશ,સુકેતુ નામના બુકીની ધરપકડ કરી હતી. આ ત્રણેય બુકીઓ પાસેથી 11.50 લાખ રોકડ કબ્જે કરાઈ છે અને 2 માસ્ટર આઈડી મળી આવ્યા હતા. માસ્ટર આઈડીમાંથી આશરે 5 થી 7 કરોડ રોકડના વ્યવહાર ખુલ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Defence Stocks For 2025: નવા વર્ષમાં આ શેર રોકાણકારોને કરી દેશે માલામાલ, જાણો શેર્સના નામ
Defence Stocks For 2025: નવા વર્ષમાં આ શેર રોકાણકારોને કરી દેશે માલામાલ, જાણો શેર્સના નામ
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Defence Stocks For 2025: નવા વર્ષમાં આ શેર રોકાણકારોને કરી દેશે માલામાલ, જાણો શેર્સના નામ
Defence Stocks For 2025: નવા વર્ષમાં આ શેર રોકાણકારોને કરી દેશે માલામાલ, જાણો શેર્સના નામ
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
'તમારુ કુરિયર મિસ થઇ ગયું છે...', તમને પણ આવો મેસેજ આવે તો થઇ જજો સાવધાન
'તમારુ કુરિયર મિસ થઇ ગયું છે...', તમને પણ આવો મેસેજ આવે તો થઇ જજો સાવધાન
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Dawood Ibrahim: દાઉદ ઇબ્રાહિમ પર ભારતની વધુ એક મોટી કાર્યવાહી, EDએ ડૉનના ભાઇનો ફ્લેટ કર્યો સીલ
Dawood Ibrahim: દાઉદ ઇબ્રાહિમ પર ભારતની વધુ એક મોટી કાર્યવાહી, EDએ ડૉનના ભાઇનો ફ્લેટ કર્યો સીલ
અલ્લૂ અર્જુન વિરુદ્ધ હૈદરાબાદ પોલીસે જાહેર કરી નોટિસ, આજે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યો
અલ્લૂ અર્જુન વિરુદ્ધ હૈદરાબાદ પોલીસે જાહેર કરી નોટિસ, આજે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યો
Embed widget