શોધખોળ કરો

Sasan Gir: ગીરમાં સિંહોને શિકાર કરવા માટે ઉપલબ્ધ પ્રાણીઓની સંખ્યામાં તોતિંગ વધારો

Sasan Gir: સાબરના શિકાર માટેના સંવર્ધન કેન્દ્ર ક્રાંગસ, વડવાંગડા, આંબરડી, કિલેશ્વર-1, કિલેશ્વર-2, રામપરા, કરજડા ખાતે અને હરણના શિકાર માટેના સંવર્ધન કેન્દ્રો સતવીરડા અને રામપરા ખાતે સ્થાપિત કરવામાં આવ્યા છે.

Sasan Gir: ગીરમાં એશિયાટિક સિંહોને શિકાર માટે ઉપલબ્ધ પ્રાણીઓની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષમાં 37%નો વધારો થયો છે. ગીરમાં સિંહને શિકાર કરવા માટે ઉપલબ્ધ પ્રાણીઓની અંદાજિત સંખ્યા 2019માં 1,55,659થી વધીને 2024માં 2,13,391 થઈ છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે 6 ફેબ્રુઆરી 2025ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ઉપરોક્ત માહિતી પૂરી પાડી હતી.

 નિવેદન મુજબ શિકાર કરવા માટે ઉપલબ્ધ પ્રાણીઓની વસ્તીને વધારવા અને લાંબા ગાળા માટે તેને ટકાવવા માટેની મુખ્ય પ્રજાતિઓ જેમ કે હરણ અને સાબરના સંવર્ધન કેન્દ્રોને વ્યૂહાત્મક રીતે સ્થાપિત કરવામાં આવ્યા છે. શાકાહારી પ્રાણીઓના વસ્તી વધારાના વલણો પર નજર રાખવા અને વિસ્તારમાં શિકાર માટે પ્રાણીઓ ઉપલબ્ધ બની રહે તે સુનિશ્ચિત કરવા માટે પધ્ધતિસરનું વસ્તી મૂલ્યાંકન કરવામાં આવે છે. 

સાબરના શિકાર માટેના સંવર્ધન કેન્દ્ર ક્રાંગસ, વડવાંગડા, આંબરડી, કિલેશ્વર-1, કિલેશ્વર-2, રામપરા, કરજડા ખાતે અને હરણના શિકાર માટેના સંવર્ધન કેન્દ્રો સતવીરડા અને રામપરા ખાતે સ્થાપિત કરવામાં આવ્યા છે. મંત્રીના નિવેદન મુજબ સિંહોના માનવ વિસ્તારોમાં જવાની ઘટનાઓને ઘટાડવા અને માનવ-પ્રાણી વચ્ચેના ઘર્ષણને રોકવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે, જેમ કે ઊભા પાકના ખેતરોમાં જંગલી પ્રાણીઓના પ્રવેશને રોકવા માટે સૌર સંચાલિત ઇલેક્ટ્રિક ફેન્સ, બાયો-ફેન્સિંગ, બાઉન્ડ્રી વોલ વગેરે જેવા અવરોધો ઊભા કરવા, પસંદગીના સિંહોની હિલચાલ અને વર્તનની પેટર્નનું મૂલ્યાંકન કરવા માટે રેડિયો કોલરિંગ તેમજ સંઘર્ષ વગેરેના કિસ્સામાં માનવ વસ્તીવાળા વિસ્તારોમાંથી પ્રાણીઓને ખસેડવા માટે ટ્રેકર્સ અને બચાવ ટીમો તૈનાત કરવી. તદુપરાંત સંરક્ષિત વિસ્તારો અને સિંહોના અન્ય વસવાટ વિસ્તારોમાં તેમના વસવાટની સ્થિતિમાં સુધારણાના કામો હાથ ધરવામાં આવે છે, માનવ ઇજાઓ/જાનહાનિ તેમજ પશુઓના મૃત્યુ માટે રાજ્ય સરકાર દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.

કયા કયા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા

  • ગીરમાં સિંહોના શિકાર લાયક એવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા
  • સિંહોના વિચરણ વિસ્તારોની આસપાસ પૂરતા શિકારની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા પગલાં
  • સિંહોની વધતી જતી સંખ્યા અને ગીરની બહાર તેમના સ્થળાંતરને પહોંચી વળવા માટે ગીર અને તેની આસપાસ તૃણાહારી પ્રાણીઓ માટે કોઈ સંવર્ધન કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે કે કેમ 
  • સિંહોના માનવ વિસ્તારોમાં જવાના બનાવો ઘટાડવા અને માનવ-પ્રાણી વચ્ચેના સંઘર્ષને રોકવા માટે લેવામાં આવેલા પગલાંની વિગતો 

આ  પણ વાંચો...

