શોધખોળ કરો
Advertisement
12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર: ગુજરાતમાં સૌથી વધુ અને સૌથી ઓછું પરિણામ કયા જિલ્લાનું? જાણો
આજે ગુજરાતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 76.29 ટકા જાહેર થયું છે. ગુજરાતમાં સૌથી વધુ પરિણામ પાટણ જિલ્લાનું 86.67 ટકા આવ્યું
અમદાવાદ: આજે ગુજરાતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 76.29 ટકા જાહેર થયું છે. ગુજરાતમાં સૌથી વધુ પરિણામ પાટણ જિલ્લાનું 86.67 ટકા આવ્યું છે જ્યારે સૌથી ઓછું પરિણામ જુનાગઢનું 58.26 ટકા આવ્યું છે. સુરત શહેરમાં A1 ગ્રેડ ધરાવતાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. સુરતમાં 186 જ્યારે રાજકોટમાં 108 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.
અમદાવાદમાં માત્ર 40 વિદ્યાર્થીઓ જ A1 ગ્રેડમાં પાસ થયા છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં આ વર્ષે વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. પરીક્ષામાં 82.20 ટકા વિદ્યાર્થીનીઓ અને 70.97 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.
ગુજરાતમાં સૌથી વધુ પરિણામ પાટણ જિલ્લાનું આવ્યું છે. પાટણ જિલ્લાનું 86.67 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ જૂનાગઢ જિલ્લાનું આવ્યું છે. જૂનાગઢ જિલ્લાનું 58.26 ટકા પરિણામ આવ્યું છે.
આ ઉપરાંત સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બનાસકાંઠાનું સોની 97.76 ટકા આવ્યું છે. જ્યારે સૌથી ઓછુ પરિણામ ધરાવતુ કેન્દ્ર ગીર સોમનાથનું ડોળાસા 30.21 ટકા આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion