(Source: ECI/ABP News/ABP Majha)
રાજ્યમાં GAS કેડરના 13 અધિકારીઓને મામલતદાર તરીકે અપાઈ નિમણૂક, જુઓ લિસ્ટ
વિવિધ જિલ્લાઓમાં મામલતદાર તરીકે જુનિયર સ્કેલમાં નિમણૂક અપાઈ છે.
ગાંધીનગર: રાજ્યમાં GAS કેડરના 13 અધિકારીઓને નિમણૂક અપાઈ છે. પ્રોબેશનમાં રહેલા 13 અધિકારીઓને મામલતદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. વિવિધ જિલ્લાઓમાં મામલતદાર તરીકે જુનિયર સ્કેલમાં નિમણૂક અપાઈ છે.
આ અધિકારીની થઈ નિમણૂક
આદ્રેશ રાજેન્દ્રને પોરબંદર, મુકુલ મર્ચન્ડી ગરબાડા-દાહોદ, નીતી ચરણ – નખત્રાણા-કચ્છ, સધ્યાબેન હેરમા-સાયલા-સુરેન્દ્રનગર, સાજનભાઈ મેર-ધાનેરા-બનાસકાંઠા, રશિયમ રાજવધા – નવસારી (સિટી) નવસારી, ગૌતમ લાડોલિયા- ભાવનગર (સિટી)-ભાવનગર, મેહુલકુમાર પંડોર – ડેસર-વડોદરા, શાંતીબેન વેળા –માળીયા-મીયાણા મોરબી, ક્રિષ્નાબેન પટેલ – ડોલવણ તાપી, અજયકુમાર શામળા – ઉચ્છલ, તાપી, ભરતભાઈ ચાવડા – આહવા ડાંગ
થોડા દિવસ પહેલા GAS કેડરના 20 અધિકારીઓને બઢતી અપાઈ હતી. જેમાં અધિકારી એ.જે.ગામીત, એસ.કે.પટેલ, એન.એફ.ચૌધરી, એચ.પી.પટેલ, જે.કે.જાદવ, ડી.કે.પંડ્યા, ડી.કે.બ્રહ્મભટ્ટ, એમ.પી.પંડ્યા, આર.વી.વાળા. આર.વી.વ્યાસ, એન.ડી.પરમાર. આર.એન.કુચારા, આર.પી.પટેલ, સી.બી.ગણાત્રા, સી.એ.ગાંધી, બી.એન.પટેલ, એ.કે.જોષી. કે.એસ.ઝાલા, વી.કે.જાદવ, વી.જી.પટેલને બઢતી અપાઇ હતી. આ અધિકારીઓમાં વિવિધ ડેપ્યુટી કમિશ્નર, રેસિડેન્ટ એડિશનલ કલેકટર, એડિશનલ ડાયરેક્ટર, ડેપ્યુટી કલેકટર વગેરે જેવા અધિકારીઓનો સમાવેશ થતો હતો.
આણંદ કલેક્ટરના વિડીયો કાંડમાં એક પછી એક અનેક ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી રહી છે અને વિડીયો કાંડમાં સંડોવાયેલ જે.ડી. પટેલના કરતૂતો પ્રકાશમાં આવતા તેઓની પાસે કામ કરાવતા તેમના મળતીયા સહિતના કેટલાક બિલ્ડરો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે. કલેક્ટર સમક્ષ ક્લીયર કરવા માટે મુકવામાં આવેલ તકરારી પાંચ ફાઈલોના માલિકો પણ હાલ પોતાનો બચાવ શોધી રહ્યાં હોવાનું ચર્ચાની એરણે ચઢ્યું છે. લગભગ સાડા ત્રણ વર્ષથી જમીન શાખામાં રહેલ નાયબ મામલતદાર જે.ડી. પટેલને કલેક્ટર કચેરીમાં મોટા ભાગે મલાઈદાર જગ્યા ઉપર પોસ્ટિંગ મળ્યું હોવાનું જાણવા મળ્યું છે. સાથે સાથે આણંદના અનેક બિલ્ડરો સાથે વિવિધ સ્કીમોમાં તેની ભાગીદારી હોવાની પણ ચર્ચા છે. કેટલાક બિલ્ડરોની અનેક ફાઈલો જે.ડી.પાસે પેન્ડિંગ છે અને આવી ફાઈલોના વહીવટ પણ પુરા કરી દેવાયા હોઈ કેટલાક બિલ્ડરો હાલ ભારે ચિંતા વચ્ચે અસમંજસમાં હોવાનું બિલ્ડર લોબીમાં ચર્ચાઈ રહ્યું છે.