શોધખોળ કરો
Advertisement
ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે કોરોનાના તાડેલા નિયમ મુદ્દે ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહે શું આપ્યું નિવેદન? અલ્પેશે શું કર્યો ખુલાસો?
ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ નિવેદન આપ્યું છે કે, કોરોનાના નિયમો તમામે પાળવા જોઈએ. જવાબદાર વ્યક્તિઓએ કાળજી રાખવાની ફરજ છે. નિયમો અને કાયદો બધા માટે સરખો છે. નિયમ તોડે તેને કાયદો અને નિયમો સરખા જ લાગુ પડે.
ગાંધીનગરઃ ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે ગઈ કાલે કોરોનાના તોડેલા નિયમ અંગે ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ નિવેદન આપ્યું છે. કોરોનાના નિયમો તમામે પાળવા જોઈએ. જવાબદાર વ્યક્તિઓએ કાળજી રાખવાની ફરજ છે. નિયમો અને કાયદો બધા માટે સરખો છે. નિયમ તોડે તેને કાયદો અને નિયમો સરખા જ લાગુ પડે, તેમ પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
નોંધનીય છે કે, ગઈ કાલે ભાજપ નેતા અલ્પેશ ઠાકોર (Alpesh Thakore)દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડવામાં આવ્યા છે. વિસનગરના ગોઠવા ગામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યમાં ભીડ એકઠી કરવામાં આવી હતી. અલ્પેશ ઠાકોરની હાજરીમાં જ ગરબાનું પણ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.
અલ્પેશ ઠાકોરે ગઈ કાલે તોડેલા નિયમ મુદ્દે સ્પષ્ટતા કરી છે અને જણાવ્યું છે કે, મેં સમાજસેવાનું કાર્ય કર્યું છે પરંતુ આ ભીડ અચાનક થઈ ગઈ. અમને ખબર જ નથી કે આટલી બધી ભીડ ઉમટી પડશે. મેં માસ્ક પહેર્યુ હતું પરંતુ ત્યાં માસ્ક ઓછા પડ્યા અને લોકો વધી ગયા.આટલા બધા લોકોને કેમ રોકી શકાય. હું સમજુ છું કે, સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ માસ્ક પહેરવું જોઈએ. જાણે-અજાણે ભૂલ થઈ છે. આગળના કાર્યક્રમ અમે લોકો નિયમોનું સંપૂર્ણપણે પાલન કરીશું.
અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, આ અમારો સેવાનો ભાવ છે. અમે અનેક મહામારીમાં લોકોના મતે આવ્યા છે તો આ ભૂલને ગુનો ગણાવી શકાય. હું મારા રીતે સ્વતંત્ર બંધાયેલો નથી, મારા યુવાનો કહે એ મારે કરવું જોઈએ. કોરોનાના નિયમો તમામ લોકોએ પાળવા જોઈએ, મારે પણ પાળવો જોઇએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement