ગાંધીનગરમાં બિનવારસી કારમાંથી ઝડપાયા હથિયાર, પોલીસે દેશી બનાવટની 2 રિવોલ્વર, 300 કારતૂસ કર્યા જપ્ત
ગાંધીનગરમાં બિનવારસી કારમાંથી મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યા હતા
ગાંધીનગરમાં બિનવારસી કારમાંથી મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યા હતા. મળતી જાણકારી અનુસાર, ગાંધીનગરના સરગાસણમાં આવેલ ફ્લેટના ભોંયરામાં પાર્ક કરેલી બિનવારસી કારમાંથી રિવોલ્વર, દેશી કટ્ટા અને જીવતા કારતૂત મળી આવ્યા હતા. પોલીસે 2 રિવોલ્વર, 2 દેશી કટ્ટા અને 300 જેટલા જીવતા કારતૂસ જપ્ત કર્યા હતા. એક ફ્લેટના બેઝમેન્ટ પાર્કિંગમાં કારને બિનવારસી મૂકીને ડ્રાઈવર નાસી છૂટ્યો હતો. કારમાં પાછળની સીટ પર કાર્ટિજ દેખાતા રહીશોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતા કારમાંથી દેશી બનાવટના હથિયારો મળી આવ્યા હતા. 300 જેટલા જીવતા કારતૂસ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
Gujarat Govt: ગુજરાત સરકારમાં રિલાયન્સ Jio ની એન્ટ્રી, કંપની બદલાશે પણ નંબર નહીં બદલાય
Gandhinagar: ગુજરાત સરકારમાં હવે રિલાયન્સ જીઓની એન્ટ્રી થઈ છે. વોડાફોન અને આઈડીયાને રાજય સરકાર અલવિદા કહી દેશે. રાજ્ય સરકારના હજારો મોબાઇલ ફોન પર હવે રિલાયન્સ જીઓનું રાજ આવશે. રાજ્ય સરકારે પરિપત્ર પાઠવી દરેક કચેરીને તાત્કાલિક અસરથી ફેરફાર કરવા આદેશ આપ્યો છે. વર્ષો જૂની મોબાઇલ કંપની બદલવા પાછળનું કારણ અકળ છે. કંપની બદલાશે પણ નંબરો નહીં બદલાય.
રાજ્યમાં આગામી 3 કલાક હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, સુરેંદ્રનગર, બોટાદ, ભાવનગરમાં હળવા વરસાદની આગાહી છે. 40 કિમીથી ઓછી ઝડપે પવન ફૂંકાશે.
અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે. રાજ્યમાં 41.8 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર આજે સૌથી ગરમ શહેર રહ્યું છે. તો અમદાવાદમાં પણ તાપમાન 41.4 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગ પ્રમાણે અમદાવાદમાં આજે અને આવતીકાલે બે દિવસ યેલો અલર્ટ આપવામાં આવ્યુ છે. તો આગામી બે દિવસ રાજ્યના મોટાભાગના શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર રહેવાની શક્યતા છે. ગરમીના આકરા પ્રકોપના કારણે બપોર થતા રાજ્યના રસ્તાઓ સૂમસામ બન્યા છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી. તો બીજી બાજુ રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાશે, તાપમાનમાં 3 ડિગ્રી વધારો થવાની આગાહી છે. રાજ્યમાં ગત રોજ 41.8 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી વધુ ગરમ શહેર રહ્યું છે. જ્યારે અમદાવાદમાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયો છે. સાથે જ આગામી 5 દિવસમાં અમદાવાદ માં 42 ડિગ્રી ઉપર તાપમાન જઈ શકશે. હિટ એક્શન પ્લાન અંતર્ગત અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજ અને કાલે અમદાવાદમાં યેલો એલર્ટ છે. અમદાવાદમાં 10 અને 12 ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગરમીની ઋતુ શરૂ પ્રમાણે હાલ તાપમાન નોંધાઇ રહ્યું છે. હાલ ગુજરાત પર વાવાઝોડાની કોઈ અસર નહિ