AAPના યુવરાજસિંહનો ધડાકો, 'પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત.......જાણો શું અટકળો શરૂ થઈ ?
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું પેપર લીક કાંડ બહાર લાવનારા AAP ના નેતા યુવરાજસિંહે છેલ્લાં ત્રણ વર્ષમાં ઊર્જા વિભાગની થયેલી ભરતી પ્રક્રિયામાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ધડાકો કરાયો હતો.
ગાંધીનગરઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું પેપર લીક કાંડ બહાર લાવનારા આમ આદમી પાર્ટી (AAP)ના નેતા યુવરાજસિંહે છેલ્લાં ત્રણ વર્ષમાં ઊર્જા વિભાગની થયેલી ભરતી પ્રક્રિયામાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ધડાકો કરાયો હતો.
આ કૌભાંડમાં યુવરાજસિંહે લીધું ધનસુરાના ભાજપ યુવા મોરચાનો મહામંત્રી અવધેશ પટેલ વચેટિયો હોવાનો આક્ષેપ કર્યો છે. આ આક્ષેપના પગલે ભાજપના નેતા બચાવની સ્થિતીમાં છે ત્યારે યુવરાજસિંહે ટ્વિટ કર્યું છે કે, 'પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત....... #વ્યાપમ_નહીં_મહાવ્યાપક '
યુવરાજસિંહના ટ્વિટના પગલે લાગી રહ્યું છે કે હજુ આ કૌભાંડમાં અનેક મોટાં માથાંનાં નામ બહાર આવી શકે છે. યુવરાજસિંહ દ્વારા આ કેસમાં હજુ કોઈ નમોટો ધડાકો કરાઈ શકે છે. યુવરાજસિંહ દ્વારા #વ્યાપમ_નહીં_મહાવ્યાપક હેશ ટેગ સાથે સોશિયલ મીડિયા પર નવું કેમ્પેઈન પણ શરૂ કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકારના ઊર્જા વિભાગ હસ્તકની ચાર વીજ વિતરણ કંપનીઓ અને જેટકોમાં જુનિયર એન્જિનિયરની ભરતી માટેની પરીક્ષા ચાલુ હતી ત્યારે જ યુવરાજસિંહ જાડેજાએ વીજ કંપનીઓની ભરતીમાં ચોક્કસ સમાજના ઉમેદવારોને રૂપિયા લઈને પાસ કરાવવાનું કૌભાંડ ચાલતું હોવાનો ધડાકો કર્યો હતો.યુવરાજસિંહે દાવો કર્યો હતો કે, જુનિયર એન્જિનિયરની ભરતી માટેની ઓનલાઇન પરીક્ષામાં 21 લાખ રૂપિયા લઈને ઉમેદવારોને પાસ કરાય છે. યુવરાજસિંહે વચેટિયાઓનાં નામ પણ જાહેર કર્યાં હતાં. આ પૈકી કેટલાંક વચેટિયા પરીક્ષા કેન્દ્રો પર હાજર હોવાનો દાવો તેમનાં વાહનનંબર જાહેર કરીને કર્યો હતો.
'યુવાનોને પાસ કરાવીને નોકરી અપાવવાનું ષડ્યંત્ર'
યુવરાજસિંહે કહ્યું હતું કે, જેટકોની જુનિયર એન્જિનિયરની પરીક્ષામાં પણ ગેરરીતિ ચાલી રહી છે. પ્રાંતિજ ખાતેના પરીક્ષા કેન્દ્ર પર મિતુલ પટેલ નામનો ઉમેદવાર હાજર હતો. આ ઉમેદવારનો કાર નં. જીજે-9એજી-0393 છે. આ ઉપરાંત આકાશ પટેલ, મહેન્દ્ર પટેલ, ઇશ્વર પટેલનાં નામ પણ જાહેર કર્યાં હતાં. આ પરીક્ષામાં પટેલ, ચૌધરી અને પ્રજાપતિ સમાજના યુવાનોને પાસ કરાવીને નોકરી અપાવવાનું ષડ્યંત્ર હોવાનો આક્ષેપ યુવરાજસિંહે કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે આ ત્રણ સમાજના સૌથી વધુ ઉમેદવારો પાસ થઈને આવશે.
PM Modi Punjab Rally: PM મોદીની ફિરોઝપુર રેલી રદ, ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો
દેશમાં તરુણોની વેક્સિનને લઈને મોટા સમાચારઃ ત્રણ જ દિવસમાં એક કરોડથી વધુ તરુણોએ લીધો રસીનો પહેલો ડોઝ
Surat corona high alert : કોરોના કેસો વધતાં સુરત હાઈ એલર્ટ પર, જાણો મ્યુનિ. કમિશનરે શું આપ્યો આદેશ?