રૂપાણી સરકારે કયા 8 ઉચ્ચ અધિકારીને બઢતી આપીને કરી બદલી? જાણો વિગત
ગુજરાતની રૂપાણી સરકાર દ્વારા વાય.બી. પટેલ, વી.ટી. મંડોરા, ડી.આર. પટેલ, ડી.આર. ત્રિવેદી, આઇ.એમ કુરેશી, જે.બી. દ્વીવેદી, એમ.વી. પટેલ અને બી.એન. એરડાની બદલી કરવામાં આવી છે.
ગાંધીનગરઃ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના 8 અધિકારીઓની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. ગુજરાતની રૂપાણી સરકાર દ્વારા વાય.બી. પટેલ, વી.ટી. મંડોરા, ડી.આર. પટેલ, ડી.આર. ત્રિવેદી, આઇ.એમ કુરેશી, જે.બી. દ્વીવેદી, એમ.વી. પટેલ અને બી.એન. એરડાની બદલી કરવામાં આવી છે.
વાય. બી. પટેલની આદિજાતી વિકાસ વિભાગમાં બદલી કરવામાં આવી છે. વી ટી મંડોરાની નર્મદા જળ સંપતિ , પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં બદલી કરવામાં આવી છે. જ્યારે ડી આર પટેલ, ડી આર ત્રિવેદી, આઈ એમ કુરેશી, જે બી ત્રિવેદી, એમ વી પટેલ, બી એન એરડાની પણ બઢતી સાથે બદલી કરવામાં આવી છે.
Surat : ટ્રાફિક પોલીસે બાઇક ટોઇંગ કરતાં, યુવક ટોઇંગ વાન સામે રસ્તા પર સૂઈ ગયો ને પછી તો.....
સુરતઃ શહેરના કતારગામ વિસ્તારમાં ટ્રાફિક પોલીસે યુવકનું બાઇક ટોઇંગ કરતાં હોબાળો મચી ગયો હતો. બાઇક ટ્રાફિક પોલીસે ટોઈંગ કરતા બબાલ થઈ ગઈ હતી. યુવક એટીએમમાં પૈસા ઉપાડવા ગયો અને ક્રેન પહોંચી હતી અને બાઇક ટોઇંગ કરી લીધો હતો. યુવકે બાઇક છોડાવવા આજીજી કરી હતી. આ ઘટનાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. જેમાં યુવક પોલીસ સાથે રકઝક કરતો નજરે પડે છે.
પોલીસે બાઇક પરત નહીં આપતા રકઝક થઈ. યુવક પોલીસની ક્રેનની સામે સુઈ ગયો હતો. દંડ ભરવાના પૈસા ન હોવાની કરી રજુઆત કરી હતી. પોલીસે યુવકને મહામહેનતે ક્રેન સામેથી ખસેડ્યો હતો. કતારગામ વિસ્તારમાં ટ્રાફિંગ પોલીસની વાહન ટોઈંગ કરતા બબાલ થઈ હતી.
યુવકે પોલીસ સાથે રકઝક કરતાં લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. પોલીસે યુવકને દૂર ખસેડવાનો પ્રયાસ કરતાં લોકોએ દેકારો મચાવી દીધો હતો. આ બબાલમાં રસ્તા પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. જોકે, અંતે પોલીસ યુવકને ટોઇંગ વાનથી દૂર ખસેડવામાં સફળ થઈ હતી.