Surat: સુરતમાં ગટરમાં ખાબકેલા બાળકનો મૃતદેહ 24 કલાક બાદ મળ્યો
Surat: સુરતમાં ગટરમાં ખાબકેલા બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. આખરે 24 કલાક બાદ બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. વરીયાવ પંપિંગ સ્ટેશનમાંથી બાળકને બહાર કાઢવામાં આવ્યું છે.

Surat: સુરતમાં ગટરમાં ખાબકેલા બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. આખરે 24 કલાક બાદ બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. વરીયાવ પંપિંગ સ્ટેશનમાંથી બાળકને બહાર કાઢવામાં આવ્યું છે. હાલમાં મૃતદેહને હોસ્પિટલ લઈ જવાયો છે. બાળકના મૃતદેહ જોઈને સમગ્ર વિસ્તારનું વાતાવરણ ગમગીન બની ગયું હતું.
આ અંગે વિગતે વાત કરીએ તો, સુરત શહેરના ન્યૂ કતારગામ વિસ્તારમાં એક ખુલ્લી ગટરમાં ઢાંકણ ના હોવાના કારણે એક બાળકનો જીવ ગયો. આ ખુલ્લી ગટરમાં કેદાર વેગડ નામનું બે વર્ષનું બાળક પડી ગયુ હતું. આ 3 ફૂટ જેટલી ખુલ્લી ગટરમાં બાળક ગરકાવ થઇ ગયુ અને 24 કલાક તેની શોધખોળમાં 100થી વધુ કર્મચારીઓ લાગ્યા. એસએમસીની બેદરકારી પર હવે પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરવાની ચિમકી ઉચ્ચારી છે. જવાબદારી તંત્ર અને અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સુરતના વરીયાવ વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારીનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ખુલ્લી ગટરમાં બાળક પડી ગયા બાદ બાળક ગાયબ થઈ ગયું. જેના માટે ફાયર વિભાગના અધિકારીઓ બોલાવવામાં આવ્યા. જોકે કલાકો વીતી ગયા બાદ બાળકનો પત્તો ન લાગ્યો. સુરતમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી. જેમાં તંત્રની બેદરકારીને કારણે એક ખુલ્લી ગટરમાં 2 વર્ષનું બાળક પડી ગયું. જેને લઈને બાળકના પરિવારની રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ. સાથે જ આ ઘટના હાલ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની છે. શહેરના વરીયાવ વિસ્તારની આ ઘટના છે. જેમાં બાળક તેની માતા સાથે બહાર નીકળ્યું હતું તે સમયે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. બાળક તેની માતા સાથે બુધવારી બજારમાં ગયું હતું તે સમયે આ ઘટના બની હતી.
Two-year-old boy falls into manhole in Surat, rescue operation underway
— ANI Digital (@ani_digital) February 5, 2025
Read @ANI Story https://t.co/Stjjs74v1i #manhole #Gujarat #rescue pic.twitter.com/WIURXnrRIq
બાળક ખુલ્લી ગટરમાં ગરકાવ થઈ જતા આ મામલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને તેમણે બાળકને ગટરમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. બાળકની કલાકોથી શોધખોળ ચાલી. તંત્રની ઘોર બેદરકારીના કારણે આજે સુરતમાં એક પરિવારને પોતાનો દીકરો ખોવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો....
Crime: સુરતમાં પ્રેમ પ્રકરણમાં કિશોરીની આત્મહત્યા, પરિવારે ઠપકો આપતાં ભર્યુ મોતનું પગલું
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