Surat: સુરતમાં ગટરમાં ખાબકેલા બાળકનો મૃતદેહ 24 કલાક બાદ મળ્યો

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IND W vs AUS W : ભારતે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવી ફાઈનલમાં કરી એન્ટ્રી, જેમિમા રોડ્રિગ્સની સદી
IND W vs AUS W : ભારતે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવી ફાઈનલમાં કરી એન્ટ્રી, જેમિમા રોડ્રિગ્સની સદી
PM Modi in Gujarat: પ્રધાનમંત્રી મોદીએ કેવડિયામાં 1220 કરોડના પ્રોજેક્ટનું કર્યું ઉદ્ધાટન
PM Modi in Gujarat: પ્રધાનમંત્રી મોદીએ કેવડિયામાં 1220 કરોડના પ્રોજેક્ટનું કર્યું ઉદ્ધાટન
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
IND-W vs AUS-W: સેમીફાઈનલમાં જેમિમા રોડ્રિગ્સની ધમાકેદાર સદી, આ કારનામું કરનારી બીજી ખેલાડી બની
IND-W vs AUS-W: સેમીફાઈનલમાં જેમિમા રોડ્રિગ્સની ધમાકેદાર સદી, આ કારનામું કરનારી બીજી ખેલાડી બની
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : એકતાનો પ્રકાશ
Hun To Bolish : હું તો બોલીશ : સેલિબ્રિટી એટલે છૂટ?
Hun To Bolish : હું તો બોલીશ : શિયાળામાં ચોમાસું કેમ?
Sabarkantha Rain : સાબરકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, જુઓ અહેવાલ
PM Modi In Gujarat : PM મોદીનું ગુજરાતમાં ઉષ્માપૂર્ણ સ્વાગત, મોદીને આવકારવા કોણ કોણ પહોંચ્યું?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND W vs AUS W : ભારતે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવી ફાઈનલમાં કરી એન્ટ્રી, જેમિમા રોડ્રિગ્સની સદી
IND W vs AUS W : ભારતે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવી ફાઈનલમાં કરી એન્ટ્રી, જેમિમા રોડ્રિગ્સની સદી
PM Modi in Gujarat: પ્રધાનમંત્રી મોદીએ કેવડિયામાં 1220 કરોડના પ્રોજેક્ટનું કર્યું ઉદ્ધાટન
PM Modi in Gujarat: પ્રધાનમંત્રી મોદીએ કેવડિયામાં 1220 કરોડના પ્રોજેક્ટનું કર્યું ઉદ્ધાટન
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
IND-W vs AUS-W: સેમીફાઈનલમાં જેમિમા રોડ્રિગ્સની ધમાકેદાર સદી, આ કારનામું કરનારી બીજી ખેલાડી બની
IND-W vs AUS-W: સેમીફાઈનલમાં જેમિમા રોડ્રિગ્સની ધમાકેદાર સદી, આ કારનામું કરનારી બીજી ખેલાડી બની
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકોટ ભાજપમાં મોટું ગાબડું, આ નેતાઓ જોડાયા આમ આદમી પાર્ટીમાં 
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકોટ ભાજપમાં મોટું ગાબડું, આ નેતાઓ જોડાયા આમ આદમી પાર્ટીમાં 
AI Technology in Schools: હવે ત્રીજા ધોરણથી જ બાળકો શીખશે AI, શિક્ષણ મંત્રાલયે કરી મોટી જાહેરાત 
AI Technology in Schools: હવે ત્રીજા ધોરણથી જ બાળકો શીખશે AI, શિક્ષણ મંત્રાલયે કરી મોટી જાહેરાત 
IND-W vs AUS-W:  ફાઈનલમાં પહોંચવા માટે ભારતે બનાવવા પડશે 339 રન,  લિચફિલ્ડની સદી
IND-W vs AUS-W: ફાઈનલમાં પહોંચવા માટે ભારતે બનાવવા પડશે 339 રન, લિચફિલ્ડની સદી
પોસ્ટ ઓફિસની આ સ્કીમ પર મળે છે શાનદાર વ્યાજ, 1 લાખ જમા કરો તો 1 વર્ષે કેટલા મળે, જાણો કેલક્યુલેશન
પોસ્ટ ઓફિસની આ સ્કીમ પર મળે છે શાનદાર વ્યાજ, 1 લાખ જમા કરો તો 1 વર્ષે કેટલા મળે, જાણો કેલક્યુલેશન
Embed widget